દીપિકાના પતિને પૂછવામાં આવ્યું ‘એક ચપટી સિંદુરની કિંમત’, રણવીરે આપ્યો ઘણો જ આશ્ચર્ય પમાડતો જવાબ

ફિલ્મોનું પ્રમોશન કરવું ફિલ્મના મુખ્ય પાત્ર અને ફિલ્મ મેકર્સની જવાબદારીમાં આવી જાય છે. હવે હાલના દિવસોમાં એવું જ કામ અભિનેતા રણવીર સિંહ અને રોહિત શેટ્ટી કરી રહ્યા છે. જેના માટે તેઓ એક શો થી બીજા શો પોતાની ફિલ્મના પ્રમોશન માટે ફરી રહ્યા છે. લગ્ન પછી રણવીર સિંહની આ પહેલી ફિલ્મ હશે, જેના પ્રમોશન માટે તે સુનીલ ગ્રોવરના નવા શો ‘કાનપુર વાલા ખુરાના’ માં પહેલા ગેસ્ટ બનીને આવી રહ્યા છે.

અહિયાં તે પોતાની ફિલ્મ સીમ્બાનું પ્રમોશન કરશે, અને અહિયાં આ શો માં જયારે દીપિકાના પતિને પૂછવામાં આવ્યું ‘એક ચપટી સિંદુરની કિંમત’, તેની ઉપર રણવીરનો જવાબ તમને ખુબ આશ્ચર્યચકિત કરી શકે છે. કેમ કે પહેલા તો ઘણું હસ્યા અને પછી કઈક અલગ જ કહ્યું.

દીપિકાના પતિને પૂછવામાં આવ્યું ‘એક ચપટી સિંદુરની કિંમત’ :

૧૫ ડીસેમ્બરથી શરુ થતા શો ‘કાનપુર વાલા ખુરાના જી’ માં સુનીલ ગ્રોવર અને તેની ટીમએ પોતાના પહેલા મહેમાનના પગ ખેંચવામાં કાંઈ બાકી નથી રાખ્યું. શો માં રણવીર અને રોહિતએ ઘણી મજાક મસ્તી કરી અને આ મસ્તી ભરેલા વિડીયો ઘણા વાયરલ કરવામાં આવી રહ્યા છે. ‘કાનપુર વાલા ખુરાના જી’ શો ના ઘણા પ્રોમો આવી ગયા છે, જેમાં રણવીરને સુનીલ ગ્રોવરએ દીપિકાની એક ચપટી સિંદુરની કિંમત પૂછી, તો તેનો જવાબ રણવીરે ઘણું હસતા આપ્યો હતો.

સુનીલ કહે છે, રમેશ બાબુના હાથ તો ન આવી દીપિકા પરંતુ તે આવી ગઈ રણવીરની પાસે, તે વાત ઉપર રણવીર હસી હસીને લોથ પોથ થઇ ગયા. જયારે રણવીરએ હસવા સિવાય કોઈ જવાબ ન આપ્યો ત્યારે સુનીલે કહ્યું, ‘એક ચપટી સિંદુર માટે ૧૫ ફંક્શન લાગ્યા છે. ત્યાર પછી શો ના બીજા એન્કરે કહ્યું તમે ઇટલીમાં લગ્ન કર્યા, તે વાતને કાપતા રોહિત બોલ્યા, ઇટલીમાં કર્યા, મુંબઈ અને બેંગ્લોરમાં કર્યા, ક્યાં નથી કર્યા એમણે લગ્ન જણાવો.

તમને જણાવી દઈએ કે ‘એક ચપટી સિંદુર કી કિંમત’ દીપિકા પાદુકોણની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ (૨૦૦૭) ની છે. આ ફિલ્મ દ્વારા દીપિકાએ ધમાકેદાર રીતે બોલીવુડમાં શરૂઆત કરી હતી. નિર્દેશિકા ફરાહ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમના ડાયલોગ એટલા ફેમસ થયા હતા કે દીપિકા અને રણવીરના લગ્ન જેટલા મેમ બન્યા તેમાંથી મોટાભાગના મેમમાં એક ચપટી સિંદુરની કિંમત વિષે વાતો થઇ. ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ કોંકણી અને સિંધી રીત રીવાજથી દીપિકા અને રણવીરએ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા. તેનું રીસેપ્શન તેમણે બેંગ્લોર અને બે વખત મુંબઈમાં આપ્યું.

આવી રહી છે રણવીર સિંહની ફિલ્મ :

૨૮ ડીસેમ્બર ના રોજ રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સીમ્બા રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી નિર્દેશિત અને કરણ જોહર નિર્મિત કરી રહ્યા છે. ફિલ્મનું એક ગીત થોડા દિવસો પહેલા રીલીઝ થયું છે. જેમાં રોહિતના બધા ફેવરીટ કલાકાર અરશદ વારસી, તૃષાર કપૂર, કુણાલ ખેમુ અને શ્રેયસ તલપડે જોવા મળ્યા. તે ઉપરાંત અજય દેવગન ફિલ્મના એક ખાસ સીનમાં પણ જોવા મળશે.