અંગુરી ભાભીના રીયલ ઘરમાં ઉભી થઇ તકલીફ, પતિ સાથે સંબંધ તુટવાના સમાચાર ઉપર કહ્યું – હું સેલીબ્રેટી છું એટલા માટે…

‘ભાભી જી ઘર પર હે’ ટીવી પર જોવામાં આવતો ચર્ચિત શો છે. આ શો ના કલાકરો આ દિવસોમાં ચર્ચામાં છવાયેલા છે. અને ખાસ કરીને આ શો ની બન્ને મુખ્ય લેડીની ઘણી ચર્ચા છે. અનીતા ભાભી એટલે કે સોમ્યા ટંડન એટલા માટે ચર્ચામાં છે, કેમ કે થોડા સમય પહેલા જ તેમણે એક દીકરાને જન્મ આપ્યો છે અને તેની દેખરેખમાં લાગેલી છે.

અને બીજી તરફ શો ની બીજી લીડીંગ લેડી અંગુરી ભાભી પોતાના પરણિત જીવનને લઇને ચર્ચામાં છે. જો તમે વિચારી રહ્યા છો કે તિવારીજી સાથે અંગુરી ભાભીનો ઝગડો થઇ ગયો છે, તો તમને જણાવી દઈએ કે પડદા ઉપર બધું ઠીક છે. અને વાસ્તવિક જીવનમાં અંગુરી ભાભી એટલે શુભાંગી આત્રેના ઘરમાં સમસ્યા ઉભી થઇ ગઈ છે.

શુભાંગીના સાસરિયા વાળાને છે તકલીફ :

ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી એ અફવા ફેલાઈ રહી હતી, કે શુભાંગી આત્રેના સાસરિયા વાળા અને પતિને શુભાંગીનું નાના પડદા ઉપર કામ કરવાનું પસંદ નથી આવી રહ્યું. સાથે જ એ સમાચાર આવી રહ્યા હતા કે શુભાંગીના પતિ તેની સાથે સંબંધ તોડવાનું નક્કી કરી રહ્યા છે. અને ટીવી શો ના ચક્કરમાં તેમનું વાસ્તવિક જીવન ઉઝડતું જોવા મળી રહ્યું છે.

બન્નેના લગ્નના ૧૬ વર્ષ થઇ ગયા છે. અને આવા પ્રકારના સમાચારથી એમના ફેન્સ ઘણા દુ:ખી છે, કે હિરોઈનના ૧૬ વર્ષના લગ્ન આમ જ તૂટી રહ્યા છે. આ બાબતમાં શુભાંગીએ પોતાની વાસ્તવિકતા જણાવી છે. શુભાંગીએ કહ્યું, કે મને નવાઈ થઇ રહી છે આ વાત જાણીને કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી લોકોને છે, પરંતુ મને જ નથી ખબર. શુભાંગીએ હસતા હસતા આ બધી વાતોને માત્ર અફવા ગણાવી છે.

તેમણે કહ્યું છે કે આ બધી જ એકદમ અફવા છે, અને તેમાંથી એક પણ સમાચાર સાચા નથી. શુભાંગીએ કહ્યું કે જયારે પણ તેની સામે આવી અફવા આવે છે તો તે પોતાના પતિ સાથે તેના વિષે ચર્ચા કરે છે.

અંગુરી ભાભીએ જણાવ્યું સત્ય :

શુભાંગીએ આગળ જણાવ્યું કે હું એક દીકરી, પત્ની, માં અને વહુ હોવાની સાથે સાથે એક જવાબદાર હિરોઈન પણ છું. મને ખબર છે કે લોકો મારી વાતો કરતા રહે છે. હું ઈચ્છું છું કે લોકો મારા કામ વિષે જાણે. તેમણે કહ્યું કે પહેલા મને એવા સમાચાર સાંભળવા મળતા હતા તો હું ઘણી નવાઈ પામતી હતી.

હવે મને સમજાઈ ગયું છે કે લોકો વાતો કરશે અને મને દુ:ખી કરનારી વસ્તુ વિષે લખશે. કેમ કે હું સેલીબ્રેટી છું. શુભાંગીએ કહ્યું કે આવી રીતે લગ્ન તૂટવાની પાયા વગરની વાત સાંભળ્યા પછી તેમના પતિએ તેની સાથે ડીનરનો પ્લાન અને તે બાબત ઉપર વાતચીત કરી. શુભાંગીએ જણાવ્યું કે તેમના પતિ અને તે ૧૦ માં ધોરણથી એક બીજાને ઓળખે છે અને અમે એક સાથે મોટા થયા છીએ.

આવનારા જુનમાં લગ્નના ૧૬ વર્ષ પુરા થવાના છે, અને એક બીજાને જાણવાના ૨૦ વર્ષ થઇ જશે. એટલે કોઈ ગેરસમજણનું સંબંધમાં કોઈ સ્થાન જ નથી. સમાચાર હતા કે શુભાંગીના સાસરિયા વાળાને શુભાંગીના અભિનયથી તકલીફ થઇ રહી છે, પરંતુ હવે એ સમાચારનું શુભાંગીએ ખંડન કરી દીધું છે.