પ્રોસ્ટેટ નો સરળ અને રામબાણ ઈલાજ – 53 લોકો ઉપર કર્યો આ પ્રયોગ – જેમને આ આપ્યું તે થઇ ગયા સાજા

પ્રોસ્ટેટ ગ્રંથીનો આકાર એક અખરોટ જેવો હોય છે જો કે તે પુરુષ પ્રજનન પ્રક્રિયાનો એક ભાગ છે. પ્રોસ્ટેટ મળાશયની આગળ અને મૂત્રાશય, જ્યાં મૂત્રનો સંગ્રહ થાય છે, તેની નીચે આવેલ હોય છે. પ્રોસ્ટેટ પણ મૂત્રમાર્ગ, જેના માધ્યમથી મૂત્ર શરીરની બહાર નીકળે છે, તેની ચારે બાજુ હોય છે. આ ગ્રંથી એક તૈલી પદાર્થ ઉત્પન કરે છે જો કે વીર્યનો એક ભાગ છે અને શુક્રાણું લઇ જવામાં મદદ કરે છે.

પ્રોસ્ટેટ ગ્રંથી વૃદ્ધી (BPH)શું છે?

પ્રોસ્ટેટ ગ્રંથી hyperplasia (Beningn Prostatic Hyperplasia,BOH) પ્રોસ્ટેટ ગ્રંથી નો ખોટી રોતે વિકાસ છે. તેની શક્યતા પુરુષોમાં ઉંમર સાથે વધે છે. આમ તો પ્રોસ્ટેટ ગ્રંથી ની વૃદ્ધી માનવના જીવન દરમિયાન ચાલુ રહે છે, પણ વૃદ્ધી ખાસ કરીને જીવનમાં લાંબા સમય સુધી સમસ્યા ઉભી નથી કરતી. હાર્મોનના સ્તરમાં ફેરફાર સાથે જોડાયેલ હોઈ શકે છે જો કે સ્વભાવિક રીતે એક પુરુષની ઉંમર સાથે હોય છે.

BPH ના લક્ષણો નું શું કારણ છે ?

મૂત્રમાર્ગ ની ચારે બાજુ પ્રોસ્ટેટની વૃદ્ધી થી આ મૂત્રના સામાન્ય પ્રવાહને રોકે છે અને આવી રીતે અસુવિધા જેવા લક્ષણો ઉભા થાય છે.

BPH થી શું તકલીફ થઇ શકે છે?

જો પ્રોસ્ટેટ ગ્રંથીનો વિકાસ BPH થી મૂત્રમાર્ગ માં અડચણ ચાલુ રહે છે તો અમુક કેસમાં પુરુષોમાં ખુબ તકલીફો ઉભી થઇ શકે છે તે નીચે ના લખાણમાં છે :

* અટકી અટકીને પેશાબ આવવો, ટીપું ટીપું પેશાબ આવવો,

* પેશાબ પૂરો ના આવવો.

* પેશાબમાં દુઃખાવો થવો.

* અચાનક પેશાબ કરવામાં અસમર્થ થવું. (Acute Urinary Retention)

* પેશાબ કર્યા પછી મૂત્રાશય નું પૂરેપૂરું ખાલી ન થવું જો કે વારંવાર સંક્રમણ (infection) અને પથરી ને ઉત્પન કરી શકે છે.

* ગુર્દાની ક્ષતિ અને ગુર્દાની નિષ્ફળતા

* પેશાબમાં લોહી નું આવવું.

એક અભ્યાસ મુજબ જો કોળા ના બીજ નું નિયમિત રીતે સેવન કરવામાં આવે છે તો પ્રોસ્ટેટ ની આ સમસ્યા થી છુટકારો મળી શકે છે કોળા ના બીજમાંથી મળી આવતા curbnicin નામનું રસાયણ પ્રોસ્ટેટ ના ઇલાજમાં ખુબ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.

આ અભ્યાસમાં 53 દર્દીઓએ ભાગ લીધો જે દર્દીઓ ને curbnicin નું સેવન સતત ત્રણ મહિના સુધી કરાવવામાં આવ્યું અને તેમણે પ્રોસ્ટેટ ને લગતા લક્ષણોમાં ઘણો સુધારો આવ્યો જેવો કે સમયસર પેશાબ આવવો, ખુલીને પેશાબ આવવો વગેરે અને તેમને કોઈ પ્રકારની કોઈ આડ અસર પણ નથી થઇ. સૌથી નીચેના અભ્યાસનો લેખ નીચે આપેલ છે તે પણ વાચી શકો છો.

ઉપયોગની રીત :

સૌથી પહેલા તમે કોળા ના બીજ લો, તેને ધોઈને સુકવી દો, અને પછી દિવસમાં 2 વખત સવાર સાંજ 2-2 ચમચી આ બીજ ખાવ, આ પ્રયોગને 3 મહિના સુધી કરો. તેમાં તમારે જલ્દી આરામ જોઈએ તો તમે ગોખરું 50 ગ્રામ 500 મી.લી. પાણીમાં ભેળવીને 100 મી.લી. રહે ત્યાં સુધી ઉકાળો સાથે આ બીજ ખાવ, તેની સાથે દિવસમાં બે વખત એક ગ્લાસ લીંબુ પાણીમાં 2 ચપટી મીઠા સોડા નાખીને પીવો. ધ્યાન રાખશો કે ચા, ખાંડ ને બંધ કરી દેવા. ખાંડ ની જગ્યાએ સાકર નો ઉપયોગ કરવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.