નીચેના વિડીયો માં સાંભળો સાહ્યબો મારો ગુલાબ નો છોડ…..નયનને બંધ..તારી આંખનો અફીણી
સાહ્યબો… મારો ગુલાબનો છોડ….હે… ક્યારે પૂરા થશે મનના કોડ ? કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં ભમરાની જેમ તો ય માની જો જાય તો કહેવી છે વાત એવી મારે પણ કાનમાં હે..
મારા જોબનનું ઉગ્યું પરોઢ કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
નયનને બંધ રાખીને નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો…
હે તારા રૂપની…. તારી આંખનો અફીણી…
Vocals: Priyanka Kher
Music: Parth Thakar ( Music of Partho)
Mixed and Mastered by: Rakesh Munjariya
Video(concept): Vikas Patel
Video: Dwij Trivedi, Nikul Darji, Raj Patel
Special Thanks: Dharti Patel and Jay Patel
Recorded at M3 Digital studio, Ahmedabad (Maulik Mehta)
Original credits:
Song: Nayan Ne Bandh
Gujarati Composer-Manhar Udhas
Lyrics:Gujarati: Manhar Udhas (Ghazal)
દિલીપભાઈ ધોળકિયા આ ગીત વિષે એમના એક ઈન્ટરવ્યું માં કહે છે એ જ્યારે રેડિયો માં નોકરી કરતા ત્યારે એમનું એક ગ્રુપ બની ગયેલું જેમાં બરકત વિરાણી, ગીજુભાઈ વ્યાસ, ધીરુભાઈ દાણી,વેણીભાઈ પુરોહિત, નંદ કુમાર પાઠક હતા એ વખતે વોર ટાઈમ હતો એટલે ૫ વાગે બંધ થઇ જાય ત્યારે એમના ગ્રુપ ની ઓફીસ શરુ થાય એમાં એક ગીત જન્મ્યું.
બરકત વિરાણીએ સ્ટોરી લખેલી સિનારિયો, બળવંત ભટ્ટે ડાયરેક્ટ કરેલું એમાં એક ડાયલોગ આવ્યો હીરો અરવિંદ એને ચરસ નો શોખ એ ચરસ બહુ પીવે એમાં હિરોઈન એને કે કે તું ચરસ છોડી દે તો હું તારી સાથે લગન કરું ને પ્રેમ કરું એમાં બરકત વિરાણીએ ડાયલોગ આપેલો હીરો બોલે કે આજથી આ ચરસ છોડી દીધું આજથી તારો આંખનો અફીણી તારા બોલ નો બંધાણી વેણી ભાઈ પુરોહિતે આ લાઈન લઇ લીધી અને એની ઉપર ગીત બનાવ્યું જેમાં અજીત મર્ચન્ટે મ્યુઝીક આપેલું.
આ ગીત પર આજે પણ નવયુવાનો અને ગીતો નાં શૌખીનો ખુબ ગાય છે ૬ દાયકા થી વધુ જુના આ ગીત ને દરેક કલાકાર પોતાના રૂપ માં પ્રસ્તુત કરતા રહે છે.
યુટ્યુબ પર Priyankakher Music પર પણ તમે બીજા સરસ વિડીયો જોઈ શકો છો. અત્યારે નીચેના વિડીયો માં સાંભળો સાહ્યબો મારો ગુલાબ નો છોડ…..નયનને બંધ..તારી આંખનો અફીણી
વિડીયો
ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.