વાયરલ થયો પ્રિયંકા ચોપડાનો ડ્રાઈવિંગ કરતો ફોટો, ફેન્સ બોલ્યા – ‘સલમાનની જેમ, તમે પણ….’

બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે એક ઈન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે. પ્રિયંકા ચોપરા આજકાલ મુંબઈમાં પોતાના આવનારા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. તે પોતાના ડેઈલી અપડેટસ ઈંસ્ટાગ્રામ ઉપર પિક્ચર્સ દ્વારા શેયર કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકાએ મુંબઈમાં કાર ડ્રાઈવિંગ કરતા પોતાના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે.

આ ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરાનો આ ફોટો જોયા પછી તેમના ફેંસનું કહેવું છે કે, પ્રિયંકાએ પોતાની રાઈટ સાઈડ ડ્રાઈવિંગને સુધારવાની જરૂર છે. જેમ કે પ્રિયંકા ચોપરા મોટાભાગે યુએસમાં રહે છે, અને ત્યાંની લાઈફસ્ટાઈલ સંપૂર્ણ રીતે અપનાવી ચુકી છે.

યુએસની લાઈફ સ્ટાઈલની ઝલક પ્રિયંકા ચોપરાની ડ્રાઈવિંગમાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ ફોટા પોસ્ટ કર્યા પછી તેમના પ્રશંસક તેને સલાહ આપી રહ્યા છે કે, તેને ઇંડિયામાં ડ્રાઈવિંગ તરફ વધુ પ્રેક્ટીસ કરવાની જરૂર છે. વિદેશમાં ભારતની વિરુદ્ધ લેફ્ટ સાઈડ ડ્રાઈવિંગ સીટ હોય છે. જેને કારણે જ ડ્રાઈવિંગનો સંપૂર્ણ શેડ્યુલ બદલાઈ જાય છે.

એક ફેને આ ફોટા ઉપર કમેન્ટ કરી કે, ઇંડિયામાં યુએસ સ્ટાઈલ. ત્યાં થોડા પ્રશંસકોએ પ્રિયંકા ચોપરાને પ્રશ્ન પૂછ્યો કે, રાઈટ સાઈડ ડ્રાઈવિંગ સીટ ઉપર ડ્રાઈવિંગ કરવામાં તેને કેવું લાગી રહ્યું છે? પ્રિયંકા ચોપરા ન્યુયોર્કથી દિલ્હી આવી હતી. અહિયાં થોડા દિવસોનું શુટિંગ પૂરુ કર્યા પછી તે વર્ક કમીટમેંટને કારણે મુંબઈમાં રોકાઈ છે.

પ્રિયંકા ચોપરાના આ ફોટામાં તેનો ડ્રેસ જોવા મળી રહ્યો છે. પરંતુ મિરરમાં ગોગલ્સ લગાવેલા અને સ્ટેરીંગ પકડેલુ જોવા મળી રહ્યું છે. પ્રિયંકાનો આ અંદાજ ઘણો જ જોરદાર લાગી રહ્યો છે. પ્રિયંકા ચોપરા છેલ્લી વખત ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં હતા.

આજકાલ પ્રિયંકા ચોપરા નેટફ્લિક્સના એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. ‘ધ સ્કાઈ ઈસ પિંક’ માં પોતાના અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવનારી પ્રિયંકા ચોપરા આજકાલ ‘ધ વાઈટ ટાઈગર’ ના શુટિંગમાં વ્યસ્ત છે. ‘ધ વાઈટ ટાઈગર’ માં પ્રિયંકા સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

તે ઉપરાંત પ્રિયંકા ઘણી જલ્દી સુપર હીરો ફિલ્મ ‘વી કેન વી હીરોઝ’ માં પણ જોવા મળવાની છે. પ્રિયંકા કોમેડિયન ‘ભીંડી કલિંગ’ સાથે એક બીજી ફિલ્મમાં પડદા ઉપર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. થોડા દિવસો પહેલા પ્રિયંકા ચોપરાએ ઈંસ્ટાગ્રામ ઉપર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે દિલ્હીના પ્રસિદ્ધ દોલત ચાટ ખાતા જોવા મળી રહી હતી.

દિલ્હીની આ એવોર્ડ વિનિંગ રેસ્ટોરેન્ટમાં આ ચાટ મલાઈદાર મેવાથી ભરપુર હોય છે, અને તેને ૫૦૦ ની નોટ સાથે સર્વ કરવામાં આવે છે. પ્રિયંકા ચોપરાએ પોતાના આ ફોટાને શેયર કરતા કેપ્શનમાં લખ્યું, મારી મીઠાઈમાં કેશ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.