રાહુના ત્રણ ખાસ નક્ષત્ર, જાણો કઈ રાશિઓ પર થાય છે તેની સૌથી વધારે અસર.

આ રાશિઓ પર રહે છે રાહુના આ ત્રણ નક્ષત્રનો પ્રભાવ, જાણો તમારી રાશિઓ તો તેમાં નથી ને. રાહુ હકીકતમાં ગ્રહ નહિ પણ ગ્રહની છાયા છે. ગ્રહોની છાયાની આપણા જીવનમાં ઘણી વધારે અસર થાય છે. લાલ પુસ્તકમાં કુંડળીમાં રાહુના દોષપૂર્ણ અથવા ખરાબ હોવાની સ્થિતિ વિષે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. રાહુના નક્ષત્ર કોઈ પણ વ્યક્તિના જીવન પર સારી અને ખરાબ અસર કરે છે. આવો તમને રાહુના ત્રણ નક્ષત્ર વિષે જરૂરી માહિતી આપીએ.

રાહુનું પહેલું નક્ષત્ર – આદ્રા : આ નક્ષત્ર સંપૂર્ણ રીતે મિથુન રાશિ અંતર્ગત આવે છે. તેનું પ્રતીક માનવનું મગજ છે. તે મુખ્ય રૂપથી વિચાર અને બુદ્ધિ સાથે સંબંધ રાખે છે. આ નક્ષત્રના લોકોએ મૃત્યુ, દુઃખ અને ઘણા સંઘર્ષ સહન કરવા પડે છે. પણ પોતાના પ્રયત્ન અને તપસ્યાથી તે જીવનમાં ઘણા સફળ થઈ જાય છે. ક્યારેક ક્યારેક આ નક્ષત્રના લોકો પોતાની શક્તિઓથી બીજાને પરેશાન કરે છે. તે ઘણા વધારે હિંસક અને વિનાશક પણ થઈ જાય છે. તેમને હંમેશા એક યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે.

રાહુનું બીજું નક્ષત્ર – સ્વાતિ : આ નક્ષત્ર સંપૂર્ણ રીતે તુલા રાશિ અંતર્ગત આવે છે. આ નક્ષત્ર પાસે સંપૂર્ણ રીતે વાયુની શક્તિ હોય છે. આ નક્ષત્રના લોકો પાસે બીજાને પ્રભાવિત કરવાની શક્તિ હોય છે. આ લોકો સારા વક્તા અને સારા પ્રસ્તુતકર્તા હોય છે. તેમની અંદર શીખવાની અને અંતર્જ્ઞાનની અદ્દભુત ક્ષમતા હોય છે. આ લોકો બીજાની મદદ કરે છે અને આત્મ નિયંત્રણ જાણે છે. ક્યારેક ક્યારેક આ લોકો ઘણા સ્વાર્થી અને પૈસાના લાલચી થઈ જાય છે. તેમણે જીવનમાં પોતાની શક્તિઓનો સાચો ઉપયોગ કરતા શીખવું જોઈએ.

રાહુનું ત્રીજું નક્ષત્ર – શતભિષા : આ નક્ષત્ર સંપૂર્ણ રીતે કુંભ રાશિ અંતર્ગત આવે છે. આ નક્ષત્રનો અર્થ છે – સો વૈદ્ય અથવા સો તારા. આ નક્ષત્રના લોકો પાસે જન્મજાત રોગનિવારણ ક્ષમતા હોય છે. આ લોકો જ્ઞાની, બુદ્ધિમાન, દાર્શનિક અને અંતર્જ્ઞાનની શક્તિથી સંપન્ન હોય છે. તે દૈવીય કૃપાને કારણે જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકે છે. તે સ્વભાવે રહસ્યમયી અને એકાંત પ્રેમી હોય છે. ક્યારેક કયારેક તે અવસાદ અને કલ્પનાના શિકાર થઈ જાય છે. તે ક્ષય રોગ અને સ્નાયુ રોગોના જલ્દી શિકાર થઈ જાય છે. જીવનમાં સફળતા માટે તેમણે ઊંડું ધ્યાન જરૂર કરવું જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.