હાથમાં વાગેલું, છતાં પણ ૪૮ કલાક હોડી ચલાવી તેને શું મળ્યું? ૫૦૦ લોકો બચાવવા નો સંતોષ

પાછલા ઘણા દિવસોથી ગુજરાત અને ઉત્તર પૂર્વી ભારતના ઘણા વિસ્તાર પુર થી ઘેરાયેલા છે. તેમાં બિહાર,આસામ અને પશ્ચિમ બંગાળ ના ઘણા વિસ્તારો સામેલ છે. અહિયાં પૂરનો પ્રકોપ એવો છે કે લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળો તરફ જઈ રહ્યા છે.

પુરની આ ઘટનાઓની વચ્ચે અમુક એવા પણ લોકોના સમાચાર આવી રહ્યા છે, જે આવી પરિસ્થિતિ માં પણ પોતાના કરતા બીજાની ચિંતા કરતા જોવા મળે છે. આવા જ લોકોમાં થી એક છે, પૂર્ણિમા જીલ્લાના જલાલગઢ ગામનો રહેવાસી ગિરજાનંદ ઋષિ, જેણે પોતાના જીવની પરવા કર્યા સિવાય બીજાનો જીવ બચાવવા માટે કામગીરી કરી.

૧૩ ઓગસ્ટ ની રાત્રે જયારે ગામના મોટા ભાગના લોકો સુઈ ગયા હતા, અચાનક લોકોના ઘરમાં પાણી ઘુસવા લાગ્યું, જેનાથી ચારે બાજુ દોડા દોડી ના વાતાવરણ વચ્ચે ગામના જ રહેવા વાળા ગિરજાનંદ ઋષિ કોઈ ફરિસ્તા ની જેમ આવ્યા અને લોકોને હિમ્મત રાખવા કહ્યું.

ગામના રહેવા વાળા ૫૫ વર્ષના અરુલીયા મસોમત નું કહેવું છે કે ‘લાલુ ટોળા માં લગભગ ૧૦૮ કુટુંબો ની વચ્ચે ૫૦૦ લોકો રહે છે.અમને લાગ્યું કે અમારી સૌ નો જીવ ખતરામાં છે અને કોઈનું બચવું શક્ય નથી’.

તે જ ગામના બીજા વડીલો નું કહેવું છે કે ‘જો ગિરજાનંદ ન હોત તો અમારા સૌને બચવું અશક્ય હતું. ગિરજાનંદ કહે છે કે ‘ચારે બાજુ ગાઢ અંધારું હતું, બધી બાજુ કોહરામ મચ્યો હતો.મેં હોડી કાઢી અને બાળકો, મહિલાઓ પછી બીજા લોકોને કોસી નદી પાર કરાવવા લાગ્યા.

આ કામમાં ગિરજાનંદ નો સહકાર ગામના જ એક બીજા વ્યક્તિ ધીમા ઋષીએ આપ્યો. બન્ને એ મળી ને એક વખતમાં લગભગ ૧૦ થી ૧૫ લોકોને હોડીમાં બેસાડીને પાસે ના પશ્ચિમ કાઠા સુધી પહોચાડવાનું કામ કર્યું. આ કામ લગભગ ૪૮ કલાક ચાલુ રહ્યું. હોડીમાં કાણું હોવા છતાં બન્ને જીવ સાથે લડીને બે દિવસ સુધી સતત લોકોને સુરક્ષિત સ્થળે પહોચાડવામાં લાગી રહ્યા.

આ કામ કરતા ગિરજાનંદને ડાબા હાથમાં મોચ આવી ગઈ, છતાં પણ આનંદમાં રહેતા કહે છે કે ‘ચાલો લોકોનો જીવ તો બચી ગયા’


Posted

in

,

by