6 જાન્યુઆરીએ છે પુત્રદા એકાદશી, જાણો વ્રત રાખવાના નિયમ અને પૂજા વિધિ

પૌષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશી દર વર્ષે બે વખત આવે છે. આ વર્ષે એટલે વર્ષ 2020 માં આ એકાદશી 6 જાન્યુઆરીએ આવી રહી છે. એવી માન્યતા છે કે, પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જે લોકોને પુત્ર થતો નથી તે લોકો આ એકાદશી વ્રત જરૂર કરો.

કેવી રીતે કરવું પુત્રદા એકાદશી વ્રત અને પૂજા :

પુત્રદા એકાદશીનું વ્રત 6 જાન્યુઆરીએ આવે છે, પણ આની શરૂઆત 5 જાન્યુઆરીની રાતથી જ થઇ જાય છે. એટલા માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવા વાળા લોકો દશમની તિથિની રાત્રીથી જ વ્રત નિયમોની પાલન કરવાનું શરુ કરી દે, અને દશમના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન કરવું નહિ. તેના સિવાય રાત્રે ઊંઘતા પહેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો.

સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો. થઇ શકે તો પાણીમાં ગંગા જળ નાખીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. આના પછી પૂજા ઘરની સફાઈ કરો. પૂજા કરતા સમયે સૌથી પહેલા વ્રત રાખવાનો સંકલ્પ લેવો. પોતાના સીધા હાથમાં થોડું પાણી રાખો અને પોતાના મનમાં વ્રત રાખવાનો સંકલ્પ લેતા ભગવાનને પ્રાર્થના કરો કે તે પોતાના મનની કામનાઓ પૂરી કરી દે. તેના પછી આ પાણીને ઘરતી પર અર્પણ કરો.

સંકલ્પ લીધા પછી તમે પૂજા શરુ કરો અને સૌથી પહેલા શ્રીહરિ વિષ્ણુના ફોટા સામે એક દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી વિષ્ણુજીને નવા વસ્ત્ર અર્પિત કરો અને ફૂલ-હાર ચઢાવો.

કળશમાં લાલ કપડું બાંધીને તેમની સ્થાપના કરો અને કળશની પૂજા કરો.

ભગવાન શ્રીહરિ વિષ્ણુની પ્રતિમાને ભોગ ધરાવો અને તુલસીના પાંદડા અર્પણ કરો. એ પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો.

એકાદશીના દિવસે જેટલું થઇ શકે તેટલું ભજન કીર્તન કરો.

આખા દિવસમાં કોઈ પણ વસ્તુનું સેવન કરવું નહિ, અને રાતના સમય ફક્ત ફળ વગેરેનું જ સેવન કરો.

બીજા દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન-દક્ષિણા આપો. તેના પછી તમે પોતાનું વ્રત તોડો.

એકાદશીના નિયમ :

જો તમે એકાદશીનો વ્રત રાખતા નથી તો આ દિવસે કાંસના વાસણમાં ભોજન કરો, અને ખાવામાં ફક્ત મસૂરની દાળનું સેવન કરો.

આ દિવસે ભોજન બનાવતા સમયે ડુંગરી અને લસણનો ઉપયોગ ન કરો.

એકાદશીના નિયમો અંતર્ગત આ દિવસે ફક્ત જમીન પર બેસવું છે અને ઊંઘવું પણ.

એકાદશીના દિવસે તુલસીની પૂજા જરૂર કરો અને આ દિવસે તુલસીના પાંદડા બિલકુલ તોડો નહિ.

એકાદશીના દિવસે કોઈની સાથે પણ વિવાદ કરો નહિ અને કોઈ પણ જીવ જંતુને મારો નહિ. આવું કરવાથી પાપ લાગે છે.

આ લોકો જરૂર રાખો પુત્રદા એકાદશીનું વ્રત :

જે દંપતીઓને સંતાન થવામાં બાધાઓ આવી રહી છે, તો તે આ વ્રત જરૂર કરો. આ વ્રત રાખવાથી પુત્રની પ્રાપ્તિની કામના પુરી થાય છે. આના સિવાય જો તમારી કોઈ મનોકામના છે જે પુરી થઇ સકતી નથી, તો આ વ્રત જરૂર કરો. આ વ્રત કરવાથી ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.