પુત્રના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે જીતિયા વ્રત, વાંચો એની કથા.

જીતીયા વ્રતનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. ભગવાન જીઉતવાહન પુત્ર ઉપર આવનારી તમામ સમસ્યાઓ દુર કરવામાં મદદરૂપ છે. માન્યતા છે કે તે કરવાથી પુત્ર પ્રાપ્તિ પણ થાય છે. આવો તમને આ વ્રતની કથા અને તેના મહત્વ વિષે વિસ્તારથી જણાવીએ.

જીતીયા વ્રતની કથા

નર્મદા નદી પાસે કંચનબટી નામનું નગર હતું. ત્યાના રાજા મલયકેતુ હતો. નર્મદા નદીની પશ્ચિમ દિશામાં મરુભૂમિ હતી. જેને બાલુહટા કહેવામાં આવતી હતી. ત્યાં વિશાળ વડનું ઝાડ હતું. તેની ઉપર ગરુડ રહેતું હતું. ઝાડ નીચે બખોલ હતી, જેમાં શિયાળ રહેતું હતું, ગરુડ અને શિયાળ, બંનેમાં મિત્રતા હતી. એક વખત બંને મળીને જીતીયા વ્રત કરવાનો સંકલ્પ લીધો.

પછી બંનેએ ભગવાન જીઉતવાહનની પૂજા માટે નિર્જળા વ્રત રાખ્યું. વ્રત વાળા દિવસે તે નગરના મોટા વેપારીનું મૃત્યુ થઇ ગયું. હવે તેનો અગ્નિ સંસ્કાર તે મરુસ્થળ ઉપર કરવામાં આવ્યું.

કાળી રાત થઇ અને ઘનઘોર ઘટા પથરાવા લાગી. ક્યારેક વીજળી કડકતી તો ક્યારેક વાદળા ગરજતા. તોફાન આવી ગયું હતું. શિયાળને હવે ભૂખ લાગવા લાગી હતી. મડદું જોઇને તે પોતાને રોકી ન શક્યું અને તેનું વ્રત તૂટી ગયું. પણ ગરુડે સંયમ રાખ્યો અને નિયમ અને શ્રદ્ધાથી બીજા દિવસે વ્રતના પારણા કર્યા.

પછી આગળના જન્મમાં બંને સહેલીઓએ બ્રાહ્મણ પરિવારમાં પુત્રીના રૂપમાં જન્મ લીધો. તેમના પિતા ભાસ્કર હતા. ગરુડ, મોટી બહેન બની અને તેનું નામ શીલવતી રાખવામાં આવ્યું. શીલવતીના લગ્ન બુદ્ધીસેન સાથે થયા. શિયાળ, નાની બહેનના રૂપમાં જન્મી અને તેનું નામ કપુરાવતી રાખવામાં આવ્યું.

તેના લગ્ન તે નગરના રાજા મલાયકેતુ સાથે થયા. હવે કપુરાવતી કંચનબટી નગરની રાણી બની ગઈ. ભગવાન જીઉતવાહનના આશીર્વાદથી શીલવતીને સાત દીકરા થયા. પણ કપુરાવતીના બધા દીકરા જન્મ લેતા જ મરી જતા હતા.

થોડા સમય પછી શીલવતીના સાતે પુત્ર મોટા થઇ ગયા. તે બધા રાજ દરબારમાં કામ કરવા લાગ્યા. કપુરાવતીના મનમાં તેને જોઈ ઈર્ષાની ભાવના આવી ગઈ. તેણે રાજાને કહીને બધા દીકરાના માથા કાપી નાખ્યા. તેને સાત નવા વાસણ મગાવીને તેમાં મૂકી દીધા અને લાલ કપડાથી ઢાંકીને શીલવતી પાસે મોકલી દીધા.

તે જોઈ ભગવાન જીઉતવાહને માટીથી સાતે ભાઈઓના માથા બનાવ્યા અને બધાના માથા ધડથી જોડીને તેની ઉપર અમૃત છાંટી દીધું. તેનાથી તેમાં જીવ આવી ગયો. સાતે યુવાન જીવતા થઇ ગયા અને ઘરે પાછા આવ્યા. જે કપાયેલા માથા રાણીએ મોકલ્યા હતા તે ફળ બની ગયા. બીજી તરફ રાણી કપૂરાવતી, બુદ્ધીસેનના ઘરેથી સમાચાર મળવાથી દુઃખી હતી. જયારે ઘણે વાર સમાચાર ન આવ્યા તો કપુરાવતી સ્વયં મોટી બહેનના ઘરે આવી ગઈ. ત્યાં સૌને જીવતા જોઇને તે સ્તબ્ધ રહી ગઈ.

જ્યારે તેને ભાન આવી તો બહેનને તેણે સંપૂર્ણ વાત જણાવી. હવે તેને પોતાની ભૂલ ઉપર પછતાવો થઇ રહ્યો હતો. ભગવાન જીઉતવાહનની કૃપાથી શીલવતીને પૂર્વ જન્મની વાતો યાદ આવી ગઈ. તે કપુરાવતીને લઈને વડના ઝાડ પાસે ગઈ અને તેને બધી વાતો જણાવી. કપુરાવતી બેભાન થઇ ગઈ અને મરી ગઈ. જયારે રાજાને તેની જાણ થઇ તો તેમણે તે સ્થળ ઉપર જઈને વડના ઝાડની નીચે કપુરાવતીનો અગ્નિ સંસ્કાર કરી દીધો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.