જયારે પ્રિયંકાએ કપિલને પૂછ્યું : માં અને પત્ની એક સાથે બોલાવે તો પહેલા કોની પાસે જઈશ? મળ્યો આવો જવાબ.

પ્રિયંકાએ કર્યો સવાલ “માં અને પત્ની બંને સાથે બોલાવે તો પહેલા કોની પાસે જઈશ?” કપિલે આપ્યો તેનો આવો મજેદાર જવાબ.

દેશનો પ્રખ્યાત કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ઘણા મહિનાઓથી ટીવી પર પ્રસારિત થઈ રહ્યો નથી. વાત એમ છે કે, કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ બંધ થઈ ગયો છે. કાયમ માટે બંધ નથી થયો, ફક્ત થોડા સમય માટે બંધ થયો છે. અને કપિલ શર્મા પોતે પણ જણાવી ચુક્યા છે કે, તે પોતાના શો ને જલ્દી જ નવા અવતારમાં લઈને પાછા આવવાના છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે, નવા અવતારમાં શો માં નવા ચહેરા પણ જોવા મળી શકે છે.

‘ધ કપિલ શર્મા શો’ શનિવાર અને રવિવારે સોની ટીવી પર આવતો હતો, પરંતુ 31 જાન્યુઆરી પછી આ શો નો કોઈ એપિસોડ પ્રસારિત થયો નથી. ભલે આ શો હમણાં બંધ છે, પણ આ શો ને લઈને નવી નવી વાતો સામે આવતી રહે છે. હાલમાં એક જુનો અને રોચક કિસ્સો ચર્ચામાં આવ્યો છે, જયારે કપિલ શર્મા શો માં પ્રખ્યાત અને સુંદર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આવી હતી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, નિક જોનસ સાથે લગ્ન કર્યા પછી 2019 માં પ્રિયંકા ચોપડા કપિલ શર્મા શો પર મહેમાન તરીકે પહોંચી હતી. તે પોતાની ફિલ્મ ‘સ્કાઈ ઈઝ પિંક’ ના પ્રમોશન માટે આવી હતી. આ દરમિયાન કપિલ અને પ્રિયંકાએ ખુબ મસ્તી-મજાક કરી હતી.

વાતચીત દરમિયાન પ્રિયંકા ચોપડા કપિલને કેટલાક એવા સવાલ પૂછી લે છે કે, કપિલ સમજી શકતા નથી કે તેનો જવાબ શું આપવો. પણ કપિલ રહ્યા કોમેડી કિંગ, એટલે તેમણે પોતાના જવાબથી દર્શકોને હસાવવાં પર મજબૂર દીધા હતા. પ્રિયંકાએ કપિલને સવાલ કર્યો હતો કે, ‘જો તમને એક તરફ 2 કરોડ રૂપિયા મળે અને બીજી તરફ 6 છોકરીઓની સાથે માલદીવમાં હોલીડેની મજા માણવા મળે તો તું શું પસંદ કરશે?

કપિલનો જવાબ : કપિલ શર્માએ આ શાનદાર સવાલનો જવાબ પણ ખુબ જોરદાર આપ્યો હતો. તેમણે જવાબ આપ્યો કે, ‘હું 2 કરોડ લઈશ કારણ કે સેમ પેકેજ તો હું 60 હજાર રૂપિયામાં બુક કરી લઈશ.’ કપિલનો આ જવાબ સાંભળીને પ્રિયંકા અને અર્ચના પૂરણ સિંહ સાથે બધી ઓડિયન્સ જોર-જોરથી હસવા લાગી.

ત્યાં પ્રિયંકાએ કપિલને હજુ એક મજેદાર સવાલ કરતા પૂછ્યું કે, ‘એક તરફથી ગિન્ની બોલાવે અને એક તરફથી માં તો કોની પાસે પહેલા જઈશ? તેના પર કપિલની મમ્મીએ કહ્યું કે, ‘પહેલા તો પત્ની પાસે જ જશે’. આ સાંભળ્યા પછી કપિલ શર્મા કહે છે કે, ‘દુનિયા કહે છે કે લગ્ન પછી દીકરો બદલાઈ ગયો, પણ અહીં તો માં જ બદલાઈ ગઈ’. તેના પર લોકો ખૂબ હસવા લાગ્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.