પૂજામાં રાખો ભગવાન વિષ્ણુ સાથે વિરાજમાન લક્ષ્મીનો ફોટો, એકલા લક્ષ્મીની પૂજા ન કરો.

હાલના સમયમાં દેશ આખામાં દિવાળીના તહેવારનું વાતાવરણ ઉભું થયેલું જોવા મળી રહ્યું છે, શહેર અને ગામમાં જ્યાં જુવો ત્યાં બસ બધા લોકો દિવાળીના વાતાવરણથી રંગાયેલા જોવા મળી રહ્યા છે, લોકો ઘર અને ઓફીસ, દુકાન વગેરેની સાફ સફાઈ અને સુશોભનમાં લાગી ગયેલા જોવા મળે છે, અને તે વાત તો આપણે જાણીએ જ છીએ કે આ બધા પાછળનો હેતુ શું છે? છતાં પણ જાણી લઈએ, લોકો આ બધા કાર્યોમાં એટલા માટે વ્યસ્ત છે કેમ કે દિવાળીના સમયે માતા લક્ષ્મીજી પૃથ્વી ઉપર વિહાર કરવા આવે છે. અને તેમનું આગમન લોકોના ઘરમાં થાય માટે આ બધા કાર્યો કરવામાં આવતા હોય છે. અને તેના વિષે થોડી જાણવા જેવી વાતો વિષે આજે આપણે જાણીએ.

દિવાળીમાં પૂજા માટે કોના કોના ફોટા હોય છે શુભ, લક્ષ્મીજીના એવા ફોટા ન ખરીદો, જેમાં તેમના પગ દેખાતા હોય.

૨૭ ઓક્ટોમ્બરના રોજ દિવાળી છે. દિવાળી ઉપર લક્ષ્મીજીની મૂર્તિ સાથે જ ફોટાની પણ પૂજા કરવામાં આવે છે. ઉજ્જેનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ લક્ષ્મીજીનો ફોટો ખરીદતી વખતે થોડી વાતોનું ધ્યાન રાખવું જોઇઉએ, જાણો લક્ષ્મીજીના ફોટા સાથે જોડાયેલી થોડી વાતો.

પૂજા માટે લક્ષ્મીજીના એવા ફોટા ખરીદો, જેમાં તે કમળના આસન ઉપર બેઠા હોય. ફોટામાં લક્ષ્મીજી સાથે જો એરાવત હાથી પણ હોય તો તે પૂજા માટે ઘણું શુભ રહે છે. જો ફોટામાં લક્ષ્મીમાંની બંને બાજુ બે હાથી વહેતા પાણીમાં ઉભા છે અને સિક્કાનો વરસાદ કરી રહ્યા છે, તો તે ફોટો પણ શુભ હોય છે.

જે ફોટામાં લક્ષ્મીજીના હાથી પોતાની સુંઢમાં કળશ લીધેલા છે, તો એવા ફોટા પણ ઘરની સુઃખ સમૃદ્ધી માટે શુભ માનવામાં આવે છે.

લક્ષ્મીજીના એવા ફોટા ન ખરીદો, જેમાં દેવીના પગ દેખાઈ રહ્યા હોય. ફોટામાં લક્ષ્મીજીના પગ દેખાઈ રહ્યા હોય કે ઉભા રહેલા હોય તો તેવા લક્ષ્મી એક જગ્યાએ નથી રહેતા. એટલા માટે બેઠા હોય તેવા લક્ષ્મીજીની પૂજા ઉત્તમ માનવામાં આવે છે.

માં લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે ગરુડ દેવ ઉપર બિરાજમાન હોય તે ફોટા પૂજા માટે ઘણા શુભ માનવામાં આવે છે. એવા ફોટાની પૂજા કરવાથી ઘરમાં સુઃખ સમૃદ્ધી સાથે જ શાંતિ પણ રહે છે. વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે.

ચામાચિડીયા ઉપર બિરાજમાન માં લક્ષ્મીજીના ફોટાની પૂજા ન કરવી જોઈએ, ક્યારેય એકલા માતા લક્ષ્મીજીની પૂજા ન કરવી જોઈએ, ફોટામાં ગણેશ અને સરસ્વતી પણ હોય તો વધુ શુભ રહે છે. લક્ષ્મીજીનો એવો ફોટો શુભ રહે છે, જેમાં તે બંને હાથોથી ધન વરસાવી રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.