દિવાળી સ્પેશ્યલ : દિવાળીના દિવસે ઘરમાં રાખો આ 7 વસ્તુ, પોતાની જાતે ખેંચાઈ આવશે લક્ષ્મી

દિવાળી આવવાની છે, એવામાં માતા લક્ષ્મીની કૃપા પોતાના ઘર અને કુટુંબ ઉપર કોણ નથી ઇચ્છતું. માં લક્ષ્મીને ખુશ કરવા માટે લોકો અનેક પ્રકારની પૂજા અર્ચના કરે છે. જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રમાં થોડી વસ્તુ એવી દર્શાવવામાં આવી છે, જેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા આપણા બધા ઉપર જળવાઈ રહે છે. કહેવામાં આવે છે કે આ વસ્તુ માં  લક્ષ્મીનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

એટલા માટે આજે અમે તમને ૭ એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે દિવાળીના દિવસે ઘરમાં રાખશો તો માતા લક્ષ્મી આકર્ષિત થસે અને તમારા ઘર તરફ ખેંચાઈ આવશે. તેમાંથી જો તમે એક વસ્તુ પણ તમારા ઘરમાં રાખી લો છો, તો ઘરમાં ધનની કમી નહિ રહે.

આ ૭ વસ્તુ માતાને કરે છે આકર્ષિત :

દક્ષિણાવર્તી શંખને દેવી લક્ષ્મીનું પ્રતિ સ્વરૂપ કહેવામાં આવે છે. સાથે જ તેને ધન, સંપત્તિ, એશ્વર્ય અને સમૃદ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે આ શંખ ઘરમાં રાખવાથી તમારી તમામ મુશ્કેલીઓ દુર થવા લાગે છે. તે ઘરની તિજોરી કે પછી પૈસા રાખવાની જગ્યા ઉપર મુકો.

જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો ઘરમાં પારાથી નિર્મિત માં લક્ષ્મીની મૂર્તિ રાખો. માં લક્ષ્મીના પારદ સ્વરૂપની પૂજા કરવાથી મનની તમામ ઇચ્છાઓ પૂરી થશે.

કહેવાય છે કે ઘરમાં કોડી રાખવાથી ક્યારે પણ પૈસાની તંગી રહેતી નથી. માન્યતા મુજબ તો કોડીને માતા લક્ષ્મીની સગી બહેન માનવામાં આવે છે. કોડી તમને ખરાબ નજર અને મુશ્કેલીઓથી બચાવીને રાખે છે.

માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમની ચાંદીથી બનેલી ચરણ પાદુકાઓ ઘરના મંદિરમાં મુકો. કોઈ વિશેષ ઉદ્દેશ્ય માટે પણ તમે તેને તમારા ઘરમાં રાખી શકો છો. પરંતુ ધ્યાન રાખશો કે, આ ચરણ પાદુકાઓની દિશા પૈસા કે ઘરેણા રાખવાની જગ્યા તરફ હોવી જોઈએ.

કુબેર સુખ-સમૃદ્ધી અને ધનના દેવતા માનવામાં આવે છે. માતા લક્ષ્મીની સાથે સાથે જો તમે દેવતા કુબેરને પણ પુજશો તો પૈસા સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દુર થઇ જશે. ઘરમાં કુબેરની મૂર્તિ કે ફોટો લગાવવાથી ભગવાનની કૃપા દ્રષ્ટિ કુટુંબના સભ્યો ઉપર જળવાયેલી રહે છે.

કમળકાકડીનો ઉપયોગ પૂજા પાઠ અને મંત્ર જાપ માટે કરવામાં આવે છે. ઘરના પૂજા સ્થાન ઉપર કમળકાકડીની માળા રાખવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે. તમે તેની માળા પણ ધારણ કરી શકો છો. તે તમને દરેક પ્રકારની તકલીફોથી બચાવશે.

શ્રી યંત્ર એક એવું ચમત્કારિક યંત્ર માનવામાં આવે છે, જેને ઘરમાં રાખવાથી તમને દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે. આ શુભ યંત્રને ધન-સમૃદ્ધી, લાભ, દેવું વગેરે માંથી મુક્તિનો યંત્ર માનવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.