પીએમ-ખેડૂત યોજના હેઠળ મોદી સરકારે કરોડો ખેડૂતોના ખાતામાં મોકલ્યા રૂપિયા 2000, આવી રીતે ચેક કરો

નવી દિલ્હી, મોદી સરકારે (Government of India) ખેડૂતોને મોટી ભેંટ આપી છે. સરકારે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) નો બીજો તબ્બકો શરુ થઇ ગયો છે. તેની હેઠળ સ્કીમનો ચોથો હપ્તો મોકલવાનું શુર કરી દીધું છે. ૧ ડીસેમ્બરના રોજ આ યોજનાનું એક વર્ષ પૂરું થઇ ગયું હતું.

કેન્દ્રીય કૃષિ મંત્રાલય (Ministry of Agriculture)ના અધિકારીઓએ જણાવ્યું કે ૨ કરોડ ૭૩ લાખ ખેડૂતોના બેંક ખાતામાં ચોથા હપ્તાના ૨-૨ હજાર રૂપિયા મોકલી દેવામાં આવ્યા છે. ઘણા લોકોના મનમાં એ વાત હતી કે શું આ સ્કીમ એક વર્ષમાં બંધ થઇ જશે. પરંતુ સરકારે બીજા વર્ષના પણ પૈસા મોકલીને એ જણાવી દીધું છે કે ખેડૂતોને આગળ પણ તેની હેઠળ પૈસા મળતા રહેશે.

ક્યા રાજ્યને કેટલા પૈસા મળ્યા

ચોથા તબ્બકામાં સૌથી વધુ લાભ મળ્યો છે યુપીને. અહીયાના ૭૦,૯૭,૨૪૬ ખેડૂતોના બેંક ખાતામાં ૨૦૦૦-૨૦૦૦ રૂપિયા મોકલવામાં આવ્યા છે.

રાજસ્થાનના ૧૫,૨૯,૫૦૪ લોકોને પૈસા મોકલવામાં આવ્યા છે, રાજસ્થાનમાં પહેલા તબ્બકા હેઠળ પૈસા મોકલવામાં ઘણી તકલીફ પડી હતી, કેમ કે ખેડૂતોનો રેકોર્ડ ન હતો.

આંધ્ર પ્રદેશના ૩૧,૧૯,૧૨૫ ખેડૂતોને બીજા તબ્બકાના પૈસા મોકલવામાં આવ્યા છે. જયારે તેલંગાનાના ૨૨,૧૭,૨૯૯ ખેડૂતને લાભ થયો છે.

બીજેપી શાસિત ગુજરાતમાં ૨૩,૬૪,૪૧૧, હરિયાણામાં ૮,૬૮,૩૦૮, હિમાચલમાં ૫,૨૨,૭૦૦ અને આસામમાં ૯,૨૬,૭૪૪ ખેડૂતોને ૨-૨ હજાર રૂપિયા મળ્યા છે.

ચોથા હપ્તામાં પૈસા મેળવવા માટે છે આ શરત

એમપી, એમએલએ, મંત્રી અને મેયરને પણ લાભ નહિ આપવામાં આવે, ભલે તે પણ ખેતી કરતા હોય.

કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી અને ૧૦ હજારથી વધુ પેન્શન મેળવતા ખેડુતોને લાભ નહિ,

ધંધાથી ડોક્ટર, એન્જીનીયર, સીએ, વકીલ, આર્કિટેક જે ક્યાય પણ ખેતી કરે છે, તો તેને લાભ નહિ મળે.

ગયા નાણાકીય વર્ષમાં ઇન્કમ ટેક્સની ચુકવણી કરવા વાળા તે લાભથી વંચિત રહેશે.

આમ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ/ચોથા વર્ગ/સમૂહ ડી કર્મચારીઓને લાભ મળશે.

લાભ મેળવવા માટે જાતે કરી શકો છો રજીસ્ટ્રેશન

હવે ખેડૂતે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે અધિકારીઓ પાસે નહિ જવું પડે. કોઈ પણ ખેડૂત પોર્ટલ ઉપર જઈને જાતે જ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે. તેનો હેતુ તમામ ખેડૂતોને સ્કીમમાં જોડવા અને રજીસ્ટર્ડ લોકોને સમયસર લાભ મોકલવાનો છે. કૃષિ મંત્રાલય (Ministry of Agriculture) ની આ સુવિધા શરુ થયા પછી રાજ્ય સરકારોને ખેડૂતો માહિતીમાં આવેલી ભૂલો ઠીક કરવામાં અને ચકાસણીમાં હવે સમય પહેલા કરતા ઘણો ઓછો લાગશે.

રજીસ્ટ્રેશન કર્યું છે તો સ્ટેટસ જાણો

જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા માટે અરજી કરી છે અને હજુ સુધી બેંક એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા, તો તેનું સ્ટેટસ જાણવું ઘણું સરળ થઇ ગયું છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચોધરીએ જણાવ્યું કે પીએમ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કોઈ પણ ખેડૂત ભાઈ પોતાના આધાર, મોબાઈલ અને બેંક ખાતા નંબર નોંધીને તેના સ્ટેટસની જાણકારી લઇ શકે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.