સાવધાન : PUBG રમતા 10 લોકોની પોલીસે કરી ધરપકડ અને કર્યા મોબાઈલ જપ્ત.

દુનિયામાં પબજી (PUBG) નામની પ્રખ્યાત મોબાઈલ ગેમ લોકો દ્વારા ઘણી વધારે રમવામાં આવી રહી છે. લોકો પોતાનો મોટાભાગનો કિંમતી સમય આ ગેમ રમવા પાછળ વેડફી નાખે છે. જે એમના માટે જ નુકશાન કારક છે.

એમની આ ગેમ રમવાની આદતથી એમના પરિવાર વાળા કંટાળી જતા હોય છે. અને પછી મજબુર થઈને એના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરે છે. આપણા દેશમાં જ ઘણી જગ્યાઓ પર આ ગેમ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. અને એમાંથી ઘણી જગ્યાએ એની પર પ્રતિબંધ લાગ્યો પણ છે. આજે અમે તમારા માટે એવો જ કિસ્સો લઈને આવ્યા છીએ. તો આવો તમને એના વિષે થોડું વિસ્તારથી જણાવીએ.

જો તમે પણ ગુજરાતમાં રહો છો, અને ચોરી છુપે પબજી (PUBG) રમો છો, તો આજે જ બંધ કરી દો. કારણ કે પોલીસ તમારી ક્યારે પણ ધરપકડ કરી શકે છે. રાજકોટ પોલીસે પબજી મોબાઈલ ગેમ રમતા 10 લોકોની ધરપકડ કરી છે અને એમના ફોન પણ જપ્ત કરી લીધા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટ પોલીસે પબજી રમતા 10 લોકોની ધરપકડ કરી છે, એમાંથી 6 લોકો અંદર ગ્રેજ્યુએટ છે અને છેલ્લા 2 દિવસથી સતત પબજી રમી રહ્યા હતા. જો કે પોલીસે એમને જામીન પર છોડી દીધા છે.

ખાસ સૂચના (નોટિફિકેશન) નો અનાદર કરવા બદલ મામલો કોર્ટમાં જઈ શકે છે, અને ટ્રાયલ પણ થઇ શકે છે. આ એક પ્રકારનો જમાનતી(જામીન) ગુનો છે. પોલીસ એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકે છે, પણ ધરપકડ કરીને રાખી નથી શકતી.

ગયા અઠવાડિયે જ ગુજરાતના રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ આપતા કહ્યું હતું કે, જિલ્લામાં પબજી ગેમ પર 30 માર્ચ 2019 સુધી પ્રતિબંધ છે. આ આદેશ 9 માર્ચથી લાગુ થઈ ગયો હતો, પરંતુ ઘણા લોકો ચોરી છીપે આ ગેમ રમી રહ્યા હતા.

મનોજ અગ્રવાલના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, પબજી પર પ્રતિબંધ રહેવા દરમ્યાન જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ પબજી ગેમ રમવાની ફરિયાદ થાય છે, અને તે દોષી સાબિત થાય છે, તો એના વિરુદ્ધ કાર્યવાહી થશે અને આઈપીસીની ધારા 188 અંતર્ગત એની ધરપકડ કરવામાં આવશે. સાથે જ એના પર 200 રૂપિયા સુધીનો દંડ પણ લગાવામાં આવશે.

જણાવી દઈએ કે આ પહેલા પણ બોમ્બે હાઈકોર્ટમાં એક બાળકે પબજી ગેમને બેન કરવાની માંગ કરી હતી. ત્યાં ઘણા રાજ્યોમાં પણ પબજી પર બેન લગાવવાની માંગ થઇ ચુકી છે. જમ્મુ-કશ્મીરમાં પણ એક જિમ ટ્રેનરની તબિયત ખરાબ થયા પછી રાજ્યમાં પબજીને બેન કરવાની માંગ કરવામાં આવી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.