સાંભળીને નહી કરો વિશ્વાસ, પણ ટુથપેસ્ટથી પણ સરળતાથી કરી શકાય છે પ્રેગનેન્સી ટેસ્ટ, જાણો કેવી રીતે?

માં બનવાનો અહેસાસ કોઈપણ મહિલાઓ માટે જીવનનો સુખદ અહેસાસ હોય છે, કેમ કે પ્રેગનેન્સીમાં મહિલાઓના શરીરમાં એક નવા જીવનું નિર્માણ થાય છે. ગર્ભવતી હોવાનો હળવો એવો અણસાર મહિલાઓને એ જાણવા માટે વિવશ કરી દે છે કે શું તે ખરેખર માં બનવાની છે.

ગર્ભાવસ્થા એક સુંદર સ્ટેજ છે, જે ઘણી મુશ્કેલીઓ છતાંપણ એક મહિલાને આ વિશ્વમાં એક નવા જીવને લાવવા માટેની શક્તિ ઉપર ગર્વની અનુભૂતિ કરાવે છે. તેથી આ ટેસ્ટ દરેક મહિલાઓના જીવનમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્રેગનેન્સી ટેસ્ટ (ગર્ભાવસ્થા પરીક્ષણ) ખુબ જ સરળ અને સાચી રીત છે તે જાણવું કે તમે પ્રેગનેન્ટ છો કે નથી. સૌથી પહેલા, તે જાણવું ઘણું જરૂરી છે કે ગર્ભાવસ્થા પરીક્ષણ કેવી રીતે કામ કરે છે, જેથી તમે પરીક્ષણના સાચા પરિણામ જાણી શકો.

ગર્ભાવસ્થાની શરૂઆત થવાથી, ભ્રુણ હ્યુમન કોરીઓનીક ગોનાડોટ્રોપીન (એચસીજી – Human Chorionic Gonadotropin – HCG) નામનું હાર્મોન ઉત્પાદન કરે છે. જો તમે ગર્ભવતી છો તો આ હાર્મોન તમારા પેશાબમાં મળી આવે છે. જ્યારે નીશેચિત ઈંડા ગર્ભાશયની દીવાલ સાથે ચોંટી જાય છે ત્યારે એચસીજી હાર્મોન મુક્ત થાય છે.

તમે ઘરે જ વગર કોઈ કીટે ઘણા સારા પરિણામ માટે ગર્ભાશય તપાસ કરી શકો છો. આમ તો બજારમાં પ્રેગનેન્સી ટેસ્ટ સ્ટ્રીપ્સ મળતી હોય છે. જેનો ઉપયોગ તમે ગર્ભાવસ્થાની પુષ્ઠી માટે કરી શકો છો. પણ જો તમને એ સ્ટ્રીપ્સ નથી મળી રહી કે હાલમાં નથી લાવી શકતા અને તમે એ જાણવા માટે ઉત્સુક છો, કે તમે ગર્ભવતી છો કે નહિ તો સામાન્ય ઘરેલું વસ્તુનો ઉપયોગ કરીને તમે આ પરીક્ષણ કરી શકો છો.

જો તમને પણ લાગે છે કે તમે ગર્ભવતી છો અને પ્રેગનેન્સીની તપાસ કરવા માગો છો તો રાહ કોની, તમે સરળતાથી ઘરે બેઠા પ્રેગનેન્સીનો ટેસ્ટ કરી શકો છો. જી હા ટુથપેસ્ટ દ્વારા તમે તમારી પ્રેગનેન્સીની તપાસ કરી શકો છો. તમને વિશ્વાસ નથી આવી રહેલ તો આવો આ આર્ટીકલ દ્વારા અમે તમારી આ દ્વિધા દુર કરીએ અને તમને જણાવીએ કે ઘેર બેઠા ટુથપેસ્ટથી કેવી રીતે પ્રેગનેન્સી ટેસ્ટ થાય છે.

ટુથપેસ્ટ દ્વારા પ્રેગનેન્સી ટેસ્ટ કરવા માટે તમારે સફેદ રંગની ટુથપેસ્ટ, સવારના સમયનો પહેલો પેશાબ, અને એક ગ્લાસની જરૂર રહે છે. એક ડીસ્પોજેબલ ગ્લાસમાં તમારો પહેલા પેશાબનો નમુનો લો. હવે આ પેશાબમાં એક ચમચી ટુથપેસ્ટ ભેળવી દો. પેશાબમાં ટુથપેસ્ટ ભેળવ્યા પછી જો તેનો રંગ બદલીને લીલો થઇ જાય છે, તો તે તમારા પ્રેગ્નેટ હોવાનો સંકેત આપે છે.

તે ઉપરાંત ફીણનો એક સાથે ભેગું થવું પણ પોઝેટીવ પ્રેગનેન્સીનો સંકેત છે. પણ જો તમને આ ઉપાય કરતી વખતે કોઈ ફેરફાર જોવા નથી મળતા તો તેનાથી સ્પષ્ટ થાય છે કે તમે પ્રેગ્નેટ નથી.

આમ તો ટુથપેસ્ટથી હોમમેડ પ્રેગનેન્સી ટેસ્ટ તમારા માટે એકદમ ઉપયોગી હોય છે, પણ દરેક ઉપાયની જેમ તેના પણ ઘણા ફાયદા અને નુકશાન છે. હવે પ્રશ્ન એ થાય છે ટુથપેસ્ટ દ્વારા પ્રેગનેન્સી ટેસ્ટ કેટલો સાચો છે. જી હા તે એકદમ સાચું છે કે સવારના સમયનો પહેલો પેશાબ ગર્ભાવસ્થાના લક્ષણો જાણવામાં મદદ કરે છે, કેમ કે તે સમયે એચસીજીનું લેવલ હાઈ હોય છે, જે સાચી રીતે પ્રેગનેન્સીના લક્ષણો જાણવામાં મદદ કરે છે.