બીગ બોસથી કેટલી અલગ છે ‘પંજાબની કટરીના’ ની લાઈફ, જુવો બેસ્ટ 25 ફોટા

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

પંજાબની કટરીના ગણાતી શહનાઝ ગીલનો જન્મ 27 જાન્યુઆરી 1993 ના રોજ થયો હતો. અને હવે તે 27 વર્ષની થઈ ગઈ છે.

જો તમે ‘બીગ બોસ ૧૩’ ના દર્શક છો તો શહનાઝ ગીલ કોણ છે તે અમારે જણાવવાની જરૂર નથી. પરંતુ જો તમે ‘બીગ બોસ’ ના દર્શક નથી તો પણ શહનાઝ ગીલને અત્યાર સુધી તમે ઓળખી જ ગયા હશો.

‘બીગ બોસ ૧૩’ની સૌથી મોટી એંટરટેનર અને પંજાબની કટરીના કૈફ શહનાઝ ગીલ બીગ બોસમાં આવ્યા પછી જ જોરદાર હીટ થઇ ગઈ છે. શહનાઝ ગીલ પંજાબની ફેમસ સિંગર છે, પરંતુ તેને સારી ઓળખ આપી છે કલર્સના રીયાલીટી શો ‘બીગ બોસ ૧૩’ એ.

પંજાબની કટરીના આજે પોતાનો ૨૬મો જન્મ દિવસ સેલીબ્રેટ કરી રહી છે. હાલમાં શહનાઝ ગીલ બીગ બોસના ઘરમાં છે, ત્યાં તો તેનો જન્મ દિવસ સેલીબ્રેટ કરવામાં આવશે. પરંતુ આ ખાસ સમયે અમે તમને તેના જીવન વિષે થોડી વિશેષ વાતો જણાવીએ છીએ અને તેના બેસ્ટ 25 ફોટા રજુ કરીએ છીએ.

શહનાઝ ગીલનો જન્મ પંજાબમાં થયો છે. તેણે લવલી પ્રોફેશનલ યુનીવર્સીટીમાંથી બી કોમ કર્યું છે. ધંધાથી શહનાઝ ગીલ મોડલ, સિંગર અને હિરોઈન છે. ઓફીશીયલ રીતે શહનાઝ ગીલે પોતાની કારકિર્દીની શરુઆત વર્ષ ૨૦૧૫ માં કરી હતી.

૨૦૧૫ માં શહનાઝ ગીલનું એક ગીત રીલીઝ થયું હતું ‘શિવ દી કિતાબ’ આ ગીત ઘણું સુપરહિટ રહ્યું હતું. ત્યાર પછી શહનાઝ ગીલ જાણીતી થઇ હતી. ત્યાર પછી શહનાઝ ગીલ પંજાબી ગીતોમાં જોવા મળી. ઘણા ગીતોમાં તેમણે પોતાનો અવાજ પણ આપ્યો.

હિમાંશી ખુરાના સાથે વિવાદને કારણે જ આવી ચર્ચામાં :

‘બીગ બોસ ૧૩’ માં આવતા પહેલા શહનાઝ ગીલ અને પંજાબની ફેમસ સિંગર અને ‘બીગ બોસ ૧૩’ ની એક્સ કંટેસ્ટેન્ટ હિમાંશી ખુરાના વચ્ચે એક વિવાદ થયો હતો જે ઘણો ચર્ચામાં રહ્યો હતો. શહનાઝ ગીલે પોતાના સ્નૈપચેટ એકાઉન્ટથી પોતાનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેણે હિમાંશીના ગીતની જોરદાર નિંદા કરી હતી.

શહનાઝ ગીલનું આવું વલણ જોઇને હિમાંશીએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ લાઈવ વિડીયોમાં શહનાઝ ગીલને જોરદાર જવાબ આપ્યો હતો. ત્યાર પછી બંનેના સતત વિડીયો સામે આવવા લાગ્યા જેમાં એક બીજા ઉપર શબ્દોના વાર કરવામાં આવ્યા હતા.

બીગ બોસની સૌથી મોટી એંટરટેનર :

શહનાઝ ગીલ બીગ બોસની સૌથી મોટી એંટરટેનર ગણવામાં આવે છે. તેનો ક્યુટ અંદાઝ, તેની મસ્તી, તેનો ડાંસ, તેની અદા, તેનું હાસ્ય લોકોને ઘણું પસંદ આવે છે. ખાસ કરીને તેની અને સિદ્ધાર્થની જોડી ‘બીગ બોસ ૧૩’ ની સૌથી ચર્ચિત અને ફેવરીટ જોડી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.