લો હવે સમજાયું કે દર વર્ષે આ ભગવાનને આઇસોલેશન, કોરોન્ટાઇન કેમ કરવામાં આવે છે, વાંચો હિંદ ધર્મની રીત.

હજારો વર્ષ પહેલાથી ભારતીય સંસ્કૃતિમાં છે કોરેન્ટાઇન, ભગવાન જગન્નાથજી પોતે રહે છે કોરેન્ટાઇનમાં.

આપણા પૂર્વજો હજારો વર્ષોથી જાણે છે કે આઇસોલેશન-કોરેન્ટાઇનનો સમય 14 દિવસ હોય છે, પણ આપણે તેમનું માન્યું નહિ.

શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે, દર વર્ષે રથ યાત્રાની બરાબર પહેલા ભગવાન જગન્નાથ સ્વામી બીમાર પડે છે. તેમને તાવ અને શરદી થઈ જાય છે. બીમારીની સ્થિતિમાં તેમને કોરેન્ટાઇન (Quarantine) કરવામાં આવે છે, જેને મંદિરની ભાષામાં અનાસાર કહેવામાં આવે છે.

ભગવાનને 14 દિવસ સુધી એકાંતવાસ એટલે કે આઇસોલેશનમાં રાખવામાં આવે છે.

તમે બરાબર વાંચ્યું 14 દિવસ જ.

આઇસોલેશનના આ સમય ગાળામાં ભગવાનના દર્શન બંધ રહે છે, અને ભગવાનને જડીબુટીઓનું પાણી આહારમાં આપવામાં આવે છે, એટલે કે લીકવીડ ડાયટ. અને આ પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવી રહી છે.

હવે એકવીસમી સદીમાં પશ્ચિમી લોકો આપણને ભણાવી રહ્યા છે કે, આઇસોલેશન અને કોરેન્ટાઇનનો સમય 14 દિવસ હોય છે.

તેઓ આપણને એવું ભણાવી શકે છે? કારણ કે આપણે પોતે વિચારીએ છીએ કે હિંદુ ધર્મ અંધવિશ્વાસથી ભરેલો અને અવૈજ્ઞાનિક ધર્મ છે.

જે આજે આપણને ભણાવવામાં આવી રહ્યું છે, તે આપણા પૂર્વજ હજારો વર્ષો પહેલાથી જાણતા હતા.

ગર્વ કરો પોતાના ધર્મ પર, પોતાની સભ્યતા પર અને પોતાની પરંપરાઓ પર.