આજે પણ બોર્ડર ની રક્ષા કરે છે શહિદ જવાનની આત્મા, પગાર અને પ્રમોશન મૃત્યુ પછી પણ ચાલુ છે

ભારતીય સેના માં જવાનો ની કોઈ કમી નથી. સૌ એક થી એક ચડિયાતા જવાન છે. દરેક ની પોતાની ખાસિયત છે. એવા જ એક જવાન ભારતીય સેના માં હતા જેની આત્મા આજે પણ ભારતીય સીમા ઓ ની રક્ષા કરે છે એક એવા જવાન જેની આત્મા આજે પણ ભારતીય સીમાઓ નું રક્ષણ કરે છે એક એવા જ જવાન જેની આત્મા સરહદ પર પહેરો ભરે છે. એટલું જ નહિ આ જવાન (Baba Harbhajan Singh) ને પગાર અને પ્રમોશન પણ આપવામાં આવે છે. ને તમને માનવામાં ન આવે એવી વાત જરૂર છે અને આશ્ચર્ય જેવી વાત પરંતુ એ એકદમ સાચું છે.

આ જવાન નું સિક્કિમ ના ગંગટોક પાસે મંદિર પણ બનાવવામાં આવ્યું છે. તે વીર જવાન નું નામ હરભજન સિંહ હતું. જેનો આત્મા આજે પણ સરહદ નું રક્ષણ કરે છે. તે જવાન ની હવે પૂજા પણ કરવામાં આવે છે અને તેને બાબા હરભજન ના નામ થી ઓળખવામાં આવે છે. હરભજન ને બંકર જેવું મંદિર કહેવામાં આવે છે તેમાં મોટી સંખ્યા માં સેના ઉપરાંત પ્રવાસી અને શ્રદ્ધાળુ પહોચે છે અને બાબા હરભજન (Baba Harbhajan SIngh) પાસે થી પોતાની સલામતી માટે પૂજા કરે છે. આવો અમે તમને તેના વિષે વિસ્તારથી જણાવીએ.

હરભજન સિંહ (Baba Harbhajan Singh) ૧૯૬૮ સુધી ૨૪ પંજાબ રેજીમેંટ માં જવાન હતા :

હરભજન સિંહ ૧૯૬૮ સુધી ૨૪ પંજાબ રેજીમેંટ માં જવાન હતા. પોતાની ડ્યુટી કરતી વખતે તે એક ઘટના મા તે શહીદ થઇ ગયા. ધટના બની ગયા પછી ઘણા દિવસો સુધી તેમનું પાર્થિવ શરીર સેના ને ન મળ્યું. લોકો નું કહેવું છે કે એકદિવસ હરભજન સિંહ એક સિપાહી ના સપનામાં આવ્યા અને તેને પોતાના પાર્થિવ શરીર નું ઠેકાણું બતાવ્યું. તે સિપાહી એ આ વાત પોતાના સીનીયર ને જણાવી અને બીજા દિવસે શોધ અભિયાન થયું.

શોધ દરમિયાન જ્યાં સપનામાં જગ્યા બતાવી હતી શહીદ હરભજન સિંહ (Baba Harbhajan Singh) નું પાર્થિવ શરીર ત્યાં મળ્યું. ત્યાર પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને જ્યાંથી હરભજન નું પાર્થિવ શરીર મળ્યું હતું ત્યાં એક બંકર બનાવી દીધું. બંકર બન્યા પછી ત્યાં પૂજા કરવામાં આવવા લાગી.

ત્યાં ના સૈનિકો એવું મને છે કે બાબા હરભજન ની આત્મા અહિના સૈનિકો અને અહિ ની સરહદ નું રક્ષણ કરે છે. એવું પણ જાણવા મળ્યું કે જો ચીન કોઈ ચાલાકી કરે છે તો તેની ખબર બાબા હરભજન તરત સૈનિકો સુધી પહોચાડી દે છે. સૌથી વધુ નવાઈ ની વાત એ છે કે ભારતીય સેના હરભજન ને આજે પણ પગાર અને પ્રમોશન આપે છે. ભારતીય સેના નું એવું માનવું છે કે આજે પણ હરભજન સિંહ પોતાની ડ્યુટી ઉપર હાજર છે અને સરહદ નું રક્ષણ કરે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.