સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

જયારે રાહુ કેતુ ગોચર થાય છે ત્યારે કેવો પડે છે તેમનો પ્રભાવ શુ થશે અસરો જાણો ખાસ જાણકારી. રાહુ અને કેતુ 18 મહિના માટે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. તેનાથી જનહિતમાં મોંઘવારીનો માર પડશે. રાહુ અને કેતુ 18 મહિનામાં એક વાર રાશિમાં પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પાપ ગ્રહના રૂપમાં ઓળખાતા રાહુ અને કેતુ હંમેશા સાથે જ રાશિ પરિવર્તન કરે છે. 23 સપ્ટેમ્બરે કેતુ મંગળની રાશિ વૃષભ અને રાહુ શુક્રની રાશિ વૃશ્ચિકમાં આવશે.

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુને છાયા ગ્રહ માનવામાં આવ્યા છે. રાહુ-કેતુ જો બગડી જાય તો જીવનને નરક બનાવી દે છે, અને આપવા પર આવી જાય તો ગરીબને પણ રાજા બનાવી દે છે. એટલા માટે આ બંનેનું રાશિ પરિવર્તન ઘણા લોકો માટે રાહત લઈને આવ્યું છે, તો અમુક રાશિઓએ આ પરિવર્તનને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

rahu ketu
rahu ketu

આ બંને ગ્રહોના ગોચર (ભ્રમણ) થી લોકોની સાથે જ રાજ અને પ્રશાસન પર અસર જોવા મળશે. મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક રાશિવાળા માટે આ ભ્રમણ લાભદાયી રહેશે. તેમજ અન્ય રાશિઓએ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. રાહુ ગ્રહ 23 સપ્ટેમ્બરે સવારે 5:58 વાગ્યે મિથુન રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરશે. અહીં તે 12 એપ્રિલ 2022 સુધી રહેશે. રાહુનું આ રાશિ પરિવર્તન આ વર્ષની સૌથી મોટી જ્યોતિષીય ઘટનાઓમાંથી એક હશે.

આ પ્રકારે કેતુનું ગોચર 23 સપ્ટેમ્બરે સવારે 7:38 વાગ્યે ધનુ રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં થશે. અહીં તે 12 એપ્રિલ 2022 ની સવારે 8:44 વાગ્યા સુધી રહેશે. તેનો ઘણી રાશિઓ પર શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ પડશે. રાહુ અને કેતુને મંગળના છાયા ગ્રહ માનવામાં આવે છે.

ગુરુ અને શનિના ચાલ બદલાવાથી તેની અસર દરેક રાશિ પર જોવા મળશે, પણ તેમના રાશિ પરિવર્તનથી શુભ સંકેત પણ દેખાઈ શકે છે. કોરોના મહામારીથી પરેશાન વિશ્વને સારા સમાચાર મળી શકે છે. તેના રાશિ પરિવર્તનથી કોરોનાનો કહેર ઓછો થવા લાગશે. કોરોનાને કારણે મૃત્યુદર પણ ઘટીને શૂન્ય થઈ શકે છે. પણ તેનો ભય લોકોમાં એપ્રિલ 2021 સુધી બની રહેશે. 5 એપ્રિલ 2021 ના રોજ શનિદેવ મકર રાશિમાંથી હતીને પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરશે, તેનાથી રૂ, કપાસ, ગોળ, તેલ, તલ, સરસવ અને કરિયાણાની વસ્તુઓમાં તેજી આવી શકે છે.

આ માહિતી માય જ્યોતિષ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.