પુરુષ અને મહિલાઓ માટે જનનાંગની ખંજવાળ દુર કરવાના 8 ઘરેલું ઉપાય.

જનનાંગની ખંજવાળ દુર કરવાના 8 ઘરેલું ઉપાય :

મહિલાઓને હમેંશા જનનાંગમાં ખંજવાળની તકલીફ થઇ જાય છે. જનનાંગની ખંજવાળ ત્યારે સૌથી વધુ તકલીફ ઉભી કરે છે, જયારે તમે કામ અંગે બહાર હોય અને ખંજવાળ ઉપર કાબુ ન રાખી શકતા હો. તેનાથી મહિલાઓ શરમાય અને ગુસ્સો અનુભવી શકે છે. તેથી આ તકલીફને ગંભીરતાથી લેવી જોઈએ.

જનનાંગમાં ખંજવાળ ઘણા કારણે થઇ શકે છે. તેનું સૌથી ખાસ કારણ માસિક ધર્મના સમયે ઉપયોગમાં લેવામાં આવતા પેડમાં રહેલ કેમિકલ્સ હોઈ શકે છે. ખુબ વધુ ટાઈટ કપડા પહેરવાથી પણ યોનીમાં ખંજવાળની તકલીફ થઇ શકે છે. સેક્સ સંબંધ બાંધ્યા પછી સ્વચ્છતા તરફ ધ્યાન ન આપવું પણ યોનીમાં ખંજવાળનું કારણ બની શકે છે. જનનાંગમાં ખંજવાળની તકલીફને પહોચી વળવા માટે તમે આ 8 ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

બરફથી શેક આપો :

જનનાંગની ખંજવાળ રાતના સમયે વધુ તકલીફ થાય છે. તેનાથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે, અને ખંજવાળની સાથે-સાથે તમે થાક અને સુસ્તી અનુભવો છો. રાત્રે વધુ થતી આ ખંજવાળને અટકાવવા માટે યોની ઉપર સીધો જ બરફ લગાવો કે યોનિને ઠંડો શેક આપો. આ કામ થકાવી દેનાર હોઈ શકે છે.

એપ્પલ સીડર વિનેગર :

એપ્પલ સીડર વિનેગર એન્ટીબેક્ટેરીયલ અને એન્ટી ફંગલ હોય છે. જો જનનાંગની ખંજવાળ બેક્ટેરીયલ કે ફંગલ ચેપને કારણે છે, તો એપ્પલ વિનેગરથી તેને દુર કરી શકાય છે. એપ્પલ સીડર વિનેગરનો ફાયદો લેવા માટે બે ચમચી એપ્પલ સીડર વિનેગરને ૧૦ ગ્રામ પાણીમાં ભેળવો, બે ત્રણ દિવસ સુધી દિવસમાં બે વખત જનનાંગને આ મિશ્રણથી ધોવું.

લસણ :

૨-૩ લસણની કળીઓ ચાવીને ખાવ. લસણની પેસ્ટ બનાવો અને જાળી જેવા એક કપડામાં તેને બાંધીને યોનીની અંદર લગાવો. તેનાથી દુર્ગંધ આવી શકે છે પણ તેનાથી મળતો આરામ આશ્ચર્યજનક હોય છે.

દહીં :

જનનાંગની ખંજવાળના ઉપચાર માટે રોજ એક કપ ખાંડ વગરનું દહીં ખાવ. દહીના ઉપયોગની બીજી રીત એ છે, કે તેને યોની ઉપર લગાવવામાં આવે જેથી તરત આરામ મળે છે. સીધું દહીં તે જગ્યાએ લગાવવાથી ખંજવાળ તરત બંધ થઇ જાય છે. નિયમિત ઉપયોગથી તકલીફ હમેશા માટે દુર થઇ જાય છે.

મીઠાથી ન્હાવું :

મીઠામાં એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે. મીઠાના આ ગુણ ખંજવાળ અને બેક્ટેરિયાની અસરને દુર કરી શકે છે. જયારે પણ તમને ખંજવાળનો અનુભવ થાય ત્યારે મીઠાના ઘટ્ટ ઘોળથી જનનાંગને ધોઈ લો. તેનાથી તમને તરત આરામ મળશે અને તે બેક્ટેરિયાને આગળ વધવાથી અટકાવશે. કે એવું પણ કરી શકો છો કે ટબને ગર્મ પાણીથી અડધું ભરો અને તેમાં અડધો કપ મીઠું નાખો. ટબમાં પલોઠી વાળીને બેસો.

તુલસીના પાંદડા :

તુલસીના પાંદડામાં એન્ટી માઈક્રોબીયલ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. તુલસીના થોડા પાંદડા લો અને તેને બે કપ પાણીમાં ઉકાળો. તેને ૨૦ મિનીટ સુધી પલાળીને રાખો જ્યાં સુધી પાણી ઘાટું ન થઇ જાય. યોનીની ખંજવાળ દુર કરવા માટે આ પાણીને દિવસમાં બે વખત પીવો.

સુકું રાખો જનનાંગ :

પરસેવો અને પાણીને લીધે જો યોનીમાં ભીનાશ રહે છે તો તેનાથી તે ભાગ ઉપર બેક્ટેરિયા અને ફંગસ ઉત્પન થાય છે, જેને લીધે ચેપ અને શરમ ઉભી થનારી સ્થિતિ ઉભી થાય છે. હમેશા ધ્યાન રાખો કે ચેપને અટકાવવા માટે યોનિને ભીનાશથી મુક્ત રાખો.

ઢીલા કપડા પહેરો :

કહેવામાં આવે છે કે ઈલાજથી ઉત્તમ છે એને વધતું અટકાવવા પ્રયત્ન કરવો. જો તમને ક્યારે પણ યોનીમાં ખંજવાળની તકલીફ થાય છે તો તમે જાણશો કે આ તકલીફને દુર રાખવા માટે આ સલાહ કેમ મુખ્ય છે. ઢીલા કપડા પહેરવાથી તમને યોનીમાં ખંજવાળની તકલીફ થતી નથી.

નોંધ : ઉપરના ઉપાય પુરુષ પણ કરી શકે છે.