આ ત્રણ જાતીના લોકો જ કરે છે રાષ્ટ્પતિની સુરક્ષા, તમારી યોગ્યતા હોવા છતાંપણ તમે નહિ કરી શકો જાણો કેમ

દેશના પ્રથમ નાગરિક તરીકે ઓળખવામાં આવતા રાષ્ટ્રપતિ પદ એક વખત ફરી સમાચારોમાં છે. રાષ્ટ્રપતિને દેશના પહેલા નાગરિક માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ પાસે ઘણા પ્રકારના વિશેષાધિકાર હોય છે, પરંતુ આ વખતે રાષ્ટ્રપતિની સુરક્ષાને લઇને ધમાસાણ મચેલું છે. પ્રશ્ન રાષ્ટ્રપતિની સુરક્ષાનો પણ નથી, પરંતુ પ્રશ્ન તો તે લોકો ઉપર છે, જે રાષ્ટ્રપતિની સુરક્ષા કરે છે. રાષ્ટ્રપતિની સુરક્ષા માત્ર ત્રણ જાતિઓના લોકો જ કરી શકે છે, જેને કારણે જ આ બાબત એક વખત ફરી પોતાની રીતે પ્રકાશમાં છે. તો આવો જાણીએ આપણા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

રાષ્ટ્રપતિની સુરક્ષા માત્ર ત્રણ જાતીના લોકો જ કરી શકે છે. એટલે બીજી જાતીના લોકો પાસે ભલે પછી કેટલી પણ યોગ્યતા કેમ ન હોય, પરંતુ જો ત્રણ વિશેષ જાતી સાથે સબંધ નથી ધરાવતા, તો તમે રાષ્ટ્રપતિના બોડીગાર્ડ નથી બની શકતા. હવે એ બાબત ઉપર ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઇને દિલ્હીની કોર્ટએ કેન્દ્ર સરકાર અને આર્મી પાસે જવાબ માંગ્યો છે. આ બાબત ૨૦૧૭ થી પ્રકાશમાં આવી છે. પરંતુ એક વખત ફરીથી કોર્ટની સુનાવણી પછી ચર્ચામાં આવી ગઈ છે.

શું છે આખી બાબત?

આ બાબત પ્રકાશમાં ત્યારે આવી જયારે સીડકેંટ બોડીગાર્ડ એ ગ્રુપ્સના ચોક્કસ ૩ હોદ્દા ઉપર ભરતી માટે અરજી મંગાવી, અને તેમાં લખવામાં આવ્યું કે માત્ર ત્રણ જાતીના લોકો જ આ હોદ્દા માટે અરજી કરી શકે છે. તેમાં જાટ, રાજપૂત અને શીખ જાતીનો ઉલ્લેખ હતો. એટલે હરિયાણાના રહેવાસી ગૌરવ યાદવે જનહિત યાચિકા બહાર પાડી. આ યાચિકામાં લખવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિની સુરક્ષા કરવા માટે આ પ્રક્રિયાને કાઢી નાખવામાં આવી છે. તે પહેલા સુપ્રીમ કોર્ટએ આવા પ્રકારની એક યાચિકા કાઢી નાખી હતી.

આ આખા પ્રકરણ ઉપર દિલ્હી કોર્ટએ સરકાર, રક્ષા મંત્રાલય અને આર્મી પાસે જવાબ માંગ્યો છે. દિલ્હીની હાઈકોર્ટએ આ યાચિકાને ગંભીરતાથી લઇને તેની ઉપર સુનાવણી કરેલ છે, અને સરકાર અને આર્મીને એ પૂછવામાં આવ્યું છે, કે આ યાચિકા ઉપર પોતાનો જવાબ આપે. ખાસ કરીને યાચિકામાં કહેવામાં આવ્યું છે કે યોગ્યતા હોવા છતાંપણ અને રાષ્ટ્રપતિની સુરક્ષા નથી કરી શકતા, કેમ કે અમે વિશેષ જાતી હેઠળ નથી આવતા.

૨૦૧૩ માં સુપ્રીમ કોર્ટએ આપ્યો હતો આદેશ :

રાષ્ટ્રપતિની સુરક્ષા માટે બોડીગાર્ડની નિયુક્તિ ઉપર નિર્ણય ૨૦૧૩ માં સુપ્રીમ કોર્ટએ સેનાના અનુસાશન ઉપર આદેશ આપ્યો હતો. તેની હેઠળ જાટ, રાજપૂત અને સીખ સમુદાયના લોકો જ રાષ્ટ્રપતિની સુરક્ષા કરી શકે છે. એટલે કે તેના બોડીગાર્ડ બની શકે છે. એટલે હવે આ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને કાઢી નાખવાની માંગણી કરવામાં આવી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.