સાહોની શૂટિંગ પછી લગ્ન કરી લેશે બાહુબલી પ્રભાસ, જાણો કોણ છે પ્રભાસની થનારી દુલ્હન

બાહુબલી ફિલ્મ સાથે માત્ર ભારત જ નહી પણ આખી દુનિયા પર છવાઈ ગયેલા પ્રભાસ, ખુબ લડી લાખો કરોડો દિલોને તોડવા જઈ રહ્યા છે. પ્રભાસના લગ્નની ખબરો ખુબ લાંબા સમયથી ઉઠી રહી છે. પણ અત્યાસ સુધી તેના પર કોઈ વાત પાક્કી વાત સામે નહોતી આવી રહી. પ્રભાસ પણ આ દિવસોમાં ફિલ્મ સાહોની શુટિંગમાં વ્યસ્ત છે, પણ તેની વચ્ચે તેમના લગ્નની ખબરો સામે આવી છે, જેને જાણીને લાખો કરોડો હસીનાઓનું દિલ તૂટી જશે. આ વાતને કન્ફર્મ પ્રભાસના મામાએ કરી છે.

પ્રભાસના મામાએ આપી ખબર :

પ્રભાસના મામા કૃષ્ણનમ રાજુએ આ વાતને પાક્કી કરી છે, કે પ્રભાસની ફિલ્મ સાહોની શુટિંગ પૂરી કર્યા પછી તે લગ્ન કરી લેશે. તેમણે સાફ કહી દીધું છે કે અત્યારે પ્રભાસ ફિલ્મમાં વ્યસ્ત છે, અને જેવી ફિલ્મ પૂરી થશે પ્રભાસ લગ્ન કરી લેશે. જણાવી દઈએ કે પ્રભાસના મામા કૃષ્ણનમ દક્ષીણના મોટા સ્ટાર છે. તે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં રિબેલ સ્ટારના નામે જાણીતા છે. પોતાના 79 માં જન્મદિવસ પર તેમણે આ વાત કન્ફર્મ કરી છે કે પ્રભાસ લગ્ન કરવાનો છે.

કૃષ્ણનમે કહ્યું કે સાહોની શુટિંગ પૂરી થતા જ તેમનો ભાણેજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેનો અર્થ છે કે બાહુબલીના સમયથી જ પ્રભાસના લગ્નની ખબરો સામે આવી રહી હતી. ફિલ્મની સકસેસ પછી એક સાથે 6000 માંગા પ્રભાસ માટે આવ્યા હતા. હાલમાં પ્રભાસની તરફથી પોતાના મામાએ આપેલા નિવેદનને લઈને કોઈ વાત સામે નથી આવી, તો અત્યારે આ પૂર્ણ રીતે મોહર નથી લગાવી શકતા.

કોણ બનશે પ્રભાસની પત્ની :

જણાવી દઈએ કે કૃષ્ણનમે લગ્નની વાત તો કીધી, પણ પ્રભાસની થનાર પત્નીના નામ પર કોઈ ખુલાસો નથી કર્યો. પ્રભાસનું નામ સૌથી વધુ એમની કોસ્ટાર અનુષ્કા સાથે જોડવામાં આવે છે. માન્યું કે તે પોતાના સંબંધને હંમેશા મિત્રતાનો સંબંધ જ જણાવે છે, અને ક્યારેય ખુલીને નથી કહ્યું કે તે એક બીજાને ડેટ કરી રહ્યા છે. ત્યાં જ ખબરો એવી છે કે તે પાછલા એક વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. પણ જેવું જ કોઈ તેમને પૂછે છે તે માત્ર એક બીજાને સારા મિત્રો માને છે.

બાહુબલી ફિલ્મમાં અનુષ્કાએ પ્રભાસની માં અને પત્ની બન્નેનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મથી તે બન્નેની કેમેસ્ટ્રી વધુ ખુલીને જોવા મળી હતી. ત્યાં સુધી કે એવા પણ સમાચાર હતા કે સાહોની શુટિંગ દરમિયાન અનુષ્કાનો ઘણી વાર પ્રભાસ માટે ફોન આવે છે. પ્રભાસ જયારે પણ સ્ટંટ કરી રહ્યો હતો તો અનુષ્કા કહેતી હતી કે ધ્યાનથી કરજો અને પોતાનું ધ્યાન રાખજો. ત્યાર પછી આ ખબર વધુ પાક્કી થતી દેખાઈ રહી છે કે બન્ને મિત્રોથી કઈક વધુ છે.

અનુષ્કાને ડેટ કરી રહ્યા છે પ્રભાસ :

હાલમાં જ રાજામૌલીએ પોતાની પુત્રીના લગ્ન કર્યા હતા, જેમાં બાહુબલી ટીમના બધા સ્ટાર નજર આવ્યા હતા. તે લગ્નમાં પણ લોકોનું ધ્યાન અનુષ્કા અને પ્રભાસની બોન્ડીંગ પર હતું. ત્યાં પ્રભાસ કોફી વિથ કરણનો ભાગ પણ બન્યા હતા. પ્રભાસને ખુબ શર્મિલા સમજતા હતા, પણ કરણના શો માં પ્રભાસે જામીને મસ્તી કરી હતી. કરણે પણ જાણવા માંગ્યું હતું કે પ્રભાસ અને અનુષ્કા શું છે. તેના પર પ્રભાસે કહ્યું હતું કે તે માત્ર મિત્રો છે. માન્યું કે તેમણે આ વાત પણ કબુલી હતી કે તે કોફી સેટ પર ખોટું પણ બોલી રહ્યા હતા.