રાક્ષસ રાજ રાવણ ને દુનિયા ની સારી વસ્તુયો છળ, કપટ કે બાહુબળ થી પડાવવા ની ખરાબ આદત હતી

રામાયણની ગાથામાં ઉલ્લેખ મળે છે કે રાવણે માતા સીતાનું અપહરણ કરીને સોનાની લંકામાં કેદ કર્યા હતા. આ સોનાની લંકાને પવનપુત્ર હનુમાને પોતાની પૂંછડીથી સળગાવી દીધી હતી.

રામાયણમાં જે સોનાની લંકાનો ઉલ્લેખ કરેલ છે તેને આપડે રાવણ ની લંકા જ માનીએ છીએ. મોટાભાગના લોકો એ જ જાણે છે કે સોનાની લંકા રાવણની હતી. પરંતુ શું આ આખી વાત સત્ય છે ? શું રાવણે જ સોનાની લંકાને બનાવડાવી હતી ?

આપણે અત્યાર સુઘી જે સોનાની લંકાને રાવણની ધરોહર સમજતા હતા હકીકતમાં તો રાવણની હતી જ નહિ. સોનાની સુંદર એવી લંકા પર રાવણનો નહિ પરંતુ માતા પાર્વતીનો અધિકાર હતો.

ભગવાન શિવે બનાવ્યો હતો સોનાનો મહેલ

પૌરાણિક માન્યતાઓ અનુસાર એક વાર માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન કૈલાસ પર શિવ અને માતા પાર્વતીને મળવા માટે ગયા. કૈલાશમાં અતિશય ઠંડી હોવાના કારણે માતા લક્ષ્મી ઠંડીમાં કાપવા લાગી. કૈલાશ પર એવો કોઈ મહેલ ન હતો જ્યાં તેમને જરા પણ રાહત મળે.

ઠંડીથી હેરાન થયેલ લક્ષ્મીએ પાર્વતીને કટાક્ષ કરતા કહ્યું કે તમે પોતે એક રાજકુમારી હોવા છતાં કૈલાશ પર્વત પર આવું જીવન કઈ રીતે વ્યતીત કરો છો.

થોડા દિવસ બાદ શિવ અને માં પાર્વતી એક સાથે વૈકુંઠધામ પર પહોંચ્યા. ત્યાંના ધન અને વૈભવને જોઈને પાર્વતીજી આશ્ચર્યચકિત રહી ગયા અને કૈલાશ પર્વત પર પાંછા ફર્યા બાદ માતા પાર્વતી પોતાના રહેવા માટે ભગવાન શિવ પાસે મહેલ બનાવવાની જીદ કરવા લાગી. ત્યાર બાદ ભગવાન શિવે વિશ્વકર્મા અને કુબેર ને બોલાવીને સોનાનો મહેલ બનાવવાનું કહ્યું.

ભગવાન શંકર નો આ સોના નો મહેલ અદભુત હતો સોના માં લોકો નું આકર્ષણ તો હોય જ છે અને આખી દુનિયા ની સારી વસ્તુયો લુંટી ને ભેગી કરતા રાવણ ની કુદ્રસ્ટી આ મહેલ પર પડી.

જ્યારે રાવણ ની નજર આ સુંદર મહેલ પર પડી તો એણે આ લેવા માટે એક કાપટી યોજના બનાવી. સોના નો મહેલ લેવા રાવણે બ્રામ્હણ નું રૂપ ધરી ને પોતાના ઇષ્ટદેવ શિવશંકર પાસે ગયો અને ભિક્ષા માં સોનાનો મહેલ માંગ્યો. ભગવાન શિવ જણાતા હતા કે રાવણ એમનો મોટો ભક્ત છે અને દ્વાર પર આવેલા અતિથિ ને ખાલી હાથે ના મોકલાય એનાથી અતિથિ નું અપમાન થાય છે અને શાસ્ત્રો માં પણ મહેમાન ને ખાલી હાથે ના જવા દેવા નું લખ્યું છે. એટલે ભોળા શંભુએ રાવણ ને સોના ની લંકા આપી દીધી

આવી સારી જાણકારીઓ, મનોરંજન, હેલ્થ ટિપ્સ મેળવવા અમારું પેજ જરૂર લાઈક કરજો