છોકરીના લગ્નમાં વારંવાર આવી રહી છે સમસ્યા, તો કરો આમાંથી કોઈ 1 ઉપાય.

પોતાની દીકરીના લગ્નમાં આવી રહેલી અડચણોમાંથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય, જલ્દી મળશે શુભ સમાચાર.

છોકરીની કુંડળીમાં ગુરુ નબળો હોય તો લગ્નમાં અડચણ આવે છે. બીજું જો સાતમા ભાવ એટલે સપ્તમેશ, પંચમ ભાવ એટલે પંચમેશ સારા નથી તો પણ લગ્નમાં સમસ્યા આવી શકે છે. કેટલાક જ્યોતિષ બારમાં ભાવ એટલે દ્વાદશેશ, બીજો ભાવ એટલે દ્વિતીયેશ, આઠમો ભાવ અને અષ્ટમેશ પણ જોય છે. લગ્નમાં અડચણનું કારણ મંગળ દોષ પણ હોઈ શકે છે.

મંગળ દોષને કારણે સમસ્યા છે તો આ ઉપાય કરો.

1. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

2. ભાઈ સગો હોય કે સાવકો તેની સાથે સારો સંબંધ રાખો.

3. મા સ ખાવાનું છોડી દો અને જો ક્યારેક ક્યારેક ખાતા હોય તો પણ છોડી દો.

4. ઘરમાં દક્ષિણ દિશામાં લીમડાનું ઝાડ લગાવો અને તેને દરરોજ પાણી ચઢાવો.

5. ઘરેથી નીકળતા સમયે ગોળ ખાવો જોઈએ. પોતે પણ ગોળ ખાવો અને બીજાને પણ ખવડાવો.

6. વિવાહ પૂર્વ કુંભ કે અશ્વત્થ વિવાહ (પીપળાના ઝાડ સાથે લગ્ન) કરો અને ભાત પૂજા પણ કરાવો.

છોકરીના લગ્ન માટે સામાન્ય ઉપાય :

1. સસલાને દરરોજ ખાવાનું ખવડાવો.

2. ગુરુવારનું વ્રત રાખો અને મંદિરમાં પીળી વસ્તુ દાન કરો.

3. ગુરુવારે વડ, પીપળો અને કેળાના ઝાડ પર જળ અર્પણ કરો. સાથે જ શુદ્ધ ઘી નો દિવો પ્રગટાવો.

4. માથા પર દરરોજ કેસર કે ચંદનનું તિલક લગાવો, તુલસીની માળા પહેરો.

5. પીળા કપડાં જ પહેરો અને ઘરના પડદા અને ચાદરોનો રંગ ગુલાબી રાખો.

6. ભોજનમાં કેસરનું સેવન કરવાથી લગ્ન જલ્દી થવાની સંભાવનાઓ બને છે.