આધાર કાર્ડ સાથે જોડાશે તમારી શહેરી પ્રોપર્ટી, અટકશે છેતરપીંડી

લખનઉ, માલિકી હક્કનો વિવાદ દુર કરવા અને તમારી દરેક શહેરી સંપત્તિઓને ટેક્ષ પાત્ર બનાવવા માટે પ્રદેશ સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. કર્ણાટકના તર્ક પર યુપીની રાજ્ય સરકાર પણ અર્બન પ્રોપર્ટી ઓનરશીપ રેકોર્ડ યોજના(યુપઓઆર) લાગુ કરી રહી છે, જેની અવળી ગણતરી પણ શરુ થઇ ગઈ છે. તેની હેઠળ તમારી સંપત્તિ આધાર કાર્ડ સાથે લીંક થઇ જશે. તેનાથી સંપત્તિઓને નામે કરવામાં થતી છેતરપીંડી અટકાવી શકાશે. સાથે જ નગર નિગમોને ટેક્સ વસુલીમાં મદદ મળશે.

મોટા શહેરોમાં સંપત્તિઓના માલિકી હક્કની તમામ જાણકારી નગર નિગમો પાસે નથી. સંપત્તિઓને લઈને વિવાદ પણ રહે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આર્થિક સલાહકાર કે.વી. રાજુની રજૂઆત ઉપર અર્બન પ્રોપર્ટી ઓનરશીપ રેકોર્ડ યોજના લાગુ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. થોડા દિવસો પહેલા કે.વી. રાજુની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં તેના સૂચનો ઉપર ચર્ચા પણ થઇ ચુકી છે.

આ યોજના લખનઉ ઉપરાંત કાનપુર, આગરા, ગાઝિયાબાદ, વારાણસી, મેરઠ અને પ્રયાગરાજમાં પહેલા તબક્કામાં લાગુ થશે. આ શહેરોમાં યોજના લાગુ કરવા માટે સરકારે ઈ-ટેંડરીંગ સામે પ્રસ્તાવ પણ માંગ્યા હતા. કે.વી. રાજુની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઘણી કંપનીઓના પ્રતિનિધિઓ તરફથી સૂચનો પણ આવ્યા.

કર્ણાટક સરકાર ડીપાર્ટમેંટ ઓફ સર્વે અને સેટેલ્મેંટના કંસલ્ટન્ટ કે.વી રુદ્રેશે જણાવ્યું કે, કર્ણાટકના મોટાભાગના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ યોજના લાગુ કરવામાં આવી ચુકી છે. આમ તો યોજના ઘણી પડકારપૂર્ણ છે, એટલા માટે ઉત્તરપ્રદેશમાં તેને લાગુ કરવામાં થોડો સમય લાગી શકે છે.

સર્વે ઓફ ઇન્ડિયા પાસે ટેકનીકી સહાયતા લેવામાં આવશે. ઘણા વિભાગોમાં સમન્વય માટે રાજ્ય સરકારના નિવૃત્ત આઈએએસ અધિકારીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટી બનાવવામાં આવશે, જેમાં નીબંધન વિભાગ, નગર અને ગ્રામ નિયોજન, વિકાસ પ્રાધીનીકરણ અને નગર નિગમના પ્રતિનિધિ પણ જોડાયેલા રહેશે.

આવી રીતે જોડાશે સંપત્તિ :

શહેરી ક્ષેત્રની સંપત્તિઓની આઈડીનું નિર્માણ કરી તેને બાયોમેટ્રિક અને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. સંપત્તિનો ડીઝીટલ ડોર નંબર બનાવવામાં આવશે. તેના દ્વારા તમામ રેકોર્ડ નગર નિગમો પાસે રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.