હંમેશા આપણને ઘણી જાતની વાર્તાઓ બાળપણના સમયમાં સંભળાવવામાં આવી હતી. તેમાંથી અમુક વાર્તાઓ સાચી હોતી હતી તો થોડી વાર્તાઓ ખોટી હોતી હતી. તમને બાળપણના દિવસોમાં એક વાર્તા પારસ પથ્થર વિષે પણ સંભળાવવામાં આવતી હતી. પારસ પથ્થર વિષે કહેવામાં આવે છે, કે આ એક એવો જાદુઈ પથ્થર હોય છે જે કોઈપણ ધાતુને સોનામાં ફેરવી દે છે. આ પથ્થરને અડતા જ કોઈ ધાતુ સોનાની બની જાય છે.
આમ તો તેવું હકીકતમાં થાય છે કે નહી, તેના વિષે કંઇ નથી કહી શકાતું. બાળપણમાં તેના વિષે બધાએ વાર્તામાં સાંભળેલ હશે, જેમાં પથ્થર વિષે વાત કરવામાં આવી હશે. આ પથ્થરની ખૂબી વિષે જાણીને દરેક એવું વિચારશે જો પોતાની પાસે પણ આ ચમત્કારી પથ્થર હોત તો કેટલું સારું રહેતે. હવે સૌથી મોટો પ્રશ્ન એ આપણી સામે આવે છે, કે જે પથ્થર વિષે આટલી વાર્તાઓ અને કિસ્સા જાણીતા છે, શું તે ખરેખરમાં છે કે બસ વાર્તાઓમાં જ છે?
કિલ્લામાંથી પથ્થર કાઢવાનું સહેલું કામ નથી :
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તમારા આ પ્રશ્નનો જવાબ હા છે. આજે આપણી વચ્ચે આ દુનિયામાં પારસ પથ્થર રહેલ છે. એક કિલ્લામાં આ પથ્થરને સુક્ષિત રાખવામાં આવેલ છે, અને જાણીને નવાઈ થશે કે આ કિલ્લો બીજે ક્યાય નહી પણ ભારતમાં જ છે.
તમને જણાવી દઈએ ભોપાલથી લગભગ ૫૦ કી.મી. દુર આવેલ આ કિલ્લામાં પારસ પથ્થરને સુરક્ષિત રાખવામાં આવેલ છે. તે કારણ છે કે દર વર્ષે અહિયાં ઘણા લોકો ખોદકામ માટે પહોચી જાય છે. પણ કિલ્લામાંથી આ પથ્થર કાઢવો કોઈ સહેલું કામ નથી.
રાજાએ છીનવાઈ જવાના ડરથી આ પારસ પથ્થરને તળાવમાં ફેંકી દીધો :
તમે વિચારતા હશો કે છેવટે કિલ્લામાંથી પથ્થર કાઢવો સહેલું કામ કેમ નથી. તમને જણાવી દઈએ કે આ પથ્થરની ચોકીદારી કોઈ બીજું નહી પણ જીન્ન કરે છે. ભોપાલના પહાડની ટોંચ ઉપર આવેલ આ કિલ્લાને રાયસેનના કિલ્લાના નામથી ઓળખવામાં આવે છે. આ પથ્થર સાથે જોડાયેલ ઈતિહાસ ઘણો જ રોમાંચક છે.
જાણકારી મુજબ આ કિલ્લાના રાજા રાયસણ પાસે આ પથ્થર હતો. જેના કારણે તેમને ઘણા યુદ્ધ પણ લડવા પડ્યા હતા. એક યુદ્ધમાં રાજા હારી ગયા અને પથ્થર છીનવાઈ જવાના ડરથી તેમણે આ એક તળાવમાં ફેંકી દીધો. યુદ્ધ દરમિયાન રાજાનું મૃત્યુ થઇ ગયું.
અત્યાર સુધી ઉપડી નથી શક્યો સત્યનો પડદો :
રાજાના મૃત્યુ પછી કિલ્લો એકદમ વેરાન થઇ ગયો. એવું કહેવામાં આવે છે કે આજે પણ પારસ પથ્થર આ કિલ્લામાં ક્યાંકને ક્યાંક રહેલો છે, અને તેની ચોકીદારી એક જીન્ન કરે છે. આમ તો અહિયાં જીન્ન છે કે નહી તેની કોઈ સાબિતી મળેલ નથી, પણ અહિયાં ઘણા લોકો પારસ પથ્થરની શોધમાં આવતા રહે છે, તેની ઘણી સાબિતી રહેલ છે.
ઘણા લોકો પારસ પથ્થરની શોધ માટે તાંત્રિકોનો સહારો લે છે. તમને જાણીને નવાઈ થશે કે પુરાતત્વ વિભાગ પણ પારસ પથ્થરની શોધમાં લાગેલી છે. પણ તેમને હજુ સુધી કંઈ નથી મળ્યું. ઘણા લોકોનું ત્યાં સુધી કહેવું છે કે આ પથ્થરનું રક્ષણ જીન્ન કરે છે, તેથી અહિયાં જે પણ પથ્થરની શોધમાં આવે છે, તે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે છે. છેવટે શું સત્ય વિષે હજુ સુધી તેના ઉપરથી પડદો ઉઠી શક્યો નથી.