પ્રખ્યાત LOGO માં છુપાયેલ રહસ્ય. SBI થી લઈને Amazon ના લોગોનું છૂપું રહસ્ય જાણીને ચક્કિત થઇ જશો.

કોઈ પણ કંપનીઓનો લોગો તેની સૌથી મોટી ઓળખ હોય છે. અને સાથે જ ક્રિએટીવીટીની પણ. અને સાથે જ તમે લોગોનો અંદાઝ તમે તેની ઉપરથી લગાવી શકો છો કે કોઈ પણ પ્રસિદ્ધ લોગોને જોઈને તરત જ તમે તે કંપનીના નામને તમે તરત ઓળખી જાવ છો.

ઘણી વખત તમારા મગજમાં આવ્યું હશે કે આ કંપનીઓ શેના આધારે આ લોગો તૈયાર કરે છે? શું તે એ લોગો દ્વારા ગ્રાહકોને કોઈ સંદેશ પણ આપવા માંગે છે? કે પછી એમ જ લોગોને બનાવી દેવામાં આવે છે? તો આવો આજે અમે થોડા માહિતગાર કરીશું તમને જે પ્રસિદ્ધ કંપનીઓના એક લોગોમાં છુપાયેલા રહસ્યો વીશે, જે લોકો સામાન્ય રીતે નથી સમજી શકતા. કે પછી ધ્યાન બહાર કરી દે છે.

અમેઝોન :-

આ એક કંપની અમેઝોનનો લોગો શરૂઆતમાં જોઇને લાગ્યું હશે, કે એક તીર એક હાસ્ય દર્શાવી રહ્યું છે. જે કંપની પોતાના ગ્રાહકોના ચહેરા ઉપર પોતાની પ્રોડક્ટથી લાવવા માંગે છે. અને તે વાત છે પણ સાચી પરંતુ જો તમે ધ્યાન થી જોશો તો આ હાસ્ય વાળું તીર એ થી લઇને ઝેડ સુધી જઈ રહ્યું છે. તેનો અર્થ થયો કે અમેઝોન પાસે તમારા માટે એ થી લઇને ઝેડ સુધીની વિશાળ રેંજ ઉપલબ્ધ છે. એટલે તમને અમેઝોન પાસેથી બધું જ મળશે.

વીકીપીડીયા :-

વીકીપીડીયા એક મુક્ત જ્ઞાનકોશ છે. જે દુનિયાભરના એ લાખો યોગદાતાઓ દ્વારા લખવામાં આવે છે. જે તેને વહેચવા અને જાહેરાત કરવામાં રસ ધરાવે છે. આ વીકીપીડીયાનો લોગો ગ્લોગ જેવો રાખવામાં આવ્યો છે. પરંતુ આ ગ્લોગ એક અધુરો ગ્લોગ છે. જે અલગ અલગ ટુકડામાંથી બનાવવામાં આવ્યો છે. જેની ઉપર અલગ અલગ ભાષાઓમાં અક્ષર લખ્યા છે. જે વીકીપીડીયા શબ્દને દર્શાવે છે.

મોટાભાગે આ અક્ષર વીકીપીડીયાના પહેલા શબ્દના અક્ષરને દર્શાવે છે. પરંતુ જુદી જુદી ભાષાઓમાં અને જે ઉપરની તરફ ખાલી રહેલા છે તેનો અર્થ છે, તેમાં વીકીપીડીયા અધૂરું છે. અને ઘણી ભાષાઓ લખવાની બાકી છે. તમે ભલે કોઈપણ ભાષાના હો, તમે અહિયાં તમારું યોગદાન આપી શકો છો. શરૂઆતમાં વીકીપીડીયા યુઝર પોપ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

ટોયોટા :-

ટોયોટા કાર કંપનીનો દાવો છે કે તેના લોગોમાં બનેલી આકૃતિ લોકોનું દિલ ટોયેટા સાથે અને ટેકનીકલી મિલનનું સૂચક દર્શાવે છે. તેનાથી પણ મજાની વાત એ છે કે તમે ધ્યાનથી જોશો તો તમને આ લોગોમાં ટોયોટાનો આખો સ્પેલિંગ જોવા મળશે.

બ્રાસ્કીંગ રોબીન્સ :-

તે દુનિયાની માર્કેટમાં સૌથી મોટી છે તે ૩૧ ફ્લેવર માટે પ્રસિદ્ધ છે. કંપનીનો ગુલાબી અને વાદળી લોગો બીઆર દેખાય છે. જે કંપનીનું નામ બાસ્કીંગ રોબીન્સના નામનું સૂચક છે. અને સાથે જ તમને ૩૧ નંબર પણ દેખાશે જો કે ફ્લેવરને દર્શાવે છે.

હુન્ડાઈ :-

દક્ષિણી કોરિયાની કંપની હુન્ડાઈની કારો હાલના દિવસોમાં ભારતમાં ઘણી વેચાય છે. તેના લોગોમાં તમે જોયું હશે કે એક ઈંડાઆકાર ગોળામાં એચ લખેલો હોય છે. તમે વિચારતા હશો કે હુન્ડાઈનો પહેલો અક્ષર એચ હોય છે, એટલા માટે આવું લખવામાં આવ્યું હશે, પરંતુ તેની પાછળની કહાની કાંઈક અલગ જ છે. ખરેખર અહિયાં એચ એ વાતનું પ્રતિક છે ગ્રાહક અને કંપનીના પ્રતિનિધિ સાથે હાથ મિલાવી રહ્યા છે.

એસબીઆઈ :-

વર્ષ ૧૯૫૫ માં એસબીઆઈ એ તેનો લોગો અપનાવ્યો હતો. જેમાં એક વડનું ઝાડ હતું. તે લોગો વડના મજબુત થડ અને તમામ દિશાઓમાં પડવામાં સક્ષમ હોવાને લીધે અપનાવવામાં આવ્યો. આ લોગો વુદ્ધી, સફળતાનું પ્રતિક માનવામાં આવ્યું. પણ પાછળથી તેની ઘણી ચર્ચા પણ કરવામાં આવી. અને એવું માનવામાં આવ્યું કે આ વડની ઝાડ પોતાની આજુબાજુ કોઈ બીજા ઝાડ કે છોડને આગળ વધવાની તક નથી આપતું. એટલા માટે તેને દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

એસબીઆઈનો હાલનો લોગો શેખર કામક દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ લોકોને ૧ ઓક્ટોમ્બર ૧૯૩૧ માં બહાર પાડવામાં આવ્યો. એવું કહેવામાં આવે છે કે આં લોગોનો આઈડિયા અમદાવાદના કાંકરિયા તળાવ ઉપરથી લેવામાં આવ્યો. ગુગલ મેપ ઉપરથી આ તળાવ જોવાથી એવું જ દેખાય છે. આવો હવે આ લોગોની અંદર છુપાયેલા અર્થને સમજીએ.

આ લોગોનો સૌથી પહેલો અર્થ એ છે કે લોગો ઘાટા વાદળી સર્કલથી એકતા, અને પૂર્ણતાનો ભાસ થાય છે. વચ્ચે નાનું એવો ખાલી ભાગ એ જણાવે છે બેંકના મોટા આકાર હોવા છતાં પણ તે એક નાનો માણસ છે. જે બેંકના કેન્દ્ર સ્થાને રહે છે. લોગોનો બીજો અર્થ એ છે કે તે એક એ દર્શાવે છે કે ચાવી નાખવાનું કાણું જે એક મજબુતીનું પ્રતિક માનવામાં આવે છે.

તમે જોયું હશે કે વાદળી રંગના ગોળાકાર આકૃતિમાં એક એક ભાગ ખુલ્લો રહેલો છે. અને ત્રીજો અર્થ છે આ બેંકમાં પૈસા આવ્યા પછી તેનો નીકળવાનો એક જ રસ્તો છે. તે ગ્રાહક પોતે છે. એટલે આ લોગો દ્વારા એસબીઆઈ ગ્રાહકને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરે છે કે તમારા પૈસા આ બેંકમાં સંપૂર્ણ સુરક્ષિત છે.

ચોથો અર્થ છે, છે જે સર્કલ છે તે સ્ટેટ બેંકની તમામ બ્રાન્ચોને દર્શાવે છે. શેરો ગામડાની ગલીઓને દર્શાવે છે. બીજું કે તમે જ્યાં પણ જશો આ બેંકની શાખા તમારી દરેક જગ્યાએ સેવા કરવા માટે હાજર હશે. છે ને મજાનું.

મેકડોનાલ્ડ :-

દુનિયાની ઘણી મોટી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં રહેલી મેકડોનાલ્ડથી તો દરેક વ્યક્તિ માહિતગાર જ હશે. અને એ પણ જાણતા હશે કે એમ મેકડોનાલ્ડ મુ સૂચક છે. શું તમે જાણો છો કે ૧૯૬૦ ના દસકમાં જયારે મેકડોનાલ્ડ પોતાનો લોગો બદલવાની તૈયારી કરી રહી હતી, તો તેના ડીઝાઈન કંટકશન લુઇસ એ એમ ન કરવાની સલાહ આપી કેમ કે જાણે અજાણે લોકો આ લોગોમાં સ્તન જોવા લાગ્યા. જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને તેમની ભૂખ વધારે છે. તેના ૫૮ વર્ષ વીતી ગયા પણ મેકડોનાલ્ડનો એ લોગો આજે પણ લોકોને પોતાની તરફ ખેંચી રહ્યા છે.

પેપ્સી :-

પેપ્સીના લોગોને બનાવવા માટે લગભગ ૧ મિલિયન ડોનર ચૂકવ્યા હતા, હવે તમે વિચારી રહ્યા હશો કે, એવું શું વિશેષ છે તેમાં, તો અમે તમને જણાવી આપીએ કે જે એજંસી એ આ લોગો બનાવ્યો છે, તેના મુજબ આ લોગો પૃથ્વીની મેગ્નેટીક ફિલ કરાવે છે.

MAGNETIC FIELD, FENG SHUI, GEODYNAMICS, THEORY OF RELATIVITY દર્શાવે છે ભગવાન જાણે આની સાથે આ સોફ્ટ ડ્રીંકને શું લેવા દેવા છે? પણ તેમાં તમને એક હાસ્ય પણ દેખાઈ દે છે. લોકો એ તેના નવા લોગોની મજાક બનાવવાનું શરુ કરી દીધું છે. આ ફોટા દ્વારા જેમાં એ દર્શાવવા માં આવ્યું છે કે, પીણું પીવાથી આવું થાય છે.