પ્રિયંકાએ ઈશા અંબાણીના ઘરે પોતાના હાથે બનાવી આઈસ્ક્રીમ, કહ્યું આલિયા ‘યુ મિસ્ડ ઈટ’

આમ તો બોલીવુડમાં અવાર નવાર પાર્ટીઓ થતી હોય છે, અને એની ચર્ચા મીડિયામાં ઘણી થતી હોય છે. પણ આજે અમે જે પાર્ટી વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, એ ખાસ કરીને થોડી વિશેષ પ્રકારની પાર્ટીની માહિતી છે.

મિત્રો, થોડા દિવસોથી પ્રિયંકા ચોપડાના એની બહેન પરણિતી ચોપડા સાથેના ઘણા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. જે કદાચ તમે જોયા પણ હશે. આ બંને બહેનોએ હાલમાં જ ઈશા અંબાણીના ઘરે ગર્લગેંગ સાથે નાઈટ આઉટ કર્યુ હતું. અને આજે અમે એ નાઈટ આઉટના વિશેષ ફોટા લઈને આવ્યા છીએ. અને આ લેખમાં તમે એ પણ જાણશો કે એમણે ત્યાં શું શું કર્યું?

પ્રિયંકા ચોપડા પોતાની બહેન પરણિતી ચોપડા સાથે ઈશા અંબાણીના ઘરે પહોંચી, અને ત્યાં તેમણે પોતાની ગર્લગેંગ સાથે જોરદાર મસ્તી કરી. પરણિતી ચોપડા સાથે ત્યાં સૃષ્ટિ બહલ અને તમન્ના શર્માએ મસ્તી ભરેલી નાઈટ આઉટ કરી. તે દરમિયાન ઘરમાં જ બધાએ સાથે મળીને આઈસ્ક્રીમ પણ બનાવી.

ઘરમાં આઈસ્ક્રીમ બનાવવા માટે પ્રિયંકા પોતાની ગર્લગેંગ સાથે કેટલી ઉત્સાહિત જોવા મળી હતી, એ વાત ફોટામાં સ્પષ્ટ જોવા મળી રહી છે. આ ફોટા પ્રિયંકાએ શેયર કર્યા અને તેના ઉપર કૈપ્સનમાં લખ્યું,

“ઈશા અંબાણી જે આ પાર્ટીની હોસ્ટ છે, તેનો આભાર.”

ગર્લ નાઈટ આઉટમાં કરી આટલી બધી મસ્તી :

મોટી બહેન પ્રિયંકાની પોસ્ટ ઉપર પરણિતી ચોપડાએ કમેન્ટ કરી અને લખ્યું કે, ‘બેસ્ટ નાઈટ એવર.’ ફોટામાં તમામ ગર્લ્સ કમ્ફર્ટેબલ જોવા મળી રહી છે, અને તે એટલી ક્યુટ સ્માઈલ્સ આપી રહી છે કે ન પૂછો વાત. પરણિતી ચોપડાએ આ સરસ ગર્લ નાઈટ આઉટનો એક ફોટો શેયર કર્યો. આ ફોટા ઉપર પરણિતી ચોપડાએ કૈપ્શન લખ્યું,

“અમે ઘરે જ આઈસ્ક્રીમ બનાવી. અને આ એક માત્ર એવી વસ્તુ છે જેને અમે લોકોની સમક્ષ માનવા માટે તૈયાર છીએ, કારણ કે જે કાંઈ પણ ગર્લ નાઈટમાં થયું તે બસ તે રાતમાં જ રહી ગયું. આભાર બ્યુટીફૂલ પ્રિયંકા ચોપડા અને બીજી લેડીઝનો.” અને પ્રિયંકાએ પણ એક ફોટો પોસ્ટ કર્યો અને તેની ઉપર લખ્યું, “આલિયા ભટ્ટ યુ મિસ્ડ ઈટ, લવ યુ લેડીઝ.”

આ ફિલ્મોમાં વ્યસ્ત છે ચોપડા બહેનો :

પ્રિયંકા અને તેની બહેન પરણિતી ચોપડાના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે, તો પ્રિયંકા આ સમયે ફિલ્મ ‘દ સ્કાઈ ઈઝ પિંક’ ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ફરહાન અખ્ત્તર પ્રિયંકાના પતિના પાત્રમાં જોવા મળશે. તે દંગલ ગર્લ જયરા વસીમની દીકરીના રોલમાં જોવા મળશે.

બહેન પરણિતી ચોપડા થોડા સમય પહેલા રીલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘કેસરી’ માં જોવા મળી હતી. આમ તો હવે તેમના હાથમાં જે ફિલ્મો છે, તેમાં ‘સંદીગ સંગ પિંકી ફરાર’, ‘જબરિયા જોડી’ અને ‘સાઈના’ રહેલી છે.

આ માહિતી આઇનેક્સટલાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.