કોંગ્રેસ-બીજેપી માટે મુશ્કેલી બની ગઈ આ સુંદર ધારાસભ્ય, નાની ઉંમરમાં છે અરબો રૂપિયાની માલિક

રાજકારણ એક એવું મેદાન છે, જ્યાં માત્ર બોલવાની કળા મહત્વ ધરાવે છે. અહિયાં ન જાતી-ધર્મ કામ આવે છે, ન ઉંમર કામ આવે છે, ન ગરીબ, ન પૈસાદારનો ફરક હોય છે, અને ન તો પુરુષ-મહિલાનો ફરક હોય છે. જે વ્યક્તિ પાસે બોલવાની કળા હોય છે, તે અહિયાંના માલિક બની શકે છે. હવે રાજકારણમાં એકથી એક ચડીયાતી સુંદર મહિલાઓ પણ આગળ વધીને ભાગ લઈ રહી છે.

અને તેવામાં છેલ્લા દિવસોમાં ભાજપમાં મિસેસ એશિયા જોડાઈ હતી. તો ગયા મહીને એક બીજી મહિલા બીજેપીમાં જોડાઈ હતી. હવે રાજસ્થાનમાં કોંગ્રેસ-બીજેપી માટે મુશ્કેલી બનેલી આ સુંદર નેતા, તેની સુંદરતા પણ સમાચારોમાં છે, અને તેની પ્રોપર્ટી પણ ઘણી ચર્ચામાં છે. આ મહિલાની ઉંમર માત્ર ૩૦ વર્ષ છે અને આટલી ઓછી ઉંમરમાં તેની પાસે કેટલાય ગણી સંપત્તિ છે.

કોંગ્રેસ-ભાજપ માટે મુશ્કેલી બની આ સુંદર નેતા કામિની જિંદલ :

૭ ડીસેમ્બરના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. તેવામાં અહિયાં ચૂંટણી પ્રચાર ઘણો જોરદાર થઇ રહ્યો છે અને આ સમયે શ્રીગંગાનગર વિધાનસભા સીટના ઉમેદવાર કામિની જિંદલની ઘણી ચર્ચા છે.

એવું એટલા માટે છે કેમ કે તેને તેના ચૂંટણી જાહેરનામામાં ૨૮૭ કરોડની પ્રોપર્ટીની નોંધ કરી છે, અને તેની ઉંમર માત્ર ૩૦ વર્ષ છે. કામિની રાજસ્થાનની સૌથી પૈસાદાર ઉમેદવાર મહિલા સભ્ય છે. વર્ષ ૨૦૧૩ માં કામિનીએ પહેલી વખત ચૂંટણી લડી હતી અને વિરોધીઓને ઘણા મતોથી હરાવ્યા જેનો રેકોર્ડ છે. તેવામાં તે બીજેપી અને કોંગ્રેસ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે, કેમ કે આ વખતે ૨૨ ઉમેદવાર અહિયાથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. શ્રીગંગાનગરની પહેલી મહિલા ઉમેદવાર કામિની જિંદલ નેશનલ યુનીયનિસ્ટજ મીંદરાપા પાર્ટીના ઉમેદવાર છે.

વર્ષ ૨૦૧૩ માં તેમણે પહેલી વખત ચૂંટણી લડી અને તે સીટના ઈતિહાસમાં સૌથી વધુ ૩૭,૦૬૮ મતોના અંતરથી ચૂંટણી જીતવાનો રેકોર્ડ તેમણે પોતાના નામે કર્યો હતો.

તે સમયે તેમણે બીજેપી ઉમેદવાર રાધેશ્યામને ખરાબ રીતે હરાવ્યા હતા. અહિયાં ૬૨ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા ઉમેદવાર બની અને તે રાજસ્થાનની ૧૯૯ સીટો ઉપર સૌથી યુવા ઉમેદવાર છે. વર્ષ ૨૦૧૧ માં કામિનીએ દિલ્હીના જવાહર લાલ નહેરુ કોલેજ માંથી સમાજશાસ્ત્રમાં એમએની ડીગ્રી મેળવી છે, ત્યારબાદ તેણે તેના પિતા બી.ડી. અગ્રવાલની પાર્ટી જમીનદારા પાર્ટી જોઈન્ટ કરી લીધી. કામિનીના પતિ ગગનદીપ સિંગલા આઈપીએસ ઓફિસર છે.

આ ચૂંટણીમાં સૌથી પૈસાદાર ઉમેદવાર :

કામિની સૌથી યુવાન ઉમેદવાર હોવાની સાથે-સાથે સૌથી પૈસાદાર રાજકારણી પણ છે. તેની કુલ સંપત્તિ ૨૮૭,૯૬ કરોડ રૂપિયા (૫ વર્ષમાં ૯૩ કરોડ રૂપિયાની સંપત્તિ વધી) છે. તેની પાસે ૨૫૩૫ ગ્રામ સોનું, ૨૩ કિલો ચાંદી અને ૩.૧૦ લાખ રૂપિયા રોકડા છે. આ વખતે કામિનીનો સામનો રાજસ્થાન આવેલા શ્રીગંગાનગર વિધાનસભા ઉપર કુલ ૨૨ ઉમેદવારો સામે છે, જેથી તેને આ ૨૨ ઉમેદવારો સામે લડવાનું છે. કોંગ્રેસમાંથી અશોક ચાંડવ મેદાનમાં ઉતાર્યા છે, તે બાજુ બીજેપી માંથી વિનીતા આહુજા આ રેસમાં જોડાયેલા છે.