રાહુલ, પંત અને ચહલમાં કોની ગર્લફ્રેન્ડ છે સૌથી સારી? જુઓ અને પોતે જ નક્કી કરી લો

પ્રેમ દુનિયાનો સૌથી સારો અનુભવ હોય છે, અને તેનો દરેક માણસ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વખત તો અનુભવ કરે જ છે. ફિલ્મોમાં તો તમે કલાકારોની લવ લાઈફ જોઈ અને સાંભળી હશે, પરંતુ ભારતીય ક્રિકેટર્સની સ્થિતિ પણ ફિલ્મોથી ઓછી નથી. તેમના જીવનમાં પણ કોઈને કોઈ એવું જરૂર હોય છે, જે તેના જીવનમાં વિશેષ હોય છે. અહિયાં અમે તમને ત્રણ ક્રિકેટર્સ વિષે જણાવીશું જેની ગર્લફ્રેન્ડ ઘણી સુંદર છે. રાહુલ, પંત અને ચહલમાં કોની ગર્લફ્રેન્ડ છે સૌથી સારી? તે તમારે નક્કી કરવાનું છે.

રાહુલ, પંત અને ચહલમાં કોની ગર્લફ્રેન્ડ છે સૌથી સારી?

કલાકારોની દુનિયા સામાન્ય લોકોથી ઘણી અલગ હોય છે, અને તેની પાસે પૈસાની કોઈ અછત નથી હોતી. એટલા માટે તે પોતાના બધા શોખ પુરા કરી શકે છે. આજે અમે તમને ત્રણ એવા ક્રિકેટર્સ વિષે જણાવીશું જેમણે જાહેરમાં કહ્યું છે કે, તેમની ગર્લફ્રેન્ડ છે અને તેના ફોટા જોઈને તમારે જણાવવું જોઈએ કે કઈ સૌથી સુંદર છે?

યુજવેંદ્ર ચહલ :

૨૩ જુલાઈ ૧૯૯૦ ના રોજ હરિયાણામાં જન્મેલા યુજવેંદ્ર ચહલ ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટ સ્પિન બલર છે. તેની પર્સનલ લાઈફ ખુલ્લા પુસ્તક જેવી છે અને તેમણે પોતાની ગર્લફ્રેન્ડ વિષે સૌને જણાવ્યું છે. તેમની ગર્લફ્રેન્ડનું નામ તનિષ્કા કપૂર છે. તનિષ્કાનો જન્મ ૧૬ જુલાઈ, ૧૯૯૪ ના રોજ મુંબઈમાં થયો હતો અને યુજવેંદ્ર તનિષ્કા સાથે લગ્ન પણ કરવા માંગે છે.

ઋષભ પંત :

૪ ઓક્ટોમ્બર, ૧૯૯૭ ના રોજ રૂરકીમાં જન્મેલા ઋષભ પંત જેટલા ડેડીકેટેડ ક્રિકેટમાં છે એટલા જ પર્સનલ લાઈફમાં પણ છે. ઈન્ડીયન ક્રિકેટ ટીમમાં યુવાન વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પોતાના જોરદાર ફોર્મ માટે ઓળખવામાં આવે છે. ધોની પછી જો કોઈ વિકેટકીપિંગ કરે છે તો તે જ છે. તેના વિષે એક વાત ઘણી સમાચારોમાં છવાયેલી છે કે, તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ઘણી સુંદર છે. તે બાબતમાં ઈશા બોલીવુડની ઘણી હિરોઈનોને ટક્કર પણ આપે છે.

રાહુલ ચહર :

૪ ઓગસ્ટ, ૧૯૯૯ ના રોજ રાજસ્થાનમાં જન્મેલા ચહર ભારતીય ક્રિકેટ ટીમના યુવાન સ્પીન બોલર છે. રાહુલ હવે ૨૦ વર્ષના થઈ ગયા છે. અને ક્રિકેટ ઉપરાંત તેની પોતાની દુનિયા છે. પર્સનલ લાઈફમાં ચહર ઇશાની નામની છોકરી સાથે ઘણો પ્રેમ કરે છે, અને દેખાવમાં ઈશાની ઘણી જ સ્ટાઈલીશ અને સુંદર છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.