રોલને બદલે પ્યાર કા પંચનામાની એક્ટ્રેસ સાથે થઇ હતી ‘ગંદી’ ડિમાન્ડ, પોતે જ કર્યો ખુલાસો

બોલીવુડના કાળું સત્યનો ખુલાસો અવાર નવાર કોઈ ને કોઈ અભિનેત્રીઓ કરતી જ રહે છે. હવે ‘પ્યાર કા પંચનામાં’ જેવી ફિલ્મમાં જોવા મળેલી હિરોઈન સોનાલી સહગલના કાસ્ટિંગ કાઉચની ઘટના બહાર આવી છે.

બોલીવુડમાંથી અવાર નવાર અભિનેત્રીઓ સાથે કાસ્ટિંગ કાઉચ થવાના સમાચાર આવતા રહે છે. ઘણી અભિનેત્રીઓએ કામ મેળવવાના બદલે શોષણનો ખુલાસો શરમ સાથે કર્યો છે. આ અભિનેત્રીઓમાં સિનેમાના મહાન ચહેરા સામેલ છે. હવે પ્યાર કા પંચનામા જેવી ફિલ્મમાં જોવા મળેલી હિરોઈન સોનાલી સહગલે પોતાની સાથે થયેલી ઘટના લોકોને જણાવી છે. સોનાલીએ પોતાની સાથે બનેલી ઘટનાનો ખુલાસો કર્યો છે, ત્યાર પછી બોલીવુડ જગત દંગ રહી ગયું છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરા ૮ વર્ષ કામ કરી ચુકેલી, અને ૬ ફિલ્મોમાં જોવા મળી ચુકેલી અભિનેત્રી સોનાલીએ ખુલાસો કર્યો છે કે, ફિલ્મમાં રોલ આપવાના નામ ઉપર એક ડાયરેક્ટરે તેને બોડી સર્જરી કરાવવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે, તે એક પ્રસિદ્ધ કાસ્ટિંગ ડાયરેક્ટરને મળી હતી. તેનું ઓડીશન રાઉન્ડ પણ ઘણું સારું રહ્યું હતું.

સોનાલીએ આગળ જણાવ્યું કે, તે ઘણી ખુશ હતી કે તે રોલ તેને મળી જશે. પરંતુ તે ત્યારે દંગ રહી ગઈ જયારે ડાયરેક્ટરે તેને શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે, તે ડાયરેક્ટર ઈચ્છતા હતા કે હું મારા શરીરના ખાસ પાર્ટની સર્જરી કરાવી લઉં. તેમનું કહેવું હતું કે ત્યાર પછી તે વધુ આકર્ષક લાગશે. સોનાલીએ તે શરત માનવાની ના કહી દીધી અને ફિલ્મ હાથ માંથી ચાલી ગઈ.

સોનાલી સહગલે પોતાના કેરિયરની શરુઆત મોડલિંગથી કરી હતી. પહેલી વખત તે લવ રંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. હવે તે પ્યાર કા પંચનામા-2′ ફેમ કલાકાર સની સિંહ સાથે ડાયરેક્ટર નવજોત ગુલાટીની ફિલ્મ ‘જય મમી દી’ માં જોવા મળશે.

આ સિવાય અન્ય ઘણી અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની ચુકી છે. અને મજબુરીને કારણે તેઓ આ વાત જાહેર કરી શકતી નથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેયર કરવાંથી જો કોઈ એક વ્યક્તિના જીવન માં ઉપયોગ માં આવી જાય, તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા વધુ લોકો ને જરૂર થી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ટાઈમ્સ નાઉ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.