પાંદડા પર મળે છે રબડી વાળી આઇસક્રીમ, વેચવા માટે 25 કિલોમીટર દૂર જાય છે વ્યક્તિ.

આ વ્યક્તિ સાઇકલ પર ફરીને વેચે છે પાંદડા વાળી રબડી આઈસ્ક્રીમ, સ્વાદ એવો કે દીવાના બની જશો.

અમુક લોકો હંમેશા તેમની પાસે કામ કે નોકરી ન હોવાની વાત કરતા રહે છે. પણ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ દુનિયામાં મહેનત કરવાવાળા માટે કામની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પર ખાવા-પીવાના વિડીયો હંમેશા ફેમસ થતા રહે છે (Famous Food Video). અને હાલમાં જ ફેમસ થયેલા એક વિડીયોમાં એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે, જે દરરોજ 20-25 કિલોમીટર સાઈકલ ચલાવીને આઈસક્રીમ વેચે છે.

પાંદડા પર મળે છે ખાસ આઈસક્રીમ : સોશિયલ મીડિયા પર ફૂડ બ્લોગર ગૌરવ વાસનની ‘સ્વાદ ઓફિશિયલ’ નામની ચેનલ છે (Food Blogger Gaurav Wasan, Swad Official). તેમણે હાલમાં એક ફૂડ વિડીયો શેર કર્યો છે. તેમાં એક વ્યક્તિ પોતાની સાઈકલ પર ફરીને આઈસક્રીમ વેચતા દેખાઈ રહ્યો છે. તે વિડીયો અમૃતસર રેલ્વે સ્ટેશન પાસે બનાવવામાં આવ્યો છે. તે ખાસ આઈસક્રીમ ફક્ત દૂધ અને ખાંડની રબડી માંથી તૈયાર કરવામાં આવે છે. તેને પાંદડા પર સર્વ કરવામાં આવે છે.

ઘણી ઓછી છે તેની કિંમત : આ આઈસક્રીમ 10, 20 અને 40 થી લઈને 400 રૂપિયા સુધીના ભાવમાં મળે છે. ગ્રાહકના ઓર્ડર અને જરૂરિયાતના હિસાબે વ્યક્તિ આઈસ્ક્રીમનું વજન કરીને તેને વેચે છે. તે દરરોજ પોતાની સાઇકલ પર 20-25 કિલોમીટર સુધીની સફર કરે છે. તેમણે સાઇકલ પર જુગાડ કરીને દેશી ફ્રીઝર બનાવેલું છે, જેનાથી સખત તડકામાં પણ આઈસક્રીમ ઓગળતી નથી.

આ ફૂડ વિડીયોને અત્યાર સુધી 1 લાખ 85 હજારથી વધારે લોકો જોઈ ચુક્યા છે. ગૌરવ વાસને વિડીયોમાં આઈસ્ક્રીમ વેચવાવાળા વ્યક્તિનો મોબાઈલ નંબર પણ જણાવ્યો છે, જેથી લોકો તેમને કોલ કરીને તેમની લોકેશન જાણી શકે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.