શનિવારના દિવસે પોતાના ખીસા કે પર્સમાં રાખો ફક્ત એક વસ્તુ, સાંજ સુધી જરૂર થશે આનો ફાયદો

જો તમે શનિ દેવને ખુશ કરવા માંગો છો તો તેના માટે શનિવારનો દિવસ એકદમ યોગ્ય છે. શનિવારના દિવસે તમે શનિ મંદિરમાં સવારથી લાંબી લાઈન જોઈ શકો છો. લોકો શનિદેવની અસરથી બચવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરે છે. શનિવારના જ દિવસે તમે જોયું હશે ઘણા લોકો તેમના નામ ઉપર દાન લે છે, દાનમાં મોટાભાગે સરસીયાનું તેલ અને પૈસા લઇ જાય છે. જેની ઉપર શનિનો પ્રકોપ હોય છે તે પોતાનું કામ કાજ છોડીને તેને ખુશ કરવામાં લાગી રહે છે.

માત્ર એક વસ્તુ રાખીને કરી શકો છો શનિ દેવને ખુશ :

ઘણા લોકો ઈચ્છે તો પણ શનિવારના દિવસે મંદિર નથી જઈ શકતા, પરંતુ તેને શનિ દેવને ખુશ પણ કરવા છે. તેવામાં શું કરે તે? તેના માટે તમે હવે ચિંતા ન કરશો. આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે શનિ દેવની કૃપા મેળવી શકો છો. આજે અમે તમને થોડી એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી કોઈ એક વસ્તુ તમે ખિસ્સામાં કે તમારા પર્સમાં રાખીને શનિ દેવના આશીર્વાદ મેળવી શકો છો.

આમાંથી કોઈ એક વસ્તુને રાખો તમારા ખિસ્સામાં :

શનિ દેવને વાદળી રંગનું ફૂલ ઘણું પસંદ છે, એટલા માટે ભક્ત તેને વાદળી રંગનું ફૂલ ચડાવે છે. જો તમે કોઈ કારણસર વાદળી રંગનું ફૂલ ચડાવી નથી શકતા તો તેને તમારા ખિસ્સામાં કે પર્સમાં રાખી લો, સાંજ સુધીમાં તેનો ફાયદો જરૂર જોવા મળશે. તમારા બગડેલા કામ પણ સાંજ સુધીમાં સુધરી જશે.

શનિવારના દિવસે જો તમે તલનું દાન કરો છો, તો તે તમારા જીવનમાં ખુશાલી લાવે છે. શનિ દેવ તેનાથી ઘણા પ્રસન્ન થાય છે. જો તમે કોઈ કારણોસર શનિવારના દિવસે તલનું દાન નથી કરી શકતા તો થોડા તલના દાણા લઇને તેને તમારા ખિસ્સા કે પર્સમાં રાખી લો, તેનાથી નિશ્ચિત રીતે સાંજ સુધીમાં ફાયદો થશે.

કાળા અડદની દાળ શનિવારના દિવસે દાન કરવાથી તમારા તમામ શારીરિક દુ:ખ દુર થઇ જાય છે. દાન ન કરી શકવાની સ્થિતિમાં તેને પણ તમારા ખિસ્સા કે પર્સમાં રાખી શકો છો.

શાસ્ત્રોમાં શનિ દેવને પ્રસન્ન કરવા વિષે જણાવવામાં આવે છે કે કાળા રંગનું વસ્ત્ર દાન કરો કે કળા રંગના વસ્ત્ર ધારણ કરો. જો દાન કરવું શક્ય ન હોય તો તે આ રંગના કપડા પહેરો. જો કોઈ કારણથી તે પણ નથી કરી શકતા તો આ રંગનો રૂમાલ જરૂર રાખો, લાભ મળશે.

જો તમે શનિવારના દિવસે કાજળનું દાન કરો છો તો તમારી આંખોની રોશનિ વધે છે, અને તમારા આંખ સંબંધી રોગ પણ દુર થાય છે. પોતે પણ શનિવારના દિવસે તમે આંખોમાં કાજળ લગાવો, જો ન લગાવવા માંગો તો તેને તમારી પાસે જરૂર રાખો.

આ દિવસે તમે લોખંડ અને કાચની ગોળીઓ પણ તમારી પાસે રાખી શકો છો. એમ કરવાથી શનિ અને રાહુ બન્નેની અશુભ અસરથી બચી શકાય છે.