આ લોકો માટે અશુભ નથી રાહુ-કેતુ, એક ઝટકામાં બનાવી દે છે માલામાલ

અશુભ નહિ પણ શુભ હોય છે આ લોકો માટે રાહુ-કેતુ, જીવનમાં હંમેશા મળતી રહે છે સફળતા. રાહુ અને કેતુ હાલમાં જ એક રાશી માંથી બીજી રાશીમાં પરિવર્તિત થાય છે. રાહુ વૃષભમાં ગયા છે, તો કેતુ વૃશ્ચિક રાશિમાં પરિવર્તિત થયા છે. મેદીની જ્યોતિષના માનવા મુજબ તો રાહુ અને કેતુના ભ્રમણની અસર ન માત્ર ભારતમાં પરંતુ આખા વિશ્વમાં થવાની છે. આ સમય વિશ્વ માટે સારો નથી, ઘણા દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થશે, તો તે મહામારી પણ વધુ વિકરાળ સ્વરૂપ લઇ શકે છે.

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કોઈ પણ રાશી ઉપર આ બંનેની ગ્રહદશા તે રાશિના લોકોના જીવન ઉપર ઘણી ઊંડી અસર કરી શકે છે. વર્તનમમાં આખી દુનિયા રાહુ અને કેતુની ખરાબ અસરનો સામનો કરી રહી છે, પરંતુ આ સમય અમુક રાશી માટે એવો પણ છે, જેના લોકોને વિશેષ લાભ મળવાનો છે. આમ તો રાહુ અને કેતુને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, પરંતુ કુંડળીમાં અમુક જગ્યાએ તેની હાજરી ઘણા શુભ પરિણામ આપે છે. આવો જાણીએ ખરેખર ક્યા છે કુંડળીના તે સ્થાન.

rahu ketu
rahu ketu

કુંડળીનું ત્રીજુ સ્થાન : કુંડળીના ત્રીજા ગૃહમાં રાહુ અને કેતુનું હોવું ઘણું શુભ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીનો ત્રીજો ગૃહ મજબુત રહે છે, તે બળવાન અને પરાક્રમી હોય છે. આમ તો જો તમારી રાશિના ત્રીજા ભાવમાં પણ રાહુ અને કેતુ હોય તો તમારે ડરવાને બદલે રાજી થવું જોઈએ, કેમ કે ત્રીજા ગૃહમાં રાહુ અને કેતુના હોવાથી લોકો બળ અને પરાક્રમથી પોતાના જીવનના ધ્યેય પ્રાપ્ત કરે છે. એવા લોકોની કારકિર્દી પહેલવાની કે બોડી બિલ્ડીંગમાં ચમકે છે. સાથે જ તે લોકો સ્વાવલંબી, મહત્વાકાંક્ષી અને મક્કમ સંકલ્પ વાળા હોય છે.

કુંડળીમાં છઠ્ઠો ગૃહ : કુંડળીનો છઠ્ઠો ગૃહ દુશ્મનોનું સ્થાન હોય છે. તેવામાં આ સ્થાન ઉપર રાહુ અને કેતુના હોવાથી દુશ્મનો તમને નુકશાન નથી કરી શકતા. તે લોકો ઘણા ઉર્જાવાન હોય છે અને તે પોતાની ઉર્જાનો ઉપયોગ સારી જગ્યાએ કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. તે પોતાના જીવનમાં મોટા નિર્ણયો લેવામાં ક્યારે પણ ગભરાતા નથી. જે લોકોના છઠ્ઠા ગૃહમાં રાહુ અને કેતુ વાસ કરે છે, તેને કોર્ટ કચેરીની બાબતમાં સફળતા વહેલી તકે હાથ લાગે છે. આ લોકોએ રૂપિયા અને પૈસાની લેવડ-દેવડમાં ઘણું સંભાળીને રહેવું જોઈએ.

rahu ketu

કુંડળીનો દશમો ગૃહ : જે લોકો જેના દશમાં ગૃહમાં રાહુ અને કેતુ વાસ કરે છે, તે લોકો નોકરી ધંધાની બાબતમાં ઘણી પ્રગતી કરે છે. એવા લોકો રાજકારણ અને સરકારી ક્ષેત્રોમાં પણ ઘણા આગળ વધે છે. તે એક સારા નેતા બનીને આગળ આવે છે, પરંતુ પૈસા ખર્ચ કરવાની બબતમાં થોડા કંજૂસ હોય છે. આમ તો તેમનો એ કંજૂસ સ્વભાવ તેમના માટે ઘણો ફાયદાકારક રહે છે, કેમ કે તે ધનની બચત કરવામાં સફળ રહે છે.

કુંડળીનો અગ્યારમો ગૃહ : જો કોઈ લોકોને 11 માં ગૃહમાં રાહુ અને કેતુનો વાસ હોય છે તો તે ઘણા શુભ ફળદાયક માનવામાં આવે છે. કુંડળીના 11 મો ગૃહ વ્યયનો ગૃહ હોય છે, તેવામાં જો આ ગૃહમાં રાહુ અને કેતુ વાસ કરે છે તો તમે તે ક્ષેત્રોમાં વ્યય કરવા લાગો છો, જ્યાંથી તમારું ધન બમણું થાય છે. રાહુ અને કેતુની અસરને કારણે તમારા રોકાણમાં ફાયદો છે. જો તમારી કુંડળીમાં 11 માં ગૃહમાં રાહુ અને કેતુ છે, તો તમને કામ-ધંધામાં લાભ મળશે.

રાહુની આ વિશેષ સ્થિતિ : જે લોકોની કુંડળીમાં મેષ, વૃષભ અને કર્ક લગ્નના કેતુ હોય તો તેને પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કેતુની હાજરી આ લોકોને દરેક કાર્યમાં સફળતા અપાવે છે. સાથે જ દાંપત્ય જીવન પણ ઘણું આનંદમય રહે છે.

કુંડળીમાં 12મો ગૃહ : જો તમારી રાશીમાં 12 ગૃહમાં કેતુ હશે, તો તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે. માનવામાં આવે છે કે આ લોકોને મૃત્યુ પછી ઉત્તમ કર્મોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ લોકોને ધન સંપત્તિની બાબતમાં ક્યારે પણ તંગી નથી પડતી. આમ તો ઘણી વખત એવા લોકોનો સામનો કરવો પડે છે, જે પોતાને તમારી નજીકના ગણાવશે પરંતુ સમાજમાં જ તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.