2020 માં રાહુનું ભ્રમણ કઈ રાશી માટે લાવશે શુભ સંકેત, ક્લિક કરી જાણો

આજના સમયમાં દરેક માણસ કોઈને કોઈ રીતે મુશ્કેલી અનુભવતા રહે છે, અને તેનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ સુદ્ધાં નથી કરતા. એ વાત તો બધા જાણે જ છે કે, વર્ષ ૨૦૧૯ પૂરું થવા જઈ રહ્યું છે, અને વર્ષ ૨૦૨૦ ની રાહ દરેકને છે. તેવામાં દરેકને એ જાણવાની ઈચ્છા પણ હોય જ છે કે, તેમનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે? અને શું શું થઇ શકે છે?

જણાવી દઈએ કે, આવનારા વર્ષમાં રાહુ પોતાની રાશિ બદલશે અને જેની અસર દરેક રાશિમાં જોવા મળશે. રાહુ ૨૦૨૦ ની શરુઆતથી લઈને ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. આવો આગળ જણાવીએ છીએ કે, કઈ 3 રાશિ વાળા માટે તે ઘણું વિશેષ રહેવાનું છે.

મેષ : રાહુ તમારી રાશિમાંથી ત્રીજા ભાવમાં ભ્રમણ કરે છે. જે આ રાશિના વ્યક્તિ માટે શુભ સંકેત છે. તે તમને તમારી કારકિર્દીમાં સફળતા અપાવી શકે છે. આમ તો પરણિત જીવનમાં દુઃખોનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ : રાહુનું ભ્રમણ તમારી રાશિમાંથી બીજા ભાવમાં જ થઇ રહ્યું છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ઉત્તમ અણસાર છે. વાણી ઉપર સંયમ રાખવું પડશે.

મિથુન : રાહુની અસરથી ૨૦૨૦ તમારા માટે તકલીફો ભરેલું રહી શકે છે. પૈસાને લઈને તમારી સાથે કોઈ છેતરપીંડી થઇ શકે છે.

કર્ક : તમારા બારમા ભાવમાં રાહુનું ભ્રમણ થવાથી તમે તણાવમાં રહી શકો છો. આરોગ્ય ઘણું બગડી શકે છે. આમ તો લવ લાઈફ માટે સમય અનુકુળ છે.

સિંહ : ૨૦૨૦ ની શરુઆતમાં રાહુ તમારી રાશિના અગિયારમા ભાવમાં ભ્રમણ કરશે. જેથી તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે. જીવનસાથી સાથે વધુમાં વધુ સમય પસાર કરી શકો છો.

કન્યા : રાહુનું ભ્રમણ તમારા દશમા ભાવમાં ચાલી રહ્યું છે. કારકિર્દીમાં મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

તુલા : રાહુ તમારા નવમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ભ્રમણ વર્ષની શરુઆતના મહિનામાં તો સારા ફળ આપશે. પરંતુ વર્ષના મધ્ય ભાગમાં આવતા આવતા તમારા દુઃખ વધારી શકે છે.

વૃશ્ચિક : રાહુ તમારા આઠમા ભાવમાં રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પુરા થશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આવનારુ વર્ષ દુઃખ ભરેલું રહી શકે છે.

ધનુ : રાહુ તમારા સાતમા ભાવમાં રહેશે. કોઈની ઉપર વિશ્વાસ આંખ બંધ કરીને ન કરો. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા દગો મળી શકે છે.

મકર : રાહુ છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. લગ્ન જીવનમાં તકલીફો ઉભી થઇ શકે છે.

કુંભ : વર્ષ ૨૦૨૦ માં કુંભ રાશિ વાળા માટે રાહુ પાંચમા ભાવમાં રહેશે. જે કૌટુંબીક જીવનમાં સંકટ આવવાના સંકેત આપી રહ્યું છે. સંતાન તરફથી સુખદ સમાચાર સાંભળવા મળશે.

મીન : રાહુ પોતાની રાશિના ચોથા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. જેને લઈને માતા પિતા સાથે સંબંધ થોડા બગડી શકે છે. માનસિક રોગોના તમે ભોગ બની શકો છો.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.