પ્રધાનમંત્રી વય વંદન પેંશન યોજનાનો લાભ લેવા માટે આપવું પડશે આધાર

કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોની પેંશન યોજના પ્રધાનમંત્રી વય વંદન યોજના (PMVVY) ના સબસ્ક્રાઇબર્સ માટે આધાર કાર્ડને અનિવાર્ય કરી દીધું છે. આ સ્કીમ અંતર્ગત વાર્ષિક 8 ટાકા નિશ્ચિત રિટર્ન મળે છે. આ યોજનાનું સંચાલન લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈંડિયા (એલઆઇસી) તરફથી કરવામાં આવે છે. સરકારે આ પેંશન સ્કીમની જાહેરાત 2017-18 અને 2018-19 ના બજેટમાં કરી હતી.

નાના મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન :

નાના મંત્રાલય તરફથી આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે, જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે છે, અને એમની પાસે આધાર નંબર નથી તે આધાર માટે એનરોલ કરાવી લે.

આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવવા વાળા લોકોનું આધાર એનરોલમેન્ટ જરૂરી છે. જો ખરાબ બાયોમેટ્રિકને કારણે આધાર ઓથેંટિકેશન નથી થઈ રહ્યું, તો મંત્રાલયના નાણાકીય વિભાગને કાર્યપાલક એજન્સી તરફથી લાભાર્થીઓને આધાર નંબર ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી મદદ કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યાં બાયોમેટ્રિક, આધાર વન ટાઈમ પાસવર્ડ અથવા સમય આધારિત ઓટીપી ઓથેંટિકેશન પણ નથી થઈ રહ્યું, એવા લોકો આધાર લેટર દ્વારા ઓથેંટિસિટી કરાવી શકે છે.

2018 માં વધારી હતી રોકાણની સીમા :

2017 માં લોન્ચિંગના સમયે આ સ્કીમમાં 7.5 લાખ રૂપિયા સુધી મહત્તમ રોકાણ થઈ શકતું હતું. આ રકમને 2018-19 ના બજેટમાં બે ગણું કરીને 15 લાખ રૂપિયા પ્રતિ લાભાર્થી કરી દેવામાં આવ્યું હતું. એટલે કે જો કોઈ પરિવાર પતિ અને પત્ની બંને વરિષ્ઠ નાગરિક છે તો તે બંને વધુમાં વધુ 15-15 લાખનું રોકાણ કરી કુલ 30 લાખનું રોકાણ કરી બોનસનો લાભ ઉઠાવી શકે છે. પ્રધાનમંત્રી વય વંદન યોજનામાં રોકાણની સમય સીમાને બે વર્ષ વધારીને 31 માર્ચ 2020 સુધી કરી દેવામાં આવી છે. આ પહેલા એમાં રોકાણી સીમા 3 મે 2018 સુધી હતી.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.