વર્ષ 2020 માં દરેક રાશિ પર પડશે રાહુનો ખરાબ પ્રભાવ, બચવા માટે કરો આ ઉપાય.

વર્ષ ૨૦૨૦ રાહુના સ્વામિત્વ વાળું વર્ષ રહેવાનું છે. જેના કારણે તમામ રાશીઓ ઉપર રાહુની ખરાબ દશા જળવાયેલી રહેશે. જ્યોતિષના જણાવ્યા મુજબ નવું વર્ષ શરુ થતા જ તમામ રાશીઓને રાહુ ગ્રહ પ્રભાવિત કરશે અને આ અસર ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી રહેશે. રાહુ ગ્રહની અસર તમારા જીવન ઉપર વધુ ન પડે અને આ ગ્રહથી તમારું રક્ષણ થાય. તેના માટે તમે નીચે જણાવેલા ઉપાયો કરો. કેમ કે આ ઉપાયો કરવાથી રાહુ ગ્રહ તમારું કાંઈ પણ નહિ બગાડી શકે અને આ ક્રૂર ગ્રહથી તમારું રક્ષણ થશે.

રાહુની અસર

રાહુ ગ્રહને કારણે જ વ્યક્તિને માનસિક અને શારીરિક તકલીફો સહન કરવી પડે છે. આ ગ્રહને કારણે કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી અને અથાગ મહેનત કરવા છતાં પણ નિરાશાનો સામનો કરવો પડે છે. આ ગ્રહ જો કુંડળીમાં નબળા ભાવમાં છે, તો વ્યક્તિ હંમેશા તણાવમાં રહે છે અને તેને પેટ સંબંધી બીમારીઓ લાગી જાય છે.

આવી રીતે કરો રાહુને શાંત :-

૧. રાહુ ગ્રહના પ્રકોપને દુર કરવા માટે રોજ પૂજા કર્યા પછી માથા ઉપર ચંદન કે કેસરનું તિલક લગાવતા રહો. ચંદન અને કેસરનું તિલક લગાવવાથી આ ગ્રહ તમારા અનુકુળ જ બની રહેશે અને તમને રાહુ ગ્રહને કારણે કાંઈ પણ નુકશાન નહિ થાય.

૨. નારીયેલના ઝાડની પૂજા કરવાથી અને આ ઝાડ ઉપર જળ ચડાવવાથી રાહુ ગ્રહને શાંત રાખી શકાય છે અને આ ક્રૂર ગ્રહથી તમારું રક્ષણ કરી શકાય છે.

૩. હાથીઓને કેળા ખવરાવવાથી રાહુ ગ્રહની ખરાબ દશાની અસર તમારા જીવન ઉપર નહિ પડે. દર શુક્રવારના દિવસે જેટલા બની શકે એટલા હાથીઓને કેળા ખવરાવી દો.

૪. શિવલિંગ ઉપર રોજ જળ ચડાવો. શિવજીની પૂજા કરવાથી આ ગ્રહ તમારા જીવનથી દુર રહે છે અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ આ ગ્રહને કારણે થતી નથી. શિવજી ઉપરાંત ભૈરવ મહારાજની પૂજા કરવાથી પણ રાહુ ગ્રહથી રક્ષણ થાય છે. ભૈરવની પૂજા કરતી વખતે તેને બસ કાચું દૂધ કે દારુ ચડાવો. આ ઉપાય કરતા જ આ ગ્રહ ટળી જશે.

૫. ગુરુવારના દિવસે વ્રત કરો અમે કેળાના ઝાડની પૂજા કરો. પૂજા કર્યા પછી લોકોમાં કેળા પણ વહેચો.

૬. રાહુ ગ્રહને કારણે શરીરને ઈજા થવાનો ભય વધુ રહે છે. આ ગ્રહને લઈને હાથ, પગ અને પેટ ઉપર ખરાબ અસર પડે છે. આમ તો ગરીબ લોકોને પૈસા અને મૂળા દાન કરવામાં આવે તો આ ગ્રહને કારણે થનાર નુકશાન ટાળી શકાય છે. એટલા માટે તમે પૈસા અને મૂળાનું દાન સમય સમયે કરતા રહો. જેથી આ વર્ષ રાહુ ગ્રહને કારણે તમને કોઈ પણ પ્રકારની શરીરને ઈજા ન થાય.

૭. હનુમાન ચાલીસા વાચવાથી હનુમાનજી આ ગ્રહથી તમને બચાવી શકે છે અને આ ગ્રહ તમને કોઈ પણ દુઃખ નથી આપી શકતા.

૮. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાની સાથે સાથે રાહુની પૂજા પણ કરો અને તમારી છાયાનું દાન કરો. છાંયા દાન કરવાથી આ ગ્રહ શાંત રહેશે. છાયા દાન કરવા માટે તમારા ચહેરાને તેલમાં જુવો અને આ તેલનું દાન કરી દો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.