કુકર નથી કરી રહ્યું સારી રીતે કામ તો આ ઉપાય કરશે મદદ, જાણો ઉપયોગી કિચન ટીપ્સ.

જો તમારા ઘરનું કુકર સારી રીતે કામ નથી કરી રહ્યું તો આ રીતે ઘરે બેઠા જ તેને રીપેર કરી શકો છો.

ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં કુકરનો ઉપયોગ ન થતો હોય. ઘણી વખત કુકર જુના થઇ જતા જ તેનું કામ ઓછુ થઇ જાય છે અને પ્રેશર બીલ્ડ અપ પણ ખલાસ થઇ જાય છે. તેથી ઘણા લોકો પ્રેશર કુકરને રીપેર કરાવવા લઇ જાય છે, તો ઘણા લોકો નવું કુકર ખરીદી લે છે અને તેને ખુબ મોટું કામ માને છે, પણ કેટલીક વસ્તુ એવી પણ છે જે ઘણી સરળતાથી ઘરે જ રીપેર કરી શકાય છે.

જો તમારા પ્રેશર કુકરમાં મેંટેનેંસને કારણે કોઈ સમસ્યા આવી રહી છે તો તમારું પ્રેશર કુકર ઘરે જ ઠીક થઇ શકે છે. તો આવો કુકરને લઈને કેટલીક સરળ એવી ટ્રીક તમને જણાવીએ.

(1) જો કુકરમાં પ્રેશર નથી બીલ્ડ થઇ રહ્યું તો શું કરવું? જો તમારા પ્રેશર કુકરમાં પ્રેશર બીલ્ડ નથી થઇ રહ્યું તો તમારે સૌથી પહેલું કામ કરવાનું છે તેની રબરની રીંગનું ચેકિંગ. પ્રેશર કુકરની ગાસ્કેટમાં જો એક કાપો પણ લાગી જાય છે તો પણ તે પ્રેશર બીલ્ડ અપ નહિ કરે અને જો તે રબર ઘણું જુનું થઇ ગયું છે તો પણ એવું જ થશે. તેને દર 6 મહિનામાં બદલી દો. તે તમારા પ્રેશર કુકરનું આયુષ્ય પણ જાળવી રાખશે અને સાથે સાથે તમને સુરક્ષિત પણ રાખશે કેમ કે ઘણી વખત રબરની રીંગને કારણે કુકરમાંથી ખોટી જગ્યાએથી વરાળ નીકળવાનું પણ શરુ થઇ જાય છે જે તમને દઝાડી શકે છે.

(2) વરાળ થઇ રહી છે લીક : જો તમારા પ્રેશર કુકરની વરાળ વારંવાર લીક થઇ રહી છે તો તેનું એક કારણ તો પ્રેશર કુકરની રબરની રીંગ હોઈ શકે છે અને બીજું કારણ ઢાંકણામાં કોઈ ખરાબી પણ હોઈ શકે છે.

જો તમારા પ્રેશર કુકરના ઢાંકણામાં સમસ્યા છે તો તમારે એક વખત તેને રીપેર કરાવવું જ પડશે. તેને એમ જ વાપરવું યોગ્ય નથી. જો ગાસ્કેટની સમસ્યા છે તો બની શકે છે કે તે માત્ર ગાસ્કેટની સફાઈથી ઠીક થઇ જાય. તે એરિયો જ્યાં તે રબરની રીંગ લગાવવામાં આવે છે તેને અને રબરની રીંગને વધુ સારી રીતે સાફ કરો. ધ્યાન રાખો કે એમ કરવામાં પણ ક્યાંક કોઈ કાપો રબરમાં ન લાગી જાય. તે એરિયાની સફાઈને ઘણા લોકો ધ્યાનબહાર કરી દે છે જેથી સ્ટીમ બીલ્ડ અપ થવામાં તકલીફ પડે છે.

(3) ખાવાનું દાઝી રહ્યું છે કે વરાળ નીકળતી જ જઈ રહી છે : બની શકે છે કે તમારા પ્રેશર કુકરમાં વધારાનું પ્રેશર બની રહ્યું છે અને તેનું કારણ એ હોઈ શકે છે કે તમારા વાલ્વ કે સીટીમાં કોઈ કચરો ફસાઈ ગયો હોય. સૌથી પહેલા તો વધારાના પ્રેશર બીલ્ડ અપ થવું વધુ ખતરનાક હોય છે કેમ કે તેનાથી તમારુ કુકર ફાટવાનું જોખમ ઉભું થઇ શકે છે.

તમારે કરવાનું એ છે કે તમારા કુકરના વાલ્વ અને સીટીને સારી રીતે સાફ કરવાનું છે. ઘણી વખત ફૂડ પાર્ટીકલ્સ તેમાં ફસાઈ જાય છે અને તેનાથી તકલીફ વધુ થાય છે. તમારે તેને હંમેશા સાફ કરતા રહેવું જોઈએ જેનાથી તમારા પ્રેશર કુકરના એ સમસ્યા વારંવાર ન આવે.

(4) ખાવાનું બનાવવામાં લઇ રહ્યું છે વધુ સમય : જો પ્રેશર કુકરમાં ખાવાનું બનવામાં વધુ સમય લાગી રહ્યો છે તો તેના ઘણા કારણ હોઈ શકે છે, જેમ કે તમે ઘણું વધુ પાણી નાખી દીધું છે, તમે ફ્રોઝન ફૂડ સીધા કુકરમાં નાખી દીધા છે, લીક્વીડ વધુ ઘટ્ટ છે, પાણી પૂરતા પ્રમાણમાં નથી વગેરે. એવા સમયે તમારે કુકર માંથી બધું પ્રેશર કાઢી લઇ અંદરની સ્થિતિ જોવી જોઈએ. જો તમારે આમાંથી કોઈ સમસ્યા જોવા મળી રહી છે તો તે ઠીક કરવાનો પ્રયત્ન કરો.

(5) કુકરનું ઢાંકણું બહાર નથી આવી રહ્યું : જો પ્રેશર કુકરની અંદર ખુબ વધુ પ્રેશર બીલ્ડ અપ થઇ ગયું છે અને તેનું ઢાંકણું બહાર નથી આવી રહ્યું તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. અથવા તો તમારું ઢાંકણું ડેમેજ થઇ ગયું છે, અથવા તો વાલ્વના બંધ થઇ જવાને કારણે સ્ટીમ નથી નીકળી શકતી, કે પછી તમારા કુકરનું બધું પાણી સુકાઈ ગયું છે.

એવા કેસમાં સીટી ઉપર ઉપાડીને પ્રેશર કાઢવાનો પર્યટન કરો અને તેની સાથે જ પ્રેશર કુકરના ઢાંકણાની ઉપર ઠંડું પાણી નાખો. તેનાથી ઘણો ફરક પડશે.

આ બધા ઉપાય તમારા પ્રેશર કુકરનો સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરશે. જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રો, સંબંધિઓને અને ફેસબુક ઉપર જરૂર શેર કરજો.

આ માહિતી હર જીંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.