આ છે ફળોની ‘મહારાણી’, 1000 રૂપિયાની એક કેરી, જાણો તેનું નામ શું છે?

ફળોના રાજા કેરીની મહારાણી વિષે તમે જાણો છો? એક કેરી માટે ચૂકવવા પડે છે 1000 થી 1200 રૂપિયા, જાણો તેમાં શું ખાસ છે?

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે ફળોની મહારાણી કોણ છે? મધ્ય પ્રદેશના કટ્ઠીવાડા વિસ્તારમાં થવા વાળી એક ખાસ કેરીને તમે ફળોની મહારાણી કહી શકો છો, કારણ કે તેમનું નામ ‘નૂરજહાં’ છે. આ વેરાઈટીના એક કેરીની કિંમત 1,000 રૂપિયા સુધી હોય છે.

આ કેરીની ઉપજ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ઠીવાડા વિસ્તારમાં થાય છે. જે ગુજરાતને અડીને આવેલા વિસ્તારમાં છે. તે ઇન્દોરથી લગભગ 250 કિલોમીટર દૂર છે.

સારી ઉપજ : એક ખેડૂતે જણાવ્યું કે ‘નૂરજહાં’ ની એક કેરીની કિંમત 500 રૂપિયાથી 1,000 રૂપિયા છે. આ વર્ષે આ પાકની ઉપજ સારી થઇ છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ મુજબ કટ્ઠીવાડાના એક કેરી ઉત્પાદક શિવરાજ સિંહ જાધવે જણાવ્યું કે, ‘મારા બાગમાં નૂરજહાં કેરીના ત્રણ ઝાડ છે, તેમાંથી લગભગ 250 કેરી મળે છે. એક કેરીની કિંમત 500 થી 1000 રૂપિયા મળી રહી છે. તેના માટે પહેલાથી જ બુકીંગ થઇ ગયું છે.

કેટલું છે વજન? તેમણે જણાવ્યું કે તેના માટે મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક કેરી પ્રેમીઓએ બુકીંગ કરાવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ વખતે એક નૂરજહાં કેરીનું વજન 2 થી 3.5 કિલો સુધી છે.

કટ્ઠીવાડા વિસ્તારમાં નૂરજહાં કેરીના ઉત્પાદનમાં લાગેલા એક એક્સપર્ટ ઇશાક મન્સુરીએ જણાવ્યું કે, ‘આ વખતે પાક સારો થયો છે, પરંતુ કો-વી-ડ મહામારીની અમારા કારોબાર પર ખુબ અસર થઈ છે. આ પહેલા વર્ષ 2020 માં જળવાયુ સારું ન હોવાના કારણે નૂરજહાં કેરીનું ઉત્પાદન સારું નહોતું.’

તે પહેલા વર્ષ 2019 માં એક કેરી સામાન્ય રીતે 2.75 કિલોગ્રામની હતી અને ખરીદનાર 1200 રૂપિયા સુધીની કિંમત આપવા તૈયાર હતા. નૂરજહાંના ઝાડમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફળ લાગી જાય છે અને જુનની શરૂઆતમાં કેરી પાકીને તૈયાર થઇ જાય છે. કેટલાક સ્થાનીય ઉત્પાદકોનો દાવો છે કે, ઘણી વખત નૂરજહાં કેરી એક-એક ફૂટ સુધી લાંબી થઇ જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.