ખેતી માં ટાઈમે કરશે ને મજુરીમાં થનાર ખર્ચને અડધો કરી દેશે આ પાવર ટીલર મશીન

ખેતીમાં ઘણી મહેનત કરવી પડે છે, અને ઘણો પરસેવો પણ પાડવો પડે છે. ખેતી કરવી દરેકના વશની વાત નથી. અને આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. અને આપણે ત્યાં ખેડૂતને ધરતી પુત્ર કહેવામાં આવે છે. ટેકનોલોજીના વિકાસની સાથે સાથે ખેતમાં ઉપયોગી સાધનો પણ નવા નવા સાધનો ઉમેરતા જાય છે. જેથી ખેડૂત ભાઈઓ ઓછી મહેનતે વધુ કામ કરી શકે અને પોતાનું સમય પણ બચાવી શકે. આજે અમે એવા જ એક મશીન વિષે તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ આ લેખમાં શું ખાસ છે.

પાવર ટીલર ખેતીવાડી નું એક એવું મશીન છે, જેનાં ઉપયોગ થી ખેતરની ખેડાણ થી લઈને પાકની કાપણી સુધી કરી શકાય છે, તેના ઉપયોગ થી ખેતીવાડી ના ઘણા કામો સરળતા થી કરી શકાય છે.

આ મશીનના ઉપયોગથી થતા કામ,સિચાઈ,પાકની કાપણી,મડાઈ,અને ઢુલાઈ નું કામ પણ લઇ શકાય છે. આ સિવાય આ મશીનનું રોપણી અને ત્યાર પછી ના કામોમાં પણ ખુબ ઉપયોગ થાય છે.

આ રીતના કામો માટે પહેલા કેટલાય મજૂરો કામ માં લગાડવા પડતા હતા,પરંતુ પાવર ટીલર ના પ્રયોગ થી ઓછી મહેનત અને ઓછા સમય માં બધા કામો સરળતાથી પુરા થઇ જાય છે.

આજે ખેડૂત પાવર ટીલર સાથે બીજા યંત્રો જોડીને ખેતીના ઘણા કામો સરળતા થી કરી શકે છે. આ એક ખાસ મશીન છે, જેની સાથે બીજા યંત્રોને જોડીને ખેતીના બધા જ કામ કરી શકાય છે.

ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ખેતીના કામ માટે આ મશીન ખુબ જ કારગર છે. આજે અનેક કંપનીઓ પાવર ટીલર બનાવી રહી છે.તેમાંથી એક ઈટાલીયન પાવર ટીલર વિષે જાણકારી આપવામાં આવી રહી છે.

આ બીસીએસ ઇન્ડિયા પ્રા.લિ. દ્વારા બનાવવામાં આવેલ પાવર ટીલર છે. તેનાથી ખેતર ,બગીચા અને લાઈનોમાં કરવામાં આવતા પાક ની ગુડાઈ વગેરે કરવામાં આવે છે. આ પહાડી વિસ્તારોમાં ખેતરોની જુતાઈ કરવા માટે ખાસ યંત્ર છે.

વિશેષતા : આ ખુબ જ હલકું અને ચેન વગરનું હોય છે. આ ચાલવામાં ખુબ જ સરળ છે.તે ૪ મોડલ (એમસી ૭૨૦,એમસી ૭૩૦ ,એમસી ૭૫૦) માં ઉપલબ્ધ છે,તેનાથી ૨ મોડલ પેટ્રોલ અને ડીઝલ બન્ને થી ચાલે છે.

૭૩૦ મોડલ ની કિંમત ૧૬૫૦૦ ની આસ પાસ છે તેના બીજા મોડલની કિંમત મોડલના હિસાબથી વધુ ઓછી હોય છે.આ સિવાય જો તમે કોઈ પણ ઇન્ડીયન કંપની નું બનેલું મોડલ લેશો તો તેની કિંમત હજી પણ ઓછી હશે.

વિડીયો  (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

,

by