પરિવર્તન દરેક સમાજનો એક મહત્વનો ભાગ છે. સમય સમયે દરેક સમાજમાં ઝડપથી પરિવર્તન થાય છે. તેમાંથી અમુક પરિવર્તન સારા હોય છે, તો ઘણા પરિવર્તન એવા પણ હોય છે જે સમાજના લોકો માટે સારા નથી હોતા. આમ તો ઘણા પરિવર્તનની અસર માત્ર એક ખાસ વર્ગ ઉપર જ પડે છે. માણસની સભ્યતાની શરૂઆત પછીથી સમાજમાં ઘણા પરિવર્તન થઇ ચુક્યા છે. ગુન્હા પણ આ સમાજનો ભાગ છે. સમય સમયે ગુનાહિત ઘટનાઓ વીશે સાંભળવા મળે છે. ગુન્હા પણ ઘણા પ્રકારના હોય છે, તે કોઈને જણાવવાની જરૂર નથી.
ભારતીય સમાજની વાત કરીએ, તો તેમાં ઘણા પ્રકારની ખરાબ બાબતો આજે પણ જીવિત છે. આજે પણ ભારતમાં મહિલાઓની શું સ્થિતિ છે, તે કોઈનાથી નથી છુપાયેલી. આજે ૨૧ મી સદીમાં જ્યાં વિશ્વ આખાની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને ભાગ લઇ રહેલ છે, પણ કહેવાય છે કે ભારતમાં મહિલાની સ્થિતિ યોગ્ય નથી. આમ તો તે આખા ભારતમાં આવું નથી હોતું.
સમય સમયે આવી ઘણી ઘટનાઓ સામે આવે છે, જે ભારતીય પુરુષ સમાજની પોલ ખુલ્લી પડે છે. પતી દ્વારા મહિલાઓને ત્રાસ આપવામાં આવતી ઘટનાઓ તો ઘણી જોવા મળતી જ રહે છે. પણ આજે અમે તમને જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણ્યા પછી તમને ઘણી જ નવાઈ થશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ ગ્રેટર નોયડાના દનકોરમાં એક ઘણો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
હાલમાં જ અહિયાંનો રહેવાસી એક વ્યક્તિ રડતા ક્ગરતા પોલીસ સ્ટેશન જઈ પહોચ્યો. તેને આવી હાલતમાં જોઇને ત્યાં રહેલા સૌ કોઈ ચોંકી ગયા. વ્યક્તિએ રડતા રડતા પોલીસને પોતાની આપવીતી સંભળાવી. વ્યક્તિએ રડતા રડતા કહ્યું, કે તેમની પત્ની તેની સાથે ઘણી બળજબરી કરે છે. તેની પત્ની તેને ઘરમાં કચરા, પોતા અને વાસણ ધોવાનું કામ કરાવે છે. જયારે તે વ્યક્તિ આમ કરવાની ના પાડે છે, તો દહેજ ઉત્પીડનના કેસમાં જેલ મોકલવાની ધમકી પણ આપે છે. તેની પત્નીના આ વર્તનને કારણે તેને પોતાની નોકરી પણ છોડવી પડી.
પીડિત પતિ રડતા રડતા પોતાના વિષે આગળ જણાવે છે, કે એક વખત તેણે જ્યારે પોતાના સાસરિયા વાળાને તેની ફરિયાદ કરી, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ ગઈ. તે ઘટના પછીથી પત્ની તેની પાસે ઘણું વધુ કામ કરાવે છે. પીડિત પતિએ જણાવ્યું કે તેની પત્ની પહેલા તેની પાસે માત્ર કપડા અને વાસણ જ ધોવરાવતી હતી, પણ સાસરિયા વાળાને જણાવ્યા પછી તે હવે તેની પાસે કચરા-પોતા પણ કરાવે છે.
વ્યક્તિની આપવીતી સાંભળ્યા પછી પોલીસે કહ્યું, કે તે તેમાં કંઇજ નથી કરી શકતા. આ પતિ પત્નીની વચ્ચેનાં તાલમેલની બાબત છે. તેથી તેને પરામર્શ કેન્દ્ર દ્વારા ઉકેલ લાવી શકાય છે. હસવું આવે એવી બાબત બની ગઈ જો મહિલા ગઈ હોત તો કેટલીયે જાતનાં કેસ તેના પતિ પર થયા હોત પણ પુરુષ માટે કાયદો કામ નહિ આવે એમ.