બોલીવુડની પ્રેરણાને મડયા જામીન, 8 મહિના પછી જેલમાંથી બહાર આવીને બોલી : હું બધાની માફી માંગુ છું

બોલીવુડ ડેસ્ક. ‘પેડમેન’ અને ‘પરી’ જેવી ફિલ્મની પ્રોડ્યુસર પ્રેરણા અરોડા જામીન ઉપર જેલમાંથી બહાર આવી છે. તે છેલ્લા 8 મહિનાથી છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ હતી. રિપોર્ટ પ્રમાણે, મુંબઈ ઈકોનોમી ઓફેન્સ વિંગ (આઇઓડબ્લ્યુ) એ પ્રેરણા, પ્રોડ્યુસર હાઉસ ક્રિઅર્જ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની ડાયરેક્ટર પ્રોતિમા અને પ્રમોટર અર્જુન કપૂરને 3.16 કરોડના ફ્રોડ કેસમાં અરેસ્ટ કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણે જણાએ પ્રોડ્યુસર વાશુ ભગનાની પાસેથી પેડમેન અને કેદારનાથ માટે પૈસા ઉધાર લીધા હતા. પરંતુ તેમણે વાશુને પૈસા પાછા આપ્યા જ નહિ.

જેલથી બહાર આવતા જ માંગી માફી :

પ્રેરણાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, તે 16 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવી હતી. પરંતુ ઘરે પહોંચ્યા પછી તેણે પોતાને લો પ્રોફાઈલ રાખી. તે કહે છે કે, “જેલમાંથી પાછા આવ્યા પછી હું કેટલાક મંદિરમાં ગઈ. મેં ભગવાનમાં વિશ્વાસ શરુ કર્યો. હું એ બધાની માંફી માંગુ છું, જેને અજાણતા જ મારાથી તકલીફ થઇ છે. બસ હું એટલું જ કહેવા માંગુ છું કે, મને જિંદગીના સાચા મૂલ્યોનો અનુભવ થઇ ગયો છે. આ કઠણ સમયમાં મારી સાથે ઉભા રહેવા માટે મારા માતાપિતાનો હું આભાર માનું છું.”

વાશુ ભગનાની માટે મારા મનમાં કોઈ કડવાશ નથી :

પ્રેરણા આગળ કહે છે કે, “હું નથી જણાતી કે શું કહેવું? વાશું માટે મારા મનમાં કોઈ કડવાશ નથી. આ એક ભૂલ હતી જે મારાથી થઇ ગઈ. જો મારી પાસે કોઈ મોટી મેટર હોત તો આવી રીતે ભૂલ ના થાત. પરંતુ હવે હું પાછી આવી ગઈ અને ફિલ્મ બનાવવાનું કામ શરુ રાખીશ. મને સેટ થતા થોડો સમય લાગશે, પરંતુ હવે હું ક્યાંય નહિ જાઉં.”

જેલમાં ખબર પડી પૈસા અને સમયની કિંમત :

પ્રેરણા કહે છે કે, “જેલમાં મેં કેટલીય વસ્તુ શીખી. ત્યાં મેં પૈસા અને સમયની કિંમત જાણી. મારામાં કોઈ ફેરફાર આવ્યો છે, એના વિષે હું વિસ્તારથી થોડા સમયમાં વાત કરીશ, પરંતુ સાચો સમય આવશે ત્યારે.”

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.