માત્ર 10,000 રૂપિયામાં હૈદરાબાદ-પૂરી-ગોવા-કોર્ણાક-કલકત્તા ફરવાની સુવર્ણ તક, રેલવેની છે આ ઓફર.

સામાન્ય રીતે દર વર્ષે વેકેશનના સમય ગાળામાં અનેક પ્રકારના વેકેશન ટુરના પેકેજ બહાર પાડવામાં આવતા હોય છે. તે પછી પ્રાઇવેટ ટ્રાવેલ્સ કંપનીના હોય કે, કોઈ ટુર ટ્રાવેલ્સ કંપનીના હોય કે, પછી રેલ્વે વિભાગ દ્વારા કોઈ પેકેજ બહાર પાડવામાં આવતા હોય છે. દરેક લોકો પોતાના બજેટ મુજબના પેકેજ પસંદ કરીને ટુરમાં જોડાઈને તેની મજા ઉઠાવતા રહે છે.

આવું જ એક પેકેજ રેલ્વે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, અને તે પેકેજ સામાન્ય માણસને પણ પોસાય તેવું છે. અને તે પેકેજ વિષે આજે અમે તમને વિસ્તારથી માહિતી આપવા જઈ રહ્યા છીએ. અને આમ પણ સામાન્ય રીતે જો પ્રવાસનો સાચો આનંદ ઉઠાવવો હોય તો ટ્રેનનો પ્રવાસ જ સારો રહે છે. અને મોટા ભાગના લોકો પણ ટ્રેનનો જ પ્રવાસ પસંદ કરતા હોય છે.

આ પેકેજ હેઠળ ટ્રેનમાં ગોવા-હૈદરાબાદ-પૂરી-કોર્ણાક-કલકત્તાના પ્રવાસની ઓફર છે. અને એની શરુઆત ૨૦ મે થી થશે.

તેમજ જણાવી દઈએ કે આઈઆરસીટીસીના આ વેકેશન સ્પેશ્યલ પેકેજમાં વ્યક્તિ દીઠ ૧૦,૩૯૫ રૂપિયા ખર્ચ થશે.

જો તમે ઓછા બજેટમાં ગરમીની રજાઓને માણવા માંગો છો, તો IRCTC તમને વિશેષ તક આપી રહી છે. આઈઆરસીટીસી સમર વેકેશન માટે જોરદાર પેકેજ લઇને આવી છે. પેકેજનું નામ VACATION SPECIAL SZBD354 છે. આ પેકેજમાં ગોવા, હૈદરાબાદ, પૂરી, કોર્ણાક અને કલકત્તાના પ્રસિદ્ધ ડેસ્ટીનેશન સામેલ છે.

આ પેકેજમાં મળશે આ સુવિધાઓ :

સેકેન્ડ ક્લાસ દ્વારા ટ્રેન મુસાફરી.

મલ્ટિ શેરિંગ ધોરણે ધર્મશાલા / હોલ / ડોર્મિટોરીઝમાં નાઇટ સ્ટેશન / ફ્રેશ અપની સુવિધાઓ.

મોર્નિંગ ટી / કૉફી, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને 1 લીટર પ્રતિ દિવસ પીવાનું પાણી.

પેકેજ માંથી બાકાત સુવિધાઓ :

વ્યક્તિગત પ્રકૃતિની વસ્તુઓ એટલે કે લોન્ડ્રી, દવાઓ, સ્મારકો માટે પ્રવેશ ફી, પ્રવાસ માર્ગદર્શનની સેવા વગેરે સ્વ ખર્ચે કરવાનું રહેશે.

બોર્ડિંગ અને ડી-બોર્ડિંગ પોઈન્ટ :

ટ્રેનનું બોર્ડિંગ સ્ટેશન મુદરઈ, ત્રિવેન્દ્રમ, કોલ્લમ, કોટાયમ, અર્નાકુલમ ટાઉન, તુશ્શુર, શોરાનુર જંકશન, કોઝીકોડ, કુન્નુર, કસરગોડ છે અને ડી-બોડીંગ સ્ટેશન પલકકડ, તુશ્શુર, અર્નાકુલમ, કોટાયમ, ત્રિવેન્દ્રમ અને મદુરઈ છે.

ભારત દર્શન માટેની આ અને અન્ય વિશેષ પ્રવાસ ટ્રેનોનું બુકિંગ આઈઆરસીટીસી વેબસાઇટ પર ઑનલાઇન ઉપલબ્ધ છે. તેમજ આઈઆરસીટીસી ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, ઝોનલ ઑફિસ અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ બુકિંગ કરી શકાય છે.

આટલો આવશે ખર્ચ :

આઈઆરસીટીસીના વેકેશન સ્પેશ્યલ પેકેજમાં વ્યક્તિ દીઠ ૧૦,૩૯૫ રૂપિયા આવશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેયર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેયર કરવાંથી એ જો કોઈ એક વ્યક્તિના જીવન માં ઉપયોગ માં આવી જાય, તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.