ઘરે બનાવો ટેસ્ટી રગડા પેટીસ ક્લિક કરી ને જાણો રગડા પેટીસ બનાવવાની રેસિપી

આજે આપણે બનાવીશું રગડા પેટિસ. રગડા પેટિસ એક ઇન્ડિયન સ્ટેટફૂલ રેસિપી છે. અને એ ટેસ્ટમાં ખુબજ સરસ લાગતી હોય છે. આ એક સ્પાઈસી રેસિપી છે. અને તેની સાથે ચટણી અને ટિક્કીનું કોમ્બિનેશન કરેલું હોય છે. અને ખાવામાં ખુબજ સરસ લાગે છે. તો એને ઘરે કેવી રીતે ટેસ્ટી અને ફેલેવરફુલ બનાવવું તે આજે આપણે જોઇશુ. તો ચાલો એને બનાવવાનું શરુ કરીયે.

સામગ્રી

બાફેલા બટાકા

પૌવા

લીલા મરચાની પેસ્ટ

હળદળ

લાલ મરચું

કોથમીર

1 કપ સફેદ વટાણા

લીલા મરચાની પેસ્ટ

રીત

સૌ પ્રથમ બટાકાને બાફીને છીણી લેવાના છે. અને સાથે પૌવા ને પલાણીને થોડી વાર રહેવા દઈશું. અને બટાકામાં સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાની પેસ્ટ, હળદળ, લાલ મરચું, કોથમીર એડ કરવાનું છે. તેને એક વાર મિક્ષ કરી નાખો અને ત્યારબાદ તેમાં પૌવા એડ કરી નાખો. અને સરસ રીત મિક્ષ કરી લેવાનું છે (જો તમે પૌવા ના એડ કરવા હોય તો તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો અને બ્રેડને મીક્ષરમાં ક્રશ કરી નાખવાનું છે.) તેને સારી રીતે ફરી મિક્ષ કરી નાખો. સરસ રીતે મિક્ષ કર્યા બાદ હાથને સાફ કરી હાથમાં થોડું તેલ લાગણીને તેનાથી સરસ ટિક્કી બનાવી દેવાનું છે ક્રેક ના રહે તેવી રીતે સરસ ટિક્કી બનાવવાની છે.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ ગરમ થાય એટલે તેને ધીમા ગેસ ઉપર ટીક્કી તળવાની છે. અને તે ક્રિશપિ થાય ત્યાં સુધી તેને ફ્રાઈ કરવાની છે. દર ત્રણ ચાર મિનિટે તેને ફરાવતા રહેવાનું છે જેથી તે બધી સાઇડથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિશપિ થઇ જાય અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિશપિ થઇ જાય ત્યારે આ ટિક્કી તૈયાર છે.

રગડો બનાવવા માટે જે સફેદ વટાણા સૂકા આવે તે લેવાના છે અને તેને 4 કલાક ગરમ પાણીમાં પલાણીને રાખવાના છે અને એમાં હળદળ, મીઠું અને ચપટી ખાવાના સોડા એડ કરી એની ચાર સીટી કરી લેવાની છે. તેને સારી રીતે મેષ થઇ જાય તેવી રીતે બોઈલ કરવાના છે. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. એમાં જીરું એડ કરીયે, જીરું થઇ જાય તો એકમાં થોડા લીલા મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ (જો લસણ ખાતા હોય તો આ સમયે લસણ એડ કરી નાખવાનું છે) એડ કરીશું અને આને મિક્ષ કરી લેવાનું છે. હવે એમાં બાફેલા વટાણા એડ કરવું, તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેને હલાવી નાખવાનું છે.

અને તેમાં લાલ મરચું, થોડી હળદળ એડ કરી એને મિક્ષ કરી લેવું. વટાણા સારા બફાઈ ગયા હશે તો રગડો સરસ ઠીક બને છે. એમાં થોડું પાણી એડ કરવાનું છે ત્યારબાદ તેમાં ગરમ મસાલો એડ કરવાનો છે. હલાવી નાખવાનું છે અને તેમાં કોથમીર એડ કરીશું અને તેને પણ હલાવી નાખવાનું છે અને રગડાને આપણે ૮ થી ૧૦ મિનિટ માટે ઉકાળવાનો છે 10 મિનિટ બાદ આ રગડો તૈયાર છે એટલે ગેસ બંધ કરી દેવાનું છે.

એક પ્લેટમાં ટિક્કી લઇ લેવાની છે. હવે એની ઉપર આપણે જે રગડો તૈયાર કરીને મુકેલ છે એ એડ કરવાનો છે, હવે આમાં ખજૂર આમલી ની ચટણી એડ કરીશુ અને ગ્રીન ચટણી એડ કરીયે. સમારેલા ટામેટા (જો તમે ડુંગરી ખાતા હોય આ સમયે ડુંગરીને કાપીને એડ કરી દેવા), ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું, સંચળ અને નાઈલોન સેવ એડ કરવાની છે જે સૌથી જૂની સેવ આવે છે બેસનની બનેલી તેને એડ કરવાની છે. થોડી કોથમીર વગેરે એડ કરી હવે આપણી રગડા પેટીસ સર્વિંગ માટે તૈયાર છે. આ ગરમા ગરમ ખુબજ ટેસ્ટી લગતી હોય છે. જો તમે ડીનર માં લેતા હોય તો તમે બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો. આ રીતની રેસિપી કોઈપણ સીઝનમાં ખાવાની માજા આવતી હોય છે.

વિડીયો