‘પૃથ્વીરાજ’ માં આવી દેખાશે રાણી સંયોગિતા, માનુષી છીલ્લરે પોતે ઉઠાવ્યો પોતાના લૂક પરથી પડદો.

પહેલા મિસ ઇન્ડિયા અને પછી મિસ વર્લ્ડ બનીને માનુષી છીલ્લરે તો આખી દુનિયાને પોતાની સુંદરતાનો જાદુ દેખાડી દીધો. પરંતુ હવે તે આવનારી ફિલ્મથી પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના અભિનયના ટેલેન્ટથી પણ લોકોને માહિતગાર કરાવવાની છે. માનુષી છીલ્લર ઘણી જલ્દી બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માં જોવા મળવાની છે. આ ફિલ્મ સાથે તે બોલીવુડમાં પ્રવેશ કરવા જઈ રહી છે.

ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળશે. તે આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચોહાણની પત્ની સંયોગીતાનું પાત્ર ભજવી રહી છે. માનુષી છીલ્લરે આ ફિલ્મનું શુટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં જ શરુ કરી દીધું હતું. ત્યારથી તેના ફેંસ આ ફિલ્મમાં માનુષી છીલ્લરના લુકને જોવાની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

અને છેવટે તેમને આ ફિલ્મમાં માનુષી છીલ્લરની પહેલી ઝલક જોવા મળી છે. તેને કોઈ બીજાએ નહિ, પરંતુ માનુષી છીલ્લરે પોતે જ સોશિયલ મીડિયા ઉપર શેયર કરી છે. તેમણે પોતાના ફર્સ્ટ લુક વાળી આ તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેયર કરી છે. ત્યાર પછી આ ફિલ્મમાં તેના લુક ઉપરથી પડદો ઉઠી ગયો છે.

ફેંસ પણ જોઈ રહ્યા હતા રાહ :

માનુષી છીલ્લરે પોતાના ફોટાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને એ તો જણાવ્યું છે કે, રાણી સંયોગીતા ફિલ્મમાં કેવી દેખાવાની છે? પરંતુ સાથે તેમણે ફિલ્મના તમામ પાત્રોનો પણ લોકોને પરિચય કરાવી દીધો છે. આ ફોટામાં માનુષી છીલ્લર રાણી સંયોગીતાના પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબેલી જોવા મળી રહી છે. તે જોઇને એવું નથી કહી શકાતું કે, તે વાસ્તવમાં રાણી નથી.

સોશિયલ મીડિયા ઉપર માનુષી છીલ્લરના પ્રશંસક તેમના ફર્સ્ટ લુકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તો જેવો જ સોશિયલ મીડિયા ઉપર માનુષી છીલ્લરે પોતાનો ફોટો પોસ્ટ કર્યો, તેવો જ તે ઝડપથી વાયરલ થવાનો શરુ થઇ ગયો.

વાયરલ થઇ રહ્યો ફર્સ્ટ લુક :

આમ તો આ તસ્વીરમાં સ્પષ્ટ રીતે તો તેનો લુક નથી જોઈ શકાતો, છતાં પણ તેના ફર્સ્ટ લુકને લઈને પ્રશંસકોનો એક્સાઈટમેંટ જોવા લાયક છે. ફોટા ઉપર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. તેના આ ફોટાને લોકો લાઈક પણ કરી રહ્યા છે અને એટલી જ સંખ્યામાં તેને શેયર પણ કરવામાં આવી રહ્યો છે. ઐતિહાસિક વિષયો ઉપર ફિલ્મો બનાવવા વાળા મહાન ફિલ્મ નિર્દેશક ડૉ. ચંદ્રપ્રકાશ ત્રિવેદી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

પૃથ્વીરાજ ચોહાણની વીરતાની વાર્તા :

પૃથ્વીરાજમાં નીડર હિંદુ રાજા પૃથ્વીરાજ ચોહાણના જીવન વિષે દેખાડવામાં આવશે. સાથે જ તેમની વીરતા સાથે જોડાયેલી સ્ટોરીઓ પણ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં પૃથ્વીરાજ ચોહાણની ભૂમિકા સુપરસ્ટાર અક્ષય કુમાર નિભાવી રહ્યા છે. અક્ષય કુમાર માટે આ ફિલ્મ ઘણી મહત્વની છે. અક્ષય કુમારે બોક્સ ઓફીસ ઉપર જે ગયા વર્ષે સફળતા પ્રાપ્ત કરી છે, એને જોતા તેમના પ્રયાસ રહેશે કે આ વર્ષે પણ તેની ફિલ્મો તેવી રીતે જ ધમાલ મચાવે અને પૃથ્વીરાજ પણ દર્શકોની આશાઓ પૂરી કરવામાં સફળ થાય.

માનુષી છીલ્લર, જે પૃથ્વીરાજ ચોહાણનો પ્રેમ અને તેમની રાણી સંયોગીતાની ભૂમિકામાં જોવા મળશે, તેના પણ એવા પ્રયાસ રહેશે કે તેની ડેબ્યુ ફિલ્મથી જ બોલીવુડમાં તે પોતાનો જાદુ દર્શકો ઉપર ચલાવી દે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.