પુત્ર વૃદ્ધ માતાને દર મહિને મળવાના વચને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, તે વચન પાળી શક્યો નહિ ત્યારે માતાએ…

પુત્રએ વૃદ્ધ માતાને વૃદ્ધશ્રમમાં છોડતા કહ્યું – “હું દર મહિને તમને મળવા આવીશ,” પરંતુ પુત્ર ન આવ્યો, મરતા પહેલા માતા એ પુત્ર માટે તૈયાર કર્યા બે કવર, એક કવર હળવું હતું અને બીજું ભારે, આખરે શું હતું તે કવર માં?

વૃદ્ધવસ્થામાં માતાપિતાને સૌથી વધુ જરૂરિયાત પ્રેમ અને પોતાનાપણાની હોય છે. એક ગરીબ મહિલાએ પોતાના પતિના અવસાન પછી પોતાના પુત્રને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવ્યો. સમય થવા ઉપર એક ભણેલી ગણેલી સુંદર છોકરી સાથે તેના લગ્ન પણ કરાવી દીધા.

થોડા દિવસો તો ઠીક ચાલ્યું, પરંતુ થોડા દિવસો પછી માર્ડન વહુને તેની સાસુ સાથે અણબનાવ થવા લાગ્યા. એક દિવસ તેણે પોતાના પતિને કહ્યું કે – “માતાને વૃદ્ધશ્રમ મોકલી દો.” સમજાવવા છતાં પણ જ્યારે પત્ની ન માની તો દબાણ સામે દીકરો પોતાની માતાને વૃદ્ધશ્રમ મૂકી આવ્યો.

ત્યાં પુત્રએ પોતાની માતાને કહ્યું – “હું દર મહિને તમને 1 હજાર રૂપિયા મોકલી દઈશ અને સમય-સમય પર મળવા પણ આવીશ.”

માતાએ કહ્યું – “પૈસા ભલે ન મોકલ પણ મળવા આવતો રહેજે.”

પુત્ર દર મહિને માતા માટે 1 હજાર રૂપિયા મોકલતો રહ્યો, પણ મળવા આવતો ન હતો. આ રીતે થોડા મહિના નીકળી ગયા.

એક દિવસ પુત્ર ઉપર વૃદ્ધશ્રમથી ફોન આવ્યો કે – “તમારી માતાની તબિયત ઘણી ખરાબ છે, તો તમને મળવા માંગે છે.”

પુત્ર એ કહ્યું – “હમણાં હું વ્યસ્ત છું, સાંજે આવીને માતાને મળું છું.”

સાંજે જયારે દીકરો માતાને મળવા ગયો તો તેનું અવસાન થઇ ગયું હતું. વૃદ્ધશ્રમના એક વ્યક્તિએ પુત્રના હાથમાં બે કવર આપ્યા અને કહ્યું કે – “આ કવર તમારી માતાએ તમને આપવા માટે કહ્યું હતું.”

પુત્રે પહેલું કવર ખોલ્યું તો તેમાં એક પત્ર હતો, જેમાં લખ્યું હતું – “મારા વ્હાલા પુત્ર, મારી છેલ્લી ઇચ્છા હતી કે હું તને મળું. પ્રેમથી તારા માથા પર હાથ ફેરવું અને ઢગલાબંધ આશીર્વાદ આપું, પણ મારી એ ઇચ્છા પૂરી થઇ શકી નહિ.

તું મને ખર્ચ માટે દર મહિને જે 1 હજાર રૂપિયા મોકલતો હતો, તે બચાવીને રાખ્યા છે. બીજું કવર જે તારા હાથમાં છે, તેમાં પૈસા છે. આ પૈસા મારા કામ તો ન આવ્યાં, પણ આ રૂપિયા હું તારા માટે છોડીને જઇ રહી છું.

તું તો ઘણો સારો અને ઉદાર પુત્ર છો, જે મને સમય સમય ઉપર પૈસા મોકલતો હતો. પરંતુ મને ડર છે કે તારું જે સંતાન હશે તે કદાચ તને 1 હજાર રૂપિયા પણ નહિ મોકલી શકે. તે સમયે તને આ પૈસા કામ આવશે.”

જીવન વ્યવસ્થાપન :-

ગઢપણમાં માતાપિતાને સૌથી વધુ જરૂર પ્રેમ અને પોતાનાપણાની હોય છે, પૈસાની નહિ. અને જ્યારે તેમને પોતાના પરિવારમાં આ બધું ન મળે તો તે અંદરથી તૂટી જાય છે. આજના સમયમાં એ સામાન્ય વાત બની ગઈ છે. તેથી તમારા વૃદ્ધ માતાપિતા માટે સમય કાઢો અને તેમને પ્રેમ અને પોતાનાપણાની અનુભૂતિ કરાવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશન. જય હિન્દ…