પ્રેમની મિસાલ બની ચૂકેલા લક્ષ્મી અગ્રવાલ અને આલોક દીક્ષિત છેવટે કેમ થયા અલગ?

હિરોઈન દીપિકા પાદુકોણની બહુચર્ચિત ફિલ્મ છપાક ૧૦ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઇ ચુકી છે. તેમની આ ફિલ્મ એસીડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ ઉપર બની છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન લક્ષ્મી અગ્રવાલ, દીપિકા પાદુકોણ અને વિક્રાંત મૈસી સાથે જોવા મળ્યા.

લક્ષ્મીની સ્ટોરીને લગભગ બધા જાણે છે, અને જે ન જાણતા હતા તે લોકો છપાક ફિલ્મ જોયા પછી જાણી જ ગયા હશે. પરંતુ શું તમને ખબર છે? કે લક્ષ્મી અગ્રવાલને દિલ આપી દેવા વાળા આલોક દીક્ષિત આજે તેમની સાથે નથી. બંને વચ્ચેના સંબંધો હવે પુરા થઇ ગયા છે. અને આલોક દીક્ષિત અને લક્ષ્મી અગ્રવાલની એક દીકરી પીહુ પણ છે.

મધ્યમ વર્ગના કુટુંબ સાથે સંબંધ ધરાવતી લક્ષ્મીનો જન્મ ૧ જુન ૧૯૯૦ ના રોજ થયો હતો. લક્ષ્મી બાળપણથી જ ગાયક બનવાના સપના જોતી હતી. પરંતુ ૧૫ વર્ષની ઉંમરમાં તેનું સંપૂર્ણ જીવન જ બદલાઈ ગયું. જયારે ૩૨ વર્ષના એક યુવાનની નજર લક્ષ્મી ઉપર પડી. તે યુવકે લક્ષ્મી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ લક્ષ્મીએ જવાબમાં ના કહી.

ત્યાર પછી બદલો લેવાની આગમાં તેણે લક્ષ્મી ઉપર એસીડ એટેક કરાવી દીધો. ત્યાર પછી લક્ષ્મીનું સંપૂર્ણ જીવન એકદમ બદલાઈ ગયું. પરંતુ તેમણે હાર ન માની અને વર્ષ ૨૦૦૬ માં લક્ષ્મીએ એક પીઆઈએલ નાખીને સુપ્રીમ કોર્ટમાં એસીડ ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી.

લક્ષ્મીને યુએસ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા દ્વારા ૨૦૧૪ માં ‘આંતરરાષ્ટ્રીય મહિલા સમ્માન પુરસ્કાર’ પણ મળી ચુક્યો છે. ‘Stop Acid Attacks’ કેમ્પેન ચલાવવા દરમિયાન લક્ષ્મીની મુલાકાત આલોક દીક્ષિત નામના વ્યક્તિ સાથે થઈ. આલોક દીક્ષિત પત્રકારિતા છોડીને એસીડ એટેક પીડિતો માટે અભિયાન ચલાવે છે. આલોક અને લક્ષ્મીએ મળીને આ લડાઈ લડી. તે દરમિયાન બંનેને પ્રેમ થઇ ગયો.

ત્યાર પછી બંનેએ સાથે લીવ ઇનમાં રહેવાનો નિર્ણય લીધો. બંનેને ત્યાર પછી એક દીકરી પીહુ થઈ. પીહુના જન્મના થોડા સમય પછી જ આલોક અને લક્ષ્મીએ અલગ થવાનો નિર્ણય કરી લીધો. આમ તો બંનેએ ક્યારે પણ તેના વિષે વાત નથી કરી. લોકો તે જાણવા માંગે છે કે, ખરેખર પ્રેમનું ઉદાહરણ બની ગયેલા આલોક દીક્ષિત અને લક્ષ્મી અગ્રવાલે અલગ થવાનો નિર્ણય કેમ કર્યો?

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.