ક્રશને પ્રપોઝ કરવાની 5 સૌથી બેસ્ટ ટિપ્સ, જાણો કેવી રીતે મળશે ‘હા’ નો જવાબ

પોતાના દિલની વાત કહેવા માટે બધા દિવસ સારા જ હોય છે. પણ પોતાના ક્રશને પ્રપોઝ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવાની ખુબ જરૂર રહે છે. આ વાતો ધ્યાન ન રાખવા પર તમારી વાત બગડી પણ શકે છે. આવો તમને પ્રપોઝ સાથે જોડાયેલી 5 એવી ટિપ્સ જણાવીએ જે તમને કામ આવી શકે છે.

પહેલાથી ડેટ પ્લાન કરી લો :

તમે જેને પ્રેમ કરો છો, ક્યાંક ને ક્યાંક તેને પણ તમારી ફિલિંગનો અનુભવ જરૂર હશે. એટલા માટે કંફર્ટેબલ છો અને સરપ્રાઈઝ આપવાથી બચવા માંગો છો, તો પ્રપોઝ ડે ને યાદગાર બનાવવા માટે પોતાના ક્રશ સાથે વાત કરો અને હા થવા પર શાનદાર ડેટ પ્લાન કરો.

બી યોરસેલ્ફ :

જયારે તમે કોઈને પ્રપોઝ કરવા જઈ રહ્યા છો તો આ નિયમ જરૂર યાદ રાખો કે, તમારે પોતાનામાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. સાદગી અને પ્રેમની સાથે તેમનું દિલ જીતો. તમે જે છો તે જ રહો. પોતાને બીજા સમાન બદલવાની કોઈ જરૂત નથી.

કેન્ડલ-લાઈટ ડિનર પર જાવ :

આ ખુબ જૂની રીત છે પરંતુ આજે પણ કારગર છે. રોમાન્ટિક સાંજ માટે આનાથી શ્રેષ્ઠ કાંઈ હોઈ શકતું નથી. મીણબત્તીના ધીમા પ્રકાશ વચ્ચે રોમાન્ટિક મ્યુઝિક સારા વાતાવરણ માટે બિલકુલ પરફેક્ટ છે.

કોફી પર લઇ જાવ :

એક કોફી પર ઘણું બધું થઇ શકે છે, કેફે કોફી દે ની ટેગલાઈન પણ આ જ જણાવે છે અને આ સાચું પણ છે. પોતાના ક્રશને કોફી શોપ પર હેંગઆઉટ માટે બોલાવો અને યોગ્ય સમય પર પોતાની મનની વાત જણાવી દો.

રીલ લાઈફને રિયલ લાઈફમાં બદલી નાખો :

રીલ લાઈફમાં ઘણી વખત સરપ્રાઈઝિંગ પ્રપોઝ દેખાડવામાં આવે છે. જો તમે તમારા ક્રશને કાંઈ પણ કહેવાથી અચકાવ છો તો તેને ફિલ્મ જોવા લઇ જાવ. તેને આઈડિયા પણ નહિ હોય કે તેને પ્રપોઝ મળવાનું છે. જે સમયે સ્કિન પર રોમાન્ટિક સીન ચાલી રહ્યો, તમે તે જ વખતે પ્રપોઝ કરી પોતાના ક્રશને સરપ્રાઈઝ કરી શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.