રાહુલ મહાજને ફરી કર્યા લગ્ન, 18 વર્ષ નાની છે ત્રીજી પત્ની.

દિવંગત ભાજપ નેતા પ્રમોદ મહાજનના દીકરા અને એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ રાહુલ મહાજને ત્રીજા લગ્ન કરી લીધા છે. 43 વર્ષના રાહુલે 25 વર્ષની કઝાકિસ્તાની મોડલ નતાલ્યા ઇલીના સાથે 20 નવેમ્બરના રોજ એક ખાનગી સમારોહમાં લગ્ન બંધનમાં બંધાઈ ગયા. બંનેના ફોટો હમણાં વાઇરલ થઇ રહી છે.

જાણકારી અનુસાર, રાહુલે પોતાની ગર્લફ્રેન્ડ સાથે માલાબાર હિલ પર સ્થિત એક મંદિરમાં લગ્ન કર્યા. આમાં રાહુલના પરિવાર અને ખુબ નજીકના લોકો આવ્યા હતા. રાહુલે પોતાના ત્રીજા લગ્ન વિષે મુંબઈ મિરરને જાણકારી આપતા જણાવ્યું : મારા પહેલા બે લગ્ન ખુબ ધૂમધામથી કર્યા, પરંતુ તે સંબંધ ચાલ્યા નહિ એટલા માટે આ વખતે કોઈ દેખાવ કરવા માંગતો નહોતો.

રાહુલે જણાવ્યું : હું અને નતાલ્યા પાછલા એક વર્ષની એક બીજાથી પરિચિત છે. અમે બંને એક બીજાને સારી રીતે સમજી ગયા છે. તે પોતાનો બિઝનેસ શરુ કરવા માંગે છે, જેમાં હું તેનો સાથ આપીશ. ફેમિલી લાઈફમાં મગજની શાંતિ ખુબ વધારે જરૂરી છે.

જણાવી દઈએ કે રાહુલ નતાલ્યા થી 18 વર્ષ નાની છે. પરંતુ રાહુલનું માનવાનું છે કે ઉંમરનો અંતર તેના માટે કોઈ સમસ્યા નથી. રાહુલે નેશનલ ટીવી પર રિયલિટી શો “રાહુલ દુલ્હનિયા લે જાએઁગે” માં 2010 માં બીજા લગ્ન કાર્ય હતા. પરંતુ 2014માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. રાહુલે પહેલા લગ્ન શ્વેતા સિંહ સાથે કરી હતી. 2 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઇ ગયા. શ્વેતાએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.