દરરોજ રાત્રે ચહેરા પર લગાવો આ ત્રણ વસ્તુ, તો પાડોસી પણ પૂછશે તમારી સુંદરતાનું રહસ્ય

મોર્ડન જમાનામાં કોઈપણ સુંદર દેખાવા માંગે છે. તેના માટે બજારમાં ઘણી બધી પ્રોડક્ટસ રહેલી છે. આ પ્રોડક્ટ્સ ઘણી મોંઘી અને કેમિકલયુક્ત હોય છે. આ પ્રોડક્ટસના સતત ઉપયોગથી સ્કીન થોડા જ દિવસોમાં ખોટી પડવા લાગે છે. પરંતુ સમસ્યા એવી ને એવી જ રહેતી હોય છે. તેવામાં જો તમે પણ સુંદર દેખાવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો અમે તમારા માટે ત્રણ ઉત્તમ નુસખા લઇને આવ્યા છીએ, જેની મદદથી ન માત્ર તમારી સ્કીન ગ્લોઈંગ થશે, પરંતુ તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

સુંદરતાની આ હરીફાઈમાં પોતાને બીજાથી વધુ સારા દેખાડવા માટે આપણે ન જાણે કેવા કેવા પ્રયોગ કરતા રહીએ છીએ. પરંતુ છતાંપણ સુંદર દેખાવામાં નિષ્ફળ રહીએ છીએ. તેવા વખતે જો તમને એક એવી સુંદરતાની શોધ જોઈએ છે, જો કે હંમેશા તમારી સાથે રહે, તો આ ખબર માત્ર તમારા માટે જ છે. આપણા ઘરમાં ઘણી બધી વસ્તુ રહેલી હોય છે, જેની મદદથી તમે તમારી સુંદરતાને સરળતાથી વધારી શકો છો. તો આવો તમારી એ તકલીફને દુર કરવા માટે અમે તમને થોડા એવા નુસખા જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારો રંગ ખીલી ઉઠશે.

નારીયેળનું તેલ અને લીંબુની પેસ્ટ લગાવો :

રોજ રાત્રે સુતા પહેલા નારીયેલ તેલમાં લીંબુના થોડા ટીપા ભેળવીને ચહેરા અને ગરદનના ભાગ ઉપર લગાવો. આ પેસ્ટને આખી રાત લગાવેલી રહેવા દો, અને પછી સવારે આ પેસ્ટને ગરમ પાણીથી ધોઈ લો. એવું જો તમે રોજ કરશો, તો તમારો રંગ ખીલી ઉઠશે અને તમારી સુંદરતા પહેલાની સરખામણીમાં ઘણી વધી જશે. તેનો ઉપયોગ તમારે સતત એક મહિનો કરવાનો છે, પરંતુ થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે.

મુલતાની માટીની પેસ્ટ લગાવો :

સુંદરતા વધારવા અને નિખારવા માટે મુલતાની માટી ઉપર સદીઓથી વિશ્વાસ પાત્ર રહી છે. સુદરતા નિખારવા માટે મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવી રહ્યો છે. તેના માટે તમારે રાત્રે સુતા પહેલા મુલતાની માટીની પેસ્ટ ચહેરા ઉપર લગાવવાની છે, અને પછી સવારે ગરમ પાણીથી ધોઈ દેવાની છે. એમ કરવાથી તમારી સુંદરતા થોડા દિવસોમાં ખીલી ઉઠશે. આ પ્રક્રિયાને તમે હંમેશા ચાલુ રાખશો તો તમારી સ્કીન હંમેશા ચમકતી રહેશે.

હળદરની પેસ્ટ લગાવો :

હળદરમાં રહેલા ગુણ સ્કીનનો કચરો સાફ કરે છે. તેવામાં રોજ સુતા પહેલા ચહેરા ઉપર હળદરની પેસ્ટ લગાવવી જોઈએ. તેના માટે હળદરને પાણીમાં પલાળીને થોડો સમય માટે રાખી દો, અને પછી તેને સારી રીતે ભેળવીને ચહેરા ઉપર લગાવો. રાત આખી તેને લાગી રહેવા દો અને સવારે ગરમ પાણીથી ધોઈ લો. એમ કરવાથી તમારી સ્કીન ખીલી ઉઠશે. આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં માત્ર બે દિવસ કરો. એમ સતત કરવાથી તમને પહેલા જ દિવસથી ફરક જોવા મળશે અને તે તમારું બ્યુટી સિક્રેટ બની જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.